મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

એફએમસીનો ઉદ્દેશ એવા ઉત્પાદનો તૈયાર કરવાનો છે, જે સલામત અને સુરક્ષિત ખાદ્ય પુરવઠાની સાથે સાથે આપણા પર્યાવરણ પર પણ ઓછા અસરકર્તા હોય. અમે ખેડૂતો માટે સાતત્યપૂર્ણ ઉત્પાદકતા અને તેમની સમૃદ્ધિ વધારવા માટે નવીન ઉકેલો દ્વારા ભારતમાં કૃષિ આર્થિક વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ. અમે જ્યાં હાજર છીએ ત્યાંના સ્થાનિક સમુદાયો પર સકારાત્મક અસર ઊભી કરવાની સાથે અમે અમારા ઉત્પાદનોના જવાબદારીભર્યા ઉપયોગનું પણ ધ્યાન રાખી રહ્યા છીએ.

અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરવા માટે, એફએમસીએ એમના ગ્રાહકો, વિક્રેતાઓ, ઉત્પાદકો અને સ્થાનિક સમુદાય સાથે ભાગીદારીમાં બહેતર દુનિયા બનાવવા માટે અને પોતાના માટે પડકારરૂપ ટકાઉક્ષમતાના લક્ષ્યો સ્થાપિત કર્યા છે. અમે આટલા વર્ષો દરમ્યાન અમારી નવીનતા, સલામતી અને પર્યાવરણને લગતા, સમુદાય જોડાણ લક્ષ્યો પર કરેલી પ્રગતિ માટે ગર્વ અનુભવીએ છીએ.