અમારા મુખ્ય મૂલ્યો માત્ર એફએમસીની અનન્ય કાર્ય-સંસ્કૃતિનું જ દર્શન કરાવતા નથી, પરંતુ અમારી કંપનીની વર્તમાન કાર્યશૈલી પણ પ્રતિબિંબિત કરે છે. આ છ મુખ્ય મૂલ્યો અમારી ઓળખ અને અમારી વ્યવસાય કરવાની પદ્ધતિ દર્શાવે છે. સામૂહિક રીતે, આ મૂલ્યો વિશ્વભરમાં અમને વ્યક્તિગત સ્તરે અને એક ટીમના સ્તરે માર્ગદર્શન પ્રદાન કરે છે. આ જ છે, જે એફએમસીને બધાથી અલગ તારે છે અને કંપની તરીકે અમારી લાંબા ગાળાની પ્રગતિ અને ટકાઉક્ષમતા પાછળની ચાવી છે.