મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

એફએમસી ઇન્ડિયા ભારતમાં કૃષિ ક્ષેત્રમાં પ્રતિભાને આકર્ષવા અને વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે અને આ દિશામાં અમે એફએમસી સાયન્સ લીડર્સ શિષ્યવૃત્તિ કાર્યક્રમ રજૂ કરતા આનંદ અનુભવીએ છીએ.

કૃષિ ક્ષેત્રમાં નવી અને તાજી પ્રતિભાની જરૂર છે. કમનસીબે, અન્ય ક્ષેત્રોને વધુ આકર્ષક માનવામાં આવે છે, દેશના યુવાનો કૃષિ વિજ્ઞાનને તેમની કારકિર્દી રૂપે અપનાવવાથી અચકાય છે. બીજી તરફ, કૃષિની ટકાઉક્ષમતા સુનિશ્ચિત કરવા માટે, આ ક્ષેત્રમાં ક્ષમતા નિર્માણ આવશ્યક છે. એફએમસી સાયન્સ લીડર શિષ્યવૃત્તિ કાર્યક્રમનો હેતુ આ ક્ષેત્રમાં પ્રતિકૂળતાનો સામનો કરવાની ક્ષમતા વિકસે તે માટે કૃષિ વિજ્ઞાનમાં સંશોધન અને વિકાસ ક્ષેત્રે ક્ષમતા નિર્માણના પ્રયત્નોને ટેકો આપવાનો છે.

એફએમસીનો આ કાર્યક્રમ કૃષિ સંશોધનના ક્ષેત્રમાં પ્રતિભાને વિકસવા માટે પ્રોત્સાહન આપશે. આ કાર્યક્રમ યોગ્ય વિદ્યાર્થીઓ કે જેઓ કૃષિ વિજ્ઞાનમાં ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે, તેમને માટે એક સમગ્ર માસ્ટર્સ અથવા પીએચડી કાર્યક્રમની ડિગ્રી નક્કી કરી તેના અભ્યાસ માટે ભંડોળ આપશે. એફએમસી પસંદ કરેલા ઉમેદવારોને જરૂરી હોય તેવો ઉદ્યોગનો અનુભવ અને માર્ગદર્શન આપીને તૈયાર કરશે જેથી તેઓ તેમના ડિગ્રી કાર્યક્રમો પૂર્ણ કર્યા પછી ઉચ્ચ સ્તરે યોગદાન આપી શકે.

જો આ ઉમેદવારો ઇચ્છા ધરાવતા હશે, તો તેમને ભવિષ્યમાં એફએમસીમાં ભરતીની જરૂર ઊભી થવા પર એફએમસીમાં ભરતીમાં પ્રાથમિકતા પણ આપવામાં આવશે. આ કાર્યક્રમ મહિલા ઉમેદવારોને કૃષિ ક્ષેત્રમાં પણ મદદ કરવા માટે 50% બેઠકો ફાળવશે.

FMC India is committed to attracting and developing talent in Agriculture in India.