મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

એફએમસી કોર્પોરેશનના નિયમો અને શરતો

પરિચય અને સ્વીકાર

એફએમસી કોર્પોરેશન ("કંપની") દ્વારા આ વેબસાઇટ ("વેબસાઇટ") માત્ર માહિતીના હેતુ માટે જાળવવામાં આવે છે. તમારા દ્વારા આ વેબસાઇટમાં પ્રવેશ અને ઉપયોગ માત્ર આ નિયમો અને શરતો ("નિયમો અને શરતો") દ્વારા સંચાલિત કરવામાં આવે છે. આ વેબસાઇટમાં પ્રવેશ કરીને અને તેનો ઉપયોગ કરીને, તમે સ્વીકારો છો કે આ નિયમો અને શરતો તમે વાંચ્યા છે, સ્વીકારો છો અને તેનાથી બંધાયેલા છો. કંપની કોઈપણ સૂચના વિના કોઈપણ સમયે આ નિયમો અને શરતોમાં ફેરફાર અથવા સુધારો કરવાનો અધિકાર અનામત રાખે છે.

તૃતીય પક્ષની ઇન્ટરનેટ વેબસાઇટ્સ

કંપની સમયાંતરે આ વેબસાઇટ પર તૃતીય પક્ષોની વેબસાઇટ ("તૃતીય પક્ષની વેબસાઇટ્સ") પર દોરી જતી લિંક્સ અને પોઇન્ટર આપી શકે છે. તૃતીય પક્ષોની સાઇટ તરફની આ લિંક્સ અને પોઇન્ટર માત્ર સુવિધા ખાતર આપવામાં આવે છે. કંપનીએ તૃતીય પક્ષની વેબસાઇટ્સ પર ઉપલબ્ધ કોઈપણ માહિતી, ઉત્પાદનો અથવા સેવાઓ અંગે કોઈ સમીક્ષા કરી નથી, અને તેનું સંચાલન કે નિયંત્રણ કરતું નથી, અને કોઈપણ તૃતીય પક્ષની વેબસાઇટ્સ પર દર્શાવવામાં આવેલી કોઈપણ માહિતી માટે કંપની જવાબદાર નથી. કંપની તૃતીય પક્ષની વેબસાઇટ્સનું કોઈ પ્રતિનિધિત્વ કરતી નથી અને તૃતીય પક્ષની વેબસાઇટ્સને લગતી કોઈપણ બાંહેધરી આપતી નથી, અને કંપની દ્વારા આ વેબસાઇટ પર કોઈ પણ તૃતીય પક્ષની વેબસાઇટ્સની લિન્ક આપવાથી તે આવી તૃતીય પક્ષની વેબસાઇટ્સ અથવા તેના માલિકો, પ્રદાતાઓ, કે કોઈ પણ ઉત્પાદન કે સેવાઓના સંદર્ભમાં કંપની દ્વારા સમર્થન, અધિકૃતતા, પ્રાયોજકતા અથવા જોડાણ સ્થાપિત કરતી નથી. કંપની કોઈપણ તૃતીય પક્ષની વેબસાઇટ્સ દ્વારા આપવામાં આવતી, તેના પર જાહેરાત કરવામાં આવતી કે વેચવામાં આવતી સામગ્રી, માહિતીની ચોકસાઈ અને/અથવા ઉત્પાદનો અથવા સેવાઓની ગુણવત્તા માટે કોઈપણ જવાબદારીનો સ્પષ્ટપણે અસ્વીકાર કરે છે.

ભવિષ્ય તરફી નિવેદનો

આ વેબસાઇટમાં ભવિષ્ય તરફી નિવેદનો હોઈ શકે છે, જે જોખમો અને અનિશ્ચિતતાઓને આધીન હોય છે, જેના કારણે વાસ્તવિક પરિણામો અપેક્ષા કરતા ભિન્ન હોઈ શકે છે, જેમાં કંપની દ્વારા તાજેતરમાં જ એસઇસી માં આપવામાં અહેવાલ સહિત, કંપનીના સિક્યોરિટીઝ અને એક્સચેન્જ કમિશન ("એસઇસી") ના અહેવાલોમાં વિગતવાર જણાવેલ જોખમોનો સમાવેશ થાય છે.

માહિતીની સમયસરતા

આ વેબસાઇટમાં શામેલ તમામ પ્રેસ રિલીઝ અને અન્ય માહિતી જારી કરવામાં આવી તે સમયે કંપની પાસે ઉપલબ્ધ શ્રેષ્ઠ માહિતી અનુસાર, સમયસર અને સચોટ છે. જો કે સમય સાથે દરેક વસ્તુ જૂની થાય છે, તેથી જૂની માહિતી વાંચવાને કારણે થતી કોઈ ગેરસમજ માટે કંપની જવાબદાર રહેશે નહીં. આ વેબસાઇટમાં આપવામાં આવેલ માહિતી જારી કરવાની તારીખો કાળજીપૂર્વક જોઈ લેવા વિનંતી.

નાણાંકીય માહિતી

આ વેબસાઇટ પર દર્શાવેલી કંપની વિશેની નાણાંકીય માહિતી માત્ર નિર્દિષ્ટ તારીખ મુજબ છે. નિર્દિષ્ટ તારીખ પછી થતા નાણાંકીય, વ્યાવસાયિક અથવા નિર્માણ થતી અન્ય કોઈપણ પરિસ્થિતિ ના પરિણામે કંપની નાણાંકીય માહિતીને અદ્યતન કરવાની કે સુધારવાની કોઈપણ જવાબદારીનો અસ્વીકાર કરે છે. નાણાંકીય માહિતી એ કંપની દ્વારા એસઇસી/સંબંધિત સરકારી અધિકારી પાસે ફાઇલ કરવામાં આવેલ અહેવાલો તેમજ અન્ય દસ્તાવેજોમાં આપવામાં આવેલ માહિતીનો વિકલ્પ નથી. કંપની વિશેની વિગતવાર નાણાકીય અને અન્ય માહિતી અહીં ઉપલબ્ધ છે: (A) કંપનીનો સૌથી તાજેતરનો વાર્ષિક અહેવાલ; (B) ફોર્મ 10-Q માં કંપનીના ત્યાર બાદના ત્રિમાસિક અહેવાલો; અને (C) કંપની દ્વારા એસઇસી/સંબંધિત સરકારી અધિકારી પાસે સમયાંતરે ફાઇલ કરવામાં આવેલ અન્ય અહેવાલો અને દસ્તાવેજો. એડગર (ધ ઇલેક્ટ્રોનિક ડેટા ગેધરિંગ, એનાલિસિસ, એન્ડ રિટ્રીવલ સિસ્ટમ) કે જે એસઇસી દ્વારા જાળવવામાં આવે છે, તેની પર કંપની કે અન્ય કોઈ એકમ વિશે ઉપલબ્ધ માહિતી સચોટ અથવા વર્તમાન હોય તેવું જરૂરી નથી તે અંગે કંપની તમને સાવચેત કરે છે.

સામગ્રી તથા જવાબદારી અંગે અસ્વીકરણ

આ વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતીમાં બગ, વાઇરસ, ભૂલ, સમસ્યાઓ અથવા અન્ય મર્યાદાઓ હોઈ શકે છે. આ વેબસાઇટની કામગીરી, અથવા તેની પર આપવામાં આવેલ માહિતી/સામગ્રીના સંદર્ભમાં કોઈપણ ભૂલો અથવા ચૂક માટે કંપની કોઈ પણ જવાબદારીનો અસ્વીકાર કરે છે અને જવાબદાર રહેશે નહીં, અને કોઈપણ સૂચના વગર કોઈ પણ સમયે આ વેબસાઈટમાં ફેરફાર કરવાનો અધિકાર અનામત રાખે છે. તદુપરાંત, કંપની આ વેબસાઇટ પર સમાવિષ્ટ કોઈપણ માહિતી, લખાણ, આકૃતિઓ (ગ્રાફિક્સ), લિંક્સ અથવા અન્ય વસ્તુઓની ચોકસાઈ, પ્રવર્તમાનતા, વિશ્વસનીયતા કે સંપૂર્ણતાની બાંહેધરી આપતી નથી. તદનુસાર, આ વેબસાઇટ પરની તમામ સામગ્રી "જેમ છે તેમ" જ અને કોઈપણ પ્રકારની વ્યક્ત રૂપે કે સૂચિત રૂપે બાંહેધરી વિના આપવામાં આવેલ છે, જેમાં વ્યાપારીકરણ માટે યોગ્યતાની સૂચિત બાંહેધરી, અન્ય હેતુઓ માટેની યોગ્યતા કે બિન-ઉલ્લંઘનનો સમાવેશ થાય છે, અને આ યાદી સંપૂર્ણ નથી. વેબસાઇટ પર ઇલેક્ટ્રોનિક ફાઇલોમાં રહેલ વાયરસને કારણે થતા કોઈપણ નુકસાનની તમામ જવાબદારીને કંપની સ્વીકાર કરતી નથી. કેટલાક અધિકારક્ષેત્રો સૂચિત બાંહેધરીઓને બાકાત કરવાની મંજૂરી આપતા નથી, તેથી ઉપરોક્ત બાકાતી તમને લાગુ પડતી નથી. કોઈ પણ સંજોગોમાં કંપની કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં, અને ખાસ કરીને કંપની, કંપનીની આ અથવા અન્ય કોઈ વેબસાઈટને કારણે અથવા તેને સંબંધિત અથવા તેની પર આપવામાં આવેલ માહિતીને કારણે વિશેષ, પરોક્ષ, પરિણામરૂપ, અથવા આકસ્મિક નુકસાન, અથવા ગુમાવેલ નફાને કારણે નુકસાન, આવકનું નુકસાન, ઉપયોગને સંબંધિત કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં, પછી તે કરાર, બેદરકારી, ખોટા કૃત્ય દ્વારા, કાયદા હેઠળ, અધિકાર હેઠળ, કાયદામાં અથવા અન્યથા ઉદ્ભવતા હોય.

વપરાશકર્તા દ્વારા આપવામાં આવેલ માહિતી

ઉપરોક્ત ગોપનીયતા નિવેદન દ્વારા સંચાલિત વ્યક્તિગત માહિતી સિવાય તમારી પાસેથી પ્રાપ્ત થયેલ કોઈપણ માહિતી અથવા સામગ્રી તમારા દ્વારા પ્રદાન થયેલ અને કંપની દ્વારા તે અગોપનીય રીતે પ્રાપ્ત થયેલ માનવામાં આવશે. તમારા કંપની સાથેના વ્યવહાર દ્વારા તમે હક્સાઈ-મુક્ત, કાયમી, પાછું ન લઈ શકાય તેવું અને જે ફક્ત એક વ્યક્તિ અથવા સંસ્થા સુધી મર્યાદિત નથી તેવું, સંદેશાવ્યવહાર કે સંલગ્ન માહિતીને વાપરવા, પુનઃબનાવવા, ફેરફાર કરવા, પ્રકાશિત કરવા, સંપાદિત કરવા, અનુવાદિત કરવા, વહેંચવા, ભજવવા અને અનન્ય રીતે કે કોઈ અન્ય રચનાના ભાગ રૂપે કોઇ પણ પ્રકાર, માધ્યમ કે ટેક્નોલોજીમાં, પછી તે હવે જાણીતી હોય કે હવે બનાવવામાં આવી હોય, કોઈ પણ હેતુ માટે હોય અને આવા અધિકારો પેટા લાઇસન્સ તરીકે આપવા માટે કંપનીને આપમેળે લાઇસન્સ આપો છો.

વેબસાઇટ નોંધણી અને પૂછપરછ

આ વેબસાઇટ વ્યવસાય સાથે સંકળાયેલા ખરીદદારો, દવા બનાવનાર અને રસ ધરાવતા અન્ય પક્ષો માટે માહિતી પૂરી પાડવા માટે બનાવાયેલ છે. સેવાઓના દુરુપયોગ અથવા અનિષ્ઠાપૂર્વક ઉપયોગ માટેની નોંધણીને કાઢી નાખવાનો અને પૂછપરછને નકારવાનો અધિકાર કંપની અનામત રાખે છે. દાખલ કરેલ માહિતી અને જમા કરેલ અન્ય સામગ્રી કંપનીની મિલકત બની જાય છે અને તેને સ્વીકારવામાં અથવા પરત કરવામાં આવશે નહીં ("ગોપનીયતા નિવેદન" પણ વાંચો). કંપની કોઈપણ ટેલિફોન નેટવર્ક, કમ્પ્યુટર ઉપકરણ, સૉફ્ટવેર અથવા તેમાંના કોઈપણના સંયોજન સંબંધિત અપૂર્ણ, વિલંબિત, ખોવાયેલ, ખોટી જગ્યાએ મોકલવામાં આવેલ અથવા કોઈપણ તકનીકી ભૂલ, માનવ સર્જિત ભૂલ, ખોટું/વિલંબિત ડેટા ટ્રાન્સમિશન, અસમાવિષ્ટ, વિક્ષેપ, ખામી, અથવા લાઇન નિષ્ફળતા માટે જવાબદાર નથી. વાંચી ન શકાય તેવી, ભૂલ વાળી, અધૂરી, નુકસાન વાળી, ચેડાં થયેલ, બનાવટી, યાંત્રિક રીતે પુનઃ ઉત્પાદિત કરેલ, કોઈપણ રીતે અનિયમિત, અથવા અન્યથા આ નિયમો પ્રમાણે ન હોય તેવી અરજીઓ રદબાતલ ગણાશે. જો વેબસાઇટ કોઈપણ કારણોસર આયોજન મુજબ ઉપલબ્ધ નથી તો, કંપની તેને યોગ્ય લાગે તે પ્રમાણે કોઈપણ નોંધણીને રદ, સમાપ્ત, બદલવાનો અથવા દૂર કરવાનો અધિકાર અનામત રાખે છે.

કૉપિરાઇટ અને ઉપયોગની શરતો

આ વેબસાઇટ, જેમાં ઉપર જણાવેલ કોઈપણ પર આધારિત લખાણ, આકૃતિઓ (ગ્રાફિક્સ), ઑડિયો, ડિઝાઇન, સૉફ્ટવેર અને તમામ સંલગ્ન કામોનો સમાવેશ થાય છે, તેના પર કંપનીનો કૉપિરાઇટ છે અથવા કૉપિરાઇટ ધરાવનાર માલિકની પરવાનગીને આધારે કંપની દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ નિયમો અને શરતોમાં નિર્ધારિત કરેલ નિયમો અને શરતોને આધીન, કંપની તમને આ સાઇટ અને તેના પરની સામગ્રી ("સામગ્રી") નો ઉપયોગ કરવા અને પ્રદર્શિત કરવા માટે ફક્ત આ વેબસાઇટ સાથેની તમારી ક્રિયા-પ્રતિક્રિયા સાથે સંકળાયેલા હેતુઓ માટે બિન-વિશિષ્ટ, બિન-સ્થાનાંતરિત, મર્યાદિત અને વ્યક્તિગત લાઇસન્સ આપે છે, તમે સામગ્રી પર તમામ કૉપિરાઇટ, ટ્રેડમાર્ક અને અન્ય માલિકીની નોટિસ અકબંધ રાખો છો. સામગ્રીમાં કોઈપણ ફેરફાર અથવા અન્ય કોઈપણ હેતુ માટે સામગ્રીનો ઉપયોગ એ કૉપિરાઇટ અને કંપનીના અન્ય માલિકીના અધિકારોનું ઉલ્લંઘન છે. આ વેબસાઇટ પર કંપનીની માહિતીની રજૂઆત તેના ટ્રેડમાર્ક, વેપારના નામ, કૉપિરાઇટ, પેટન્ટ અથવા અન્ય માલિકીના અધિકારો અથવા માહિતીમાં કોઈ માલિકી અથવા અન્ય અધિકારો આપતી નથી અથવા તેનો ઉદ્દેશ અન્ય લોકોના પેટન્ટ અધિકારો અથવા અન્ય બૌદ્ધિક સંપત્તિના અધિકારોનું ઉલ્લંઘન કરવાનો નથી. જો તમે આમાંની કોઈપણ શરતોનું ઉલ્લંઘન કરો છો, તો તમને જાણ કર્યા વિના, આ મર્યાદિત લાઇસન્સ આપમેળે સમાપ્ત થાય છે. આની સમાપ્તિ પર, ડાઉનલોડ કરેલ અને મુદ્રિત કોઈપણ સામગ્રીનો તમારે તાત્કાલિક નાશ કરવાનો રહેશે. તમને વેબસાઇટ અથવા કોઈપણ સામગ્રીમાં અધિકાર, માલિકી અથવા તમારો કોઈ હિતસંબંધ નથી (અને કોઈ કૉપિરાઇટ, ટ્રેડમાર્ક અથવા અન્ય બૌદ્ધિક સંપત્તિ અધિકાર નથી) અને તમે સાઇટને, વેબસાઇટમાં રહેલ કે તેના પરથી કે અન્ય કોઈ સર્વર પરથી કે અન્ય ઇન્ટરનેટ આધારિત ઉપકરણ પરથી મેળવી શકાય તેવી સામગ્રીને, કંપની દ્વારા આગોતરી લેખિત મંજૂરી વગર “ફ્રેમ” કે “મિરર” નહીં કરવા સહમત થાઓ છો. તમે કોઈ પણ રીતે સાઇટના સંચાલનમાં વિક્ષેપ નહીં પાડવાનો કે તેવો પ્રયાસ નહીં કરવા માટે સંમત થાઓ છો. તમે વેબસાઇટ પર પ્રદર્શિત તમામ અતિરિક્ત પ્રતિબંધોનું પાલન કરવા માટે સંમત છો કારણ કે તે સમય સમય પર અપડેટ થઈ શકે છે.

ટ્રેડમાર્ક

એફએમસી, એફએમસીનો લોગો અને તમામ બ્રાન્ડના નામો, કંપનીના નામો, સેવા ચિન્હો, લોગો અને કંપનીનો ટ્રેડ ડ્રેસ, અથવા તેની પેટાકંપનીઓ, સહયોગીઓ અથવા લાઇસન્સ ધારકો ("ચિન્હો") એ ટ્રેડમાર્ક અથવા અમેરિકા અને અન્ય દેશોમાં કંપનીના કે તેની પેટાકંપનીઓ, સહયોગીઓ અથવા લાઇસન્સ ધારકોના નોંધણીકૃત ટ્રેડમાર્ક. અન્ય બ્રાન્ડના નામો, કંપનીના નામો, સેવા ચિન્હો, લોગો અને ટ્રેડ ડ્રેસ એ અન્યના ટ્રેડમાર્ક અથવા સેવા ચિન્હો હોઈ શકે છે. આ વેબસાઇટ પર, આ નિયમો, શરતો અને નિયંત્રણોમાં મંજૂર કરેલ હોય, અથવા કંપની દ્વારા લેખિતમાં મંજૂર કરેલ હોય તે સિવાયના, તમારા દ્વારા ચિન્હોના અન્ય કોઈપણ રીતના ઉપયોગની સખત મનાઈ છે.

©2021 એફએમસી કોર્પોરેશન. બધા હકો આરક્ષિત.

પેટન્ટની સ્થિતિ

એફએમસી કોર્પોરેશન અન્ય સામગ્રીના સંયોજનમાં ઉત્પાદનના કોઈપણ ઉપયોગો અથવા કોઈપણ પ્રક્રિયા માટેની કામગીરીમાં તૃતીય પક્ષોની પેટન્ટના ઉલ્લંઘનને સમર્થન આપતું નથી; આવા કોઈપણ ઉપયોગ, સંયોજન અથવા કામગીરીને કારણે પેટન્ટ ઉલ્લંઘનની તમામ જવાબદારી ખરીદદારોની રહેશે. એફએમસી કોર્પોરેશન કંપનીના ઉત્પાદનો સંબંધિત અમેરિકાની કેટલીક પેટન્ટના માલિક અથવા લાઇસન્સધારક છે. અહીં વર્ણવવામાં આવેલ એફએમસી ઉત્પાદનો એક કે વધુ અમેરિકા પેટન્ટ હેઠળ અને નિર્ણયની રાહ જોતી પેટન્ટની અરજીઓ અથવા અન્ય દેશોમાં પેટન્ટની અરજીઓ હેઠળ આવરી લેવામાં આવી હોય તેમ શક્ય છે.

વોરંટી

પરિણામોને અસર કરતા અસંખ્ય પરિબળોને કારણે, એફએમસીના ઉત્પાદનો વેચતી વખતે એમ સમજવામાં આવે છે કે ખરીદદાર તેમના ચોક્કસ હેતુ માટે આ ઉત્પાદનો યોગ્ય છે કે નહીં તે પોતાના પરીક્ષણ વડે નક્કી કરશે. એફએમસી દ્વારા સૂચવવામાં આવેલા ઘણા ઉપયોગો અમારા ગ્રાહકોને માત્ર સંભવિત ઉપયોગોની શોધમાં સહાય કરવા માટે દર્શાવવામાં આવ્યા છે. પ્રસ્તુત કરેલી તમામ માહિતી અને ડેટા સચોટ અને વિશ્વસનીય છે, પરંતુ એફએમસી તેના માટે જવાબદાર નથી.

તકનીકી સેવાઓ

આ વેબસાઇટ પર આપવામાં આવેલ માહિતી સામાન્ય પ્રકારની છે. એફએમસીના ઘટકો અને નવી માહિતી માટે ચોક્કસ ઉપયોગ સંબંધિત તકનીકો અને ડેટા સમયાંતરે પ્રકાશિત કરવામાં આવશે.

વેબસાઇટનો આંતરરાષ્ટ્રીય ઉપયોગ

આ વેબસાઇટ પરની કોઈપણ માહિતી અમેરિકાની બહાર યોગ્ય હોય અથવા ડાઉનલોડ કરી શકાય છે તે અંગે કંપની કોઈ રજૂઆત કે દાવો કરતી નથી. આ વેબસાઇટ પર પ્રવેશ અને તેના પરની કોઈપણ માહિતીનો ઉપયોગ અમુક વ્યક્તિઓ દ્વારા અથવા અમુક દેશોમાં કાયદેસર ન પણ હોઈ શકે. જો તમે અમેરિકાની બહારથી આ વેબસાઇટ પર પ્રવેશ કરો છો, તો તમે અમેરિકાના કાયદા અથવા તમારા અધિકારક્ષેત્રના કાયદા હેઠળ તમારી પોતાની જવાબદારી પર આમ કરો છો.

નુકસાન ભરપાઈ

આ વેબસાઇટ પર આપવામાં આવેલ કોઈપણ સામગ્રીની રજૂઆત અને અનધિકૃત ઉપયોગ કરવાથી કૉપિરાઇટ કાયદા, ટ્રેડમાર્ક કાયદા, ગોપનીયતા અને પ્રચારના નિયમો, અમુક સંચાર કાયદા અને નિયમો અને અન્ય લાગુ કાયદા અને નિયમોનું ઉલ્લંઘન થઈ શકે છે. તમારું વપરાશકર્તા નામ અને/અથવા પાસવર્ડનો ઉપયોગ કરીને તમારા કે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ કાર્યો અથવા કાર્યવાહી માટે માત્ર તમે જ જવાબદાર હશો. આવી રીતે, તમે કંપની અને તેના અધિકારીઓ, ડિરેક્ટર, કર્મચારીઓ, આનુષંગિકો, એજન્ટો, લાઇસન્સ ધારકો અને વ્યવસાયિક ભાગીદારોને, લાગુ કાયદા કે નિયમન કે કોઈપણ તૃતીય પક્ષના અધિકારોનું ઉલ્લંઘન કરતા થયેલ તમારા દ્વારા વેબસાઇટના ઉપયોગ અથવા તમારા વપરાશકર્તા નામ અને/અથવા પાસવર્ડનો ઉપયોગ કરીને કોઈપણ વ્યક્તિ દ્વારા વેબસાઇટના ઉપયોગને કારણે કોઈ તૃતીય પક્ષ દ્વારા કરાયેલ કોઈપણ દાવા કે માંગને ટાળવાના હેતુથી કરેલ કે થયેલ કોઈપણ અને તમામ પડતર કિંમત, નુકસાન, જવાબદારીઓ અને ખર્ચ (વકીલની ફી સહિત) સંદર્ભે અથવા તેનાથી મુક્ત કરશો અને નિર્દોષ માનશો.

વિવાદ

આ વેબસાઇટ કંપની દ્વારા ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયામાં તેના કોર્પોરેટ હેડક્વાર્ટરથી નિયંત્રિત અને સંચાલિત કરવામાં આવે છે. આ વેબસાઇટ કે તેમાં રહેલ માહિતી સંબંધિત કોઈપણ વિવાદો પેનસિલ્વેનિયા કાયદા દ્વારા સંચાલિત કરવામાં આવશે (કાયદાના સંઘર્ષના સિદ્ધાંતને ધ્યાનમાં લીધા વિના). આ વેબસાઇટને લગતી તમામ કાર્યવાહી ફક્ત ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયામાં યોગ્ય રાજ્ય અથવા ફેડરલ કોર્ટમાં લાવવામાં આવશે.

સંપૂર્ણ કરાર

આ નિયમો અને શરતો કંપની અને તમારા વચ્ચે સમગ્ર અને એકમાત્ર કરારની રચના કરે છે અને આ વેબસાઇટને લગતા તમામ અગાઉના અથવા સમકાલીન કરારો, પ્રતિનિધિત્વ, બાંહેધરીઓ અને સમજૂતીને રદ કરે છે.