મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો
પાકનો પ્રકાર

અનાજ

ભારતમાં બે સૌથી મહત્વપૂર્ણ ધાન્ય ઘઉં અને મકાઈ છે.

ઘઉં એક ઘાસ છે, જેની ખેતી મોટા પાયે તેના બીજ માટે કરવામાં આવે છે. ઘઉંની ઘણી પ્રજાતિઓને ભેગી કરીને જીનસ ટ્રિટિકમ નામ આપવામાં આવેલ છે. જેમાં સામાન્ય ઘઉં (ટી. એસ્ટિવમ) મોટા પાયે ઉગાડવામાં આવે છે. ભારતમાં ઘઉંની ખેતી પરંપરાગત રીતે ઉત્તર ભારતના પ્રદેશોમાં કરવામાં આવે છે. ઉત્તર ભારતના રાજ્યો પંજાબ અને હરિયાણા મોટા પાયે ઘઉંનું ઉત્પાદન કરી રહ્યા છે.

બીજી બાજુ મકાઈ પણ એક ધાન્ય પાક છે, જે એક કણસલાં પર મોટા દાણા રૂપે ઉગે છે. મકાઈને ધાન્યની રાણી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે તમામ ધાન્ય કરતા સૌથી વધુ આનુવંશિક ઉપજ ક્ષમતા ધરાવે છે. ભારતમાં ચોખા અને ઘઉં પછી મકાઈ એ ત્રીજો સૌથી મહત્વપૂર્ણ ખાદ્ય પાક છે.

પાકની વધુ ઉપજ માટે પડકારરૂપ જીવાતો, રોગો અને નીંદણની તકલીફોને દૂર કરવા વિવિધ પ્રકારની શ્રેણીઓના, લાંબા સમય સુધી પાક સંરક્ષણ આપતા ઉત્પાદનોનો લાભ લો. તમે ઘઉં અને મકાઈના પાકના સ્વાસ્થ્ય અને વધુ ઉપજ માટે ચિંતાજનક પરિસ્થિતિઓ સામે રક્ષણ આપવા માટે એફએમસી ઉત્પાદનો પર ભરોસો મૂકી શકો છો.

સંબંધિત ઉત્પાદનો

ઉત્પાદનોનો આ પાક માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય, તે જાણવા માટે ઉત્પાદન પસંદ કરો.