એફએમસી કોર્પોરેશન (હવે પછી તેને "એફએમસી", “અમે”, “અમને”, “અમારું” તરીકે ઉલ્લેખવામાં આવેલ છે) દ્વારા વેબસાઇટ ("વેબસાઇટ ") સંચાલિત કરવામાં આવે છે જેના પર આ કૂકી નીતિ (“નીતિ”) દર્શાવવામાં આવેલ છે. આ નીતિ અમે પિક્સેલ્સ, સ્થાનિક સ્ટોરેજ ઑબ્જેક્ટ્સ અને તેવા અન્ય ઉપકરણોની સાથે (સામૂહિક રીતે “કૂકીઝ”, સિવાય કે અન્ય રીતે નોંધવામાં આવેલ હોય) કૂકીઝનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ અને તમારી પાસેની પસંદગીઓ વિશે માહિતી આપે છે.
એફએમસી કોર્પોરેશન (હવે પછી તેને "એફએમસી", “અમે”, “અમને”, “અમારું” તરીકે ઉલ્લેખવામાં આવેલ છે) દ્વારા વેબસાઇટ ("વેબસાઇટ ") સંચાલિત કરવામાં આવે છે જેના પર આ કૂકી નીતિ (“નીતિ”) દર્શાવવામાં આવેલ છે. અમે પિક્સેલ્સ, સ્થાનિક સ્ટોરેજ ઑબ્જેક્ટ્સ અને તેવા અન્ય ઉપકરણો (સામૂહિક રીતે “કૂકીઝ” કહેવાય, સિવાય કે અન્ય રીતે નોંધવામાં આવેલ હોય) તેમની સાથે કૂકીઝનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ અને તમારી પાસેની પસંદગીઓ વિશે આ નીતિ માહિતી આપે છે. આ નોટિસમાં નીચે જણાવ્યા પ્રમાણેની બાબતોનો સમાવેશ થાય છે:
અમે કૂકીઝનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ
અમારા દ્વારા ઉપયોગમાં લેવાતી કૂકીઝના પ્રકાર અને કારણ
તમારી કૂકીઝનું સંચાલન કેવી રીતે કરવું
જાહેરાત અને એનાલિટિક્સ વિશે અતિરિક્ત માહિતી
અમે કૂકીઝનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ
અમારી વેબસાઇટને શક્ય તેટલી સરળ રીતે કાર્યરત રાખવા અને દરેક મુલાકાતીને વેબ સેવાઓ અને ફંક્શન પૂરા પાડવા એવી ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે જે વપરાશકર્તા માટે સરળ હોય અને તેઓ વેબસાઇટ પર વધુ સમય ગાળી શકે. કૂકીઝ, પિક્સેલ ટેગ્સ, લોકલ સ્ટોરેજ ઓબ્જેકટ્સ અને સ્ક્રિપ્ટ વગેરે આ ટેક્નોલોજીના ઉદાહરણો છે.
અમે વિવિધ હેતુઓ માટે કૂકીઝનો ઉપયોગ કરી શકીએ છીએ. દાખલા તરીકે, વેબ આંકડાઓની ગણતરી કરવા અથવા જ્યારે તમે અમારી વેબસાઇટની મુલાકાત લો ત્યારે તમારો અનુભવ સુધારવા માટે.
તમારી ગોપનીયતા અમારા માટે મહત્વની છે, માટે અમે તમને અમારી વેબસાઇટ પર કઈ કૂકીઝનો ઉપયોગ કરવામાં આવે છે અને તમે તમારી કૂકીની પસંદગીઓનું કેવી રીતે સંચાલન કરી શકો છો તે વિશે વધુ વિગતવાર જણાવવા માંગીએ છીએ. મોટા ભાગની કૂકીઝ વ્યક્તિગત માહિતીનો સંગ્રહ કરતી નથી. જો કે, સમયાંતરે કૂકીઝમાં વ્યક્તિને લગતી એવી માહિતીનો સમાવેશ થઈ શકે છે જેના દ્વારા તે વ્યક્તિને એકલા અથવા અમને ઉપલબ્ધ અન્ય માહિતી (“વ્યક્તિગત માહિતી”) જેમ કે તમારું આઇપી એડ્રેસ, તે સાથેના સંયોજનથી ઓળખી શકાય છે. અમે કૂકીઝનો ઉપયોગ શા માટે કરીએ છીએ અને તે તમારી પાસેથી અને તમારા વિશે કેવી માહિતી એકત્ર કરે છે તે જાણવા માટે, કૃપા કરીને આ કૂકી નીતિ અને અમારી ગોપનીયતા નીતિ કાળજીપૂર્વક વાંચો.
કૂકી એ અક્ષરો અને આંકડાઓ ધરાવતી એક નાની ફાઇલ છે, જે અમે તમારા બ્રાઉઝર પર અથવા અમારી વેબસાઇટની મુલાકાત લેતી વખતે ઉપયોગ કરતા ઉપકરણની હાર્ડ ડ્રાઇવ પર સંગ્રહિત કરીએ છીએ. તમે તમારા બ્રાઉઝરમાં કૂકીઝને અવરોધિત કરવાની ગોઠવણ કરી હોય તે સિવાય, અમારી સિસ્ટમ તમે વેબસાઇટની મુલાકાત લો તે સાથે જ તમારા બ્રાઉઝર પર કૂકીઝ સંગ્રહિત કરશે.
કૂકીઝ વિવિધ પ્રકારની હોય છે, જે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી વિવિધ કાર્યક્ષમતાઓ ધરાવતી હોય છે:
પ્રથમ અને તૃતીય પક્ષની કૂકીઝ
પ્રથમ પક્ષની કૂકી અને તૃતીય પક્ષની કૂકી વચ્ચેનો તફાવત એ તમારા ઉપકરણ પર કૂકી કોણ મૂકે છે તેના આધારે હોય છે.
● પ્રથમ પક્ષની કૂકીઝ એ જે તે સમયે વપરાશકર્તા દ્વારા વેબસાઇટની મુલાકાત વખતે તે વેબસાઇટ દ્વારા સેટ કરવામાં આવે છે (દા.ત., અમારા વેબસાઇટ ડોમેન, ઉદાહરણ તરીકે www.ag.fmc.com, દ્વારા સંગ્રહિત કરવામાં આવેલ કૂકીઝ).
● તૃતીય પક્ષની કૂકીઝ એવી કૂકીઝ છે, જે વપરાશકર્તા દ્વારા મુલાકાત લેવામાં આવતી વેબસાઇટ સિવાય અન્ય ડોમેન દ્વારા સેટ કરવામાં આવે છે. જો કોઈ વપરાશકર્તા વેબસાઇટની મુલાકાત લે અને અન્ય એકમ તે વેબસાઇટ દ્વારા કૂકી સેટ કરે છે, તો આ તૃતીય પક્ષની કૂકી હશે.
નિરંતર કૂકીઝ
આ કૂકીઝ, કૂકીમાં ઉલ્લેખિત સમયગાળા માટે વપરાશકર્તાના ઉપકરણ પર રહે છે. જ્યારે પણ વપરાશકર્તા આ ચોક્કસ કૂકી બનાવનાર વેબસાઇટની મુલાકાત લે છે, ત્યારે તે કૂકી સક્રિય થાય છે.
સત્રની કૂકીઝ
આ કૂકીઝ વેબસાઇટ સંચાલકોને બ્રાઉઝરના સત્ર દરમિયાન વપરાશકર્તાની પ્રવૃત્તિઓને જોડવાની મંજૂરી આપે છે. બ્રાઉઝરનું સત્ર જ્યારે વપરાશકર્તા બ્રાઉઝર વિન્ડો ખોલે ત્યારે શરૂ થાય છે અને જ્યારે તેઓ બ્રાઉઝર વિન્ડો બંધ કરે ત્યારે સમાપ્ત થાય છે. સત્રની કૂકીઝ અસ્થાયી રૂપે બનાવવામાં આવે છે. એકવાર તમે બ્રાઉઝર બંધ કરો પછી, સત્રની તમામ કૂકીઝ હટાવવામાં આવે છે.
અમારા દ્વારા ઉપયોગમાં લેવાતી કૂકીઝના પ્રકાર અને કારણ
સામાન્ય રીતે, વેબસાઇટ દ્વારા કૂકીઝનો ઉપયોગ તમને વેબસાઇટના અન્ય વપરાશકર્તાઓથી અલગ કરવા માટે કરવામાં આવે છે. આ અમને વેબસાઇટ બ્રાઉઝ કરતી વખતે તમને સારો અનુભવ પ્રદાન કરવામાં અને તેમાં સુધારો કરવામાં મદદ કરે છે.
વેબસાઇટ પર અમે જે કૂકીઝનો ઉપયોગ કરી શકીએ છીએ તેને નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય છે:
● સંપૂર્ણપણે અનિવાર્ય
● કામગીરી
● કાર્યક્ષમતા
● લક્ષિત
કેટલીક કૂકીઝ આ હેતુઓમાંથી એક કરતાં વધુ હેતુ પાર પાડી શકે છે. સંપૂર્ણપણે અનિવાર્ય, કામગીરી, કાર્યક્ષમતા અથવા લક્ષિત કૂકીઝનો ઉપયોગ કરીને તમારી વ્યક્તિગત માહિતી પ્રક્રિયા કરવામાં આવે છે, તેને તમે જ્યાં સુધી કૂકીઝ હટાવો નહીં ત્યાં સુધી અથવા પ્રથમ વાર કૂકી સ્વીકાર્યાના 13 મહિના પછી આપમેળે દૂર ના થાય ત્યાં સુધી, સંગ્રહિત કરવામાં આવે છે.
'સંપૂર્ણપણે અનિવાર્ય' કૂકીઝ તમને વેબસાઇટના અન્ય વિભાગોની મુલાકાત લેવા દે છે અને સુરક્ષિત વિસ્તારો જેવી આવશ્યક સુવિધાઓનો ઉપયોગ કરવા દે છે. આ કૂકીઝ વગર અમે વિનંતી કરેલી સેવાઓ પ્રદાન કરી શકતા નથી. સંપૂર્ણપણે અનિવાર્ય કૂકીઝ એ રીતે નિર્ધારિત કરવામાં આવેલ છે, તે અહીં જુઓ કૂકીની સૂચિ. આ કૂકીઝના ઉપયોગ માટેનો કાનૂની આધાર, કરારનું પાલન કે અમારા કાયદેસર હિતો છે, જે નીચે મુજબ સૂચિબદ્ધ છે:
● તમે વેબસાઇટ પર લૉગ-ઇન થયેલ છો તે નિર્ધારિત કરવા અને તમને પ્રમાણિત કરવા.
● જ્યારે અમે વેબસાઇટની કાર્યપ્રણાલીમાં કોઈ ફેરફાર કરીએ ત્યારે તેમાં તમે યોગ્ય સેવા સાથે જોડાઓ તે સુનિશ્ચિત કરવા.
● સુરક્ષાના હેતુસર.
આ કૂકીઝ સ્વીકારવી એ વેબસાઇટનો ઉપયોગ કરવાની શરત છે, તેથી જો તમે આ કૂકીઝને રોકો છો, તો અમે તમારી મુલાકાત દરમિયાન વેબસાઇટ કે તેના પરની સુરક્ષા કેવી રીતે કાર્ય કરશે તેની ખાતરી આપી શકતા નથી.
'કામગીરી' કૂકીઝ તમે વેબસાઇટનો ઉપયોગ કેવી રીતે કરો છો દા.ત. તમે કયા પેજની મુલાકાત લો છો, અને જો તમને કોઈ ભૂલનો અનુભવ થાય, તે વિશેની માહિતી એકત્રિત કરે છે. આ કૂકીઝ કોઈપણ વ્યક્તિગત માહિતી એકત્રિત કરતી નથી અને તેનો ઉપયોગ માત્ર અમારી વેબસાઇટની કાર્યશૈલી બહેતર કરવામાં, અમારા વપરાશકર્તાઓની રુચિ સમજવામાં અને અમારા જાહેરાતની અસરકારકતાને માપવામાં મદદ કરવા માટે કરવામાં આવે છે.
અમે ઉપયોગ કરી શકીએ છીએ કામગીરી કૂકીઝ આવા હેતુઓ માટે:
● વેબનું વિશ્લેષણ કરવું: વેબસાઇટનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તે વિશે આંકડાકીય માહિતી પ્રદાન કરવી.
● એફિલિએટ ટ્રેકિંગ (સંલગ્ન ટ્રેકિંગ) કરવું: સંલગ્ન સંસ્થાઓને જાણ કરવી કે અમારા એક મુલાકાતીએ તેમની સાઇટની પણ મુલાકાત લીધી છે.
● વેબસાઇટ પર કોઈ ઉત્પાદન અથવા સેવા જોઈ હોય તેવા વપરાશકર્તાઓની સંખ્યા વિશે માહિતી મેળવવી.
● કોઈપણ ત્રુટિ થાય તો તેને માપીને વેબસાઇટને સુધારવામાં અમારી સહાય કરવી.
● વેબસાઇટ માટે વિવિધ ડિઝાઇન ચકાસવી.
આમાંથી કેટલીક કૂકીઝ અમારા માટે તૃતીય પક્ષ દ્વારા સંચાલિત હોઈ શકે છે.
'કાર્યક્ષમતા' કૂકીઝનો ઉપયોગ સેવાઓ પ્રદાન કરવા અથવા તમારી મુલાકાત બહેતર બનાવવા માટે સેટિંગ્સ યાદ રાખવા માટે કરવામાં આવે છે. સંપૂર્ણપણે કાર્યક્ષમતા કૂકીઝ એ રીતે નિર્ધારિત કરવામાં આવેલ છે, તે અહીં જુઓ કૂકીની સૂચિ. આ કૂકીઝના ઉપયોગ માટેનો કાનૂની આધાર, કરારનું પાલન કે અમારા કાયદેસર હિતો છે, જે નીચે મુજબ સૂચિબદ્ધ છે:
અમે ઉપયોગ કરી શકીએ છીએ કાર્યક્ષમતા કૂકીઝ આવા હેતુઓ માટે:
● ગોઠવણી, લખાણની સાઇઝ, તમારી પસંદગીઓ અને રંગો જેવી સેટિંગ્સ યાદ રાખવી.
● તમે કોઈ સર્વેક્ષણ ભરવા માંગો છો તે અંગે અમે તમને પહેલા પૂછ્યું હતું કે નહીં તે યાદ રાખવું.
● જો તમે વેબસાઇટ પર કોઈ ચોક્કસ ઘટક અથવા સૂચિ સાથે જોડાયેલા હોવ તો તેને યાદ રાખવા જેથી તે પુનરાવર્તિત ન થાય.
● જ્યારે તમે વેબસાઇટમાં લૉગ-ઇન થયા હોવ ત્યારે તમને દર્શાવવા.
● જોડેલ વિડિયો સામગ્રી પૂરી પાડવી અને દર્શાવવી.
આમાંથી કેટલીક કૂકીઝ અમારા માટે તૃતીય પક્ષ દ્વારા સંચાલિત હોઈ શકે છે.
'ટાર્ગેટિંગ’ કૂકીઝનો ઉપયોગ આ વેબસાઇટ સહિત અન્ય વેબસાઇટ્સ, એપ્સ અને ઑનલાઇન સેવાઓ, તમે મુલાકાત લીધેલ પેજ સહિત, અને તમે અનુસરણ કરેલ લિંકની નોંધ માટે કરવામાં આવે છે, જે અમને વેબસાઇટ પર લક્ષિત જાહેરાતો પ્રદર્શિત કરવામાં સહાયરૂપ બને છે. તમારી સંમતિ એ અમારી લક્ષિત કૂકીઝના ઉપયોગ માટેનો કાનૂની આધાર છે.
અમે ઉપયોગ કરી શકીએ છીએ લક્ષિત કૂકીઝ આવા હેતુઓ માટે:
● વેબસાઇટ પર લક્ષિત જાહેરાતો પ્રદર્શિત કરવા.
● અમે વ્યક્તિગત જાહેરાતો અને કન્ટેન્ટ વધુ સારી રીતે પ્રદાન કરવા અને વેબસાઇટ પર જાહેરાત અભિયાનોની સફળતાને માપવા માટે.
આમાંથી કેટલીક કૂકીઝ અમારા માટે તૃતીય પક્ષ દ્વારા સંચાલિત હોઈ શકે છે.
અમે અમારી વેબસાઇટ્સ પર કઈ કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ તે વિશેની અતિરિક્ત માહિતી માટે, કૃપા કરીને નીચે જુઓ અને અમારી કૂકી સૂચિ જુઓ.
તમારી કૂકીઝનું સંચાલન કેવી રીતે કરવું
જો તમે તમારા ઉપકરણ પર અમારી વેબસાઇટ દ્વારા કૂકીઝ સંગ્રહ કરવા નથી ઇચ્છતા, તો તમે તમારા બ્રાઉઝરનું સેટિંગ્સ બદલી શકો છો જેથી ચોક્કસ કૂકીઝ સંગ્રહ કરતા પહેલાં તમને ચેતવણી મળી શકે. મોટાભાગના વેબ બ્રાઉઝર્સ બ્રાઉઝર સેટિંગ્સ દ્વારા મોટાભાગની કૂકીઝ પર કેટલાક નિયંત્રણની મંજૂરી આપે છે, એટલે કે તમે તમારા સેટિંગ્સને, તમારું બ્રાઉઝર અમારા મોટાભાગની કૂકીઝ અથવા તૃતીય પક્ષની અમુક ચોક્કસ કૂકીઝને નકારે એ રીતે ગોઠવી શકો છો. તમે તમારા ઉપકરણ પર પહેલેથી સંગ્રહિત કૂકીઝને હટાવીને કૂકીઝ માટેની તમારી સંમતિ પણ પાછી ખેંચી શકો છો.
કૃપા કરીને ધ્યાન રાખો કે જો તમે કોઈપણ કૂકીઝ સ્વીકારવા અને તે મુજબ તમારી બ્રાઉઝર સેટિંગ્સ બદલવા માંગતા નથી, તો અમારી વેબસાઇટ યોગ્ય રીતે કાર્ય કરશે તેની અમે ખાતરી આપી શકતા નથી. આનો અર્થ એ છે કે તમે આ વેબસાઇટની તમામ સુવિધાઓનો મહત્તમ ઉપયોગ કરી શકશો નહીં અથવા વેબસાઇટના અમુક ભાગ તમને ઉપલબ્ધ થશે નહીં.
કૃપા કરીને નોંધ કરશો કે તમારે ઉપયોગમાં લેતા દરેક બ્રાઉઝર અને ઉપકરણ માટે તમારા સેટિંગ્સ બદલવાના રહેશે. તદુપરાંત, આવી પદ્ધતિઓ અમુક કૂકી વિનાની ઑનલાઇન ટ્રેકિંગ ટેક્નોલોજીના કિસ્સામાં કામ કરશે નહીં.
તમારી સેટિંગ્સ અને કૂકીઝ બદલવાની પ્રક્રિયાઓ પ્રત્યેક બ્રાઉઝર માટે અલગ હોય છે, પરંતુ સામાન્ય રીતે, તે તમારા ઇન્ટરનેટ બ્રાઉઝરના 'વિકલ્પો' અથવા 'પસંદગીઓ' મેનુમાં હોય છે. જો જરૂરી હોય તો, તમે તમારા બ્રાઉઝર પર સહાય વિકલ્પનો ઉપયોગ કરી શકો છો અથવા તમારા બ્રાઉઝરના કૂકી સેટિંગ્સ પર સીધા જ જવા માટે નીચેની લિંકમાંની કોઈ એક પર ક્લિક કરીને જઇ શકો છો.
· ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં કૂકી સેટિંગ્સ
· મોઝિલા ફાયરફોક્સમાં કૂકી સેટિંગ્સ
· ગૂગલ ક્રોમમાં કૂકી સેટિંગ્સ
· સફારીમાં કૂકી સેટિંગ્સ
· ઓપેરામાં કૂકી સેટિંગ્સ
વધારે માહિતી
કઈ કૂકીઝ સેટ થયેલ છે તે કેવી રીતે જાણવું, અને તેમનું સંચાલન કેવી રીતે કરવું અને તેમને કેવી રીતે હટાવવી સહિતની કૂકીઝ વિશે વધુ માહિતી મેળવવા માટે, www.aboutcookies.org અથવા www.allaboutcookies.org ની મુલાકાત લો. તમે આ વેબસાઇટ પર કેનેડાના ગોપનીયતા કમિશનરની ઑફિસની કૂકીઝ માર્ગદર્શિકાની મુલાકાત પણ લઈ શકો છો.
તમારા માટે કૂકીઝનું સંચાલન કરી શકે તેવા સોફ્ટવેર પણ ઉપલબ્ધ છે. તમે અમારી વેબસાઇટ પર ઉપયોગમાં લેવાતી દરેક કૂકીને સ્વીકારવા અથવા નકારવા માટે www.ghostery.com નો પણ ઉપયોગ કરી શકો છો.
જાહેરાત અને એનાલિટિક્સ વિશે અતિરિક્ત માહિતી
અમારી વેબસાઇટની કઈ માહિતીમાં અમારા મુલાકાતીઓને રસ છે તે નક્કી કરવા માટે અમે વેબ સ્ટેટિસ્ટિક્સ કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ અમને અમારી વેબસાઇટની રચના, અવર-જવર અને સામગ્રીને તમારા માટે શક્ય તેટલી ઉપયોગ માટે સરળ બનાવવામાં મદદરૂપ થાય છે. આ કૂકીઝનો ઉપયોગ (i) અમારા વેબ પેજના મુલાકાતીઓની સંખ્યાની નોંધ રાખવા; (ii) દરેક વપરાશકર્તા દ્વારા અમારા વેબ પેજ પર ગાળવામાં આવતા સમયની નોંધ રાખવા; (iii) મુલાકાતી અમારી વેબસાઇટના વિવિધ પાનાની મુલાકાત કયા ક્રમમાં લે છે તે નક્કી કરવા; (iv) વેબસાઇટના કયા ભાગોને બદલવાની જરૂર છે તેનું મૂલ્યાંકન કરવા; અને (v) વેબસાઇટને બહેતર બનાવવા માટે કરવામાં આવે છે.
ગૂગલ એનાલિટિક્સ:
આ વેબસાઇટ ગૂગલ એલએલસી ("ગૂગલ") દ્વારા પૂરી પાડવામાં આવતી વેબ વિશ્લેષણ સેવા, ગૂગલ એનાલિટિક્સનો ઉપયોગ કરે છે. ગૂગલ એનાલિટિક્સ કાર્ય-સુવિધાઓ અને વપરાશકર્તા માટે ઉપયોગની સરળતામાં સુધારો કરવા માટે માહિતી એકત્રિત કરવા, દેખરેખ રાખવા અને વિશ્લેષણ કરવા, અને અમારા મુલાકાતીઓની જરૂરિયાતો અનુસાર સેવાઓને વધુ સારી રીતે તૈયાર કરવા માટે કૂકીઝનો ઉપયોગ કરે છે. તે અનુસાર, તમારા આઇપી એડ્રેસ જેવી ઉપયોગ સંબંધી માહિતી ગૂગલને પ્રદાન કરવામાં આવે છે, તે આવી માહિતીને અને આ માહિતીના સંગ્રહ અને ઉપયોગ વિશેની તમારી કોઈ પસંદગીઓ હોય તો તેને કેવી રીતે સંભાળશે, તે અંગેની તેની પોતાની ગોપનીયતા નીતિ છે. એફએમસી વતી ગૂગલ આ માહિતીનો ઉપયોગ વેબસાઇટના તમારા ઉપયોગનું મૂલ્યાંકન કરવા, વેબસાઇટ પરની પ્રવૃત્તિ વિશે અહેવાલો તૈયાર કરવા અને અમને વેબસાઇટ પ્રવૃત્તિ અને ઇન્ટરનેટ વપરાશ સંબંધિત અન્ય સેવાઓ પ્રદાન કરવા માટે કરશે.
કૃપા કરીને નોંધ કરશો કે વેબસાઇટ પર ગૂગલ એનાલિટિક્સ કોડને, આઇપી એડ્રેસ અનામી રીતે મેળવાય (જેને આઇપી-માસ્કિંગ કહેવાય છે) તે સુનિશ્ચિત કરવા માટે, "gat._anonymizeip();" દ્વારા સહાય કરવામાં આવે છે.
ગૂગલ એનાલિટિક્સ કૂકીઝ વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને ગૂગલ એનાલિટિક્સનું સહાયતા પેજ અને ગૂગલની ગોપનીયતા નીતિ જુઓ. ઉપયોગના નિયમો અને શરતો અને માહિતીની ગોપનીયતા સંબંધિત વધુ માહિતી અહીં મળી શકે છે.
એનાલિટિક્સ ઓપ્ટ-આઉટ
ગૂગલ દ્વારા ગૂગલ એનાલિટિક્સ ઑપ્ટ-આઉટ બ્રાઉઝર ઍડ-ઑન વિકસિત કરવામાં આવેલ છે; જો તમે ગૂગલ એનાલિટિક્સમાંથી બહાર નીકળવા માંગો છો, તો તમે તમારા વેબ બ્રાઉઝર માટે ઍડ-ઑન અહીંથી ડાઉનલોડ અને ઇન્સ્ટૉલ કરી શકો છો.
યુરોપિયન ઇકોનોમિક એરિયામાં અનામીકરણ / ટૂંકાણ
ગૂગલ એનાલિટિક્સ આઇપી માસ્કિંગ સુવિધા પ્રદાન કરે છે, જે અમારા દ્વારા સક્રિય કરી શકાય છે. આઇપી માસ્કિંગ આ વેબસાઇટ પર સક્રિય કરવામાં આવે છે, જેનો અર્થ એ છે કે યુરોપિયન યુનિયનના સભ્ય દેશો અથવા યુરોપિયન ઇકોનોમિક એરિયાના કરારના અન્ય પક્ષો દ્વારા તમારું આઇપી એડ્રેસ એકત્રિત કરવામાં આવે તે પહેલાં ગૂગલ દ્વારા (આઇપી માસ્કિંગ/ટ્રંકેટીંગ ) તેને ટૂંકું કરવામાં આવશે. માત્ર અપવાદરૂપ કિસ્સાઓમાં જ સંપૂર્ણ આઇપી એડ્રેસ અમેરિકામાં રહેલ ગૂગલ સર્વર પર મોકલવામાં આવશે અને તેને ત્યાં ટૂંકું કરવામાં આવશે. આ વેબસાઇટ વતી, અમારા તેમ જ વેબસાઇટ સંબંધિત સેવાઓ પ્રદાન કરતા તૃતીય પક્ષો માટે ગૂગલ આ માહિતીનો ઉપયોગ તમારા દ્વારા કરવામાં આવતા વેબસાઇટના ઉપયોગનું મૂલ્યાંકન કરવા, તમારી પ્રવૃત્તિઓનો અહેવાલ સંકલિત કરવા માટે કરશે. ગૂગલ દ્વારા એકત્રિત કરાયેલ અન્ય કોઈપણ ડેટા સાથે તમારા આઇપી. એડ્રેસને ગૂગલ દ્વારા સાંકળવામાં આવશે નહીં. આ નોટિસમાં ચર્ચવામાં આવ્યા મુજબ તમે તમારા બ્રાઉઝર પર યોગ્ય સેટિંગ્સ પસંદ કરીને આ કૂકીઝનો ઉપયોગ કરવાનો ઇનકાર કરી શકો છો. જોકે, કૃપા કરીને નોંધ કરશો કે જો તમે આમ કરો છો, તો તમે વેબસાઇટની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરી શકતા નથી. વધુમાં, તમે અહીં ઉપલબ્ધ બ્રાઉઝર પ્લગ-ઇન ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરીને ગૂગલને માહિતી સંગ્રહ કરતા અને ઉપયોગ કરતા (કૂકીઝ અને આઇપી એડ્રેસ) રોકી શકો છો.
ગૂગલ એડર્વટાઇઝિંગ:
અમારી કૂકી સૂચિમાં નોંધ્યા મુજબ, અમે તમને અમારી વેબસાઇટ્સ પર સ્થળ અને પ્રવૃત્તિઓના આધારે લક્ષિત જાહેરાતો દર્શાવીએ છીએ. અમે ગૂગલ ઍડ્સ સહિત તૃતીય-પક્ષની જાહેરાતના નેટવર્ક્સમાં પણ ભાગ લઈએ છીએ અને ગૂગલને ઉપયોગની માહિતી એકત્રિત કરવા અને લક્ષિત જાહેરાતો પ્રદર્શિત કરવા માટે અમારી વેબસાઇટ્સ પર કૂકીઝ, પિક્સેલ ટેગ્સ અને અન્ય ટ્રેકિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની મંજૂરી આપીએ છીએ; ગૂગલ તેમના દ્વારા એકત્રિત કરવામાં આવતી માહિતીને અન્ય સ્રોતોમાંથી તમારા વિશે એકત્ર કરવામાં આવેલ અન્ય માહિતી સાથે સાંકળી શકે છે. તમે ગૂગલ એડર્વટાઇઝિંગને લગતી તમારી જાહેરાત માટેની પ્રાથમિકતાઓ અહીં પસંદ કરી શકો છો.
ગૂગલ ટેગ મેનેજર
અમે અમારા ગૂગલ અને તૃતીય પક્ષ એનાલિટિક્સ અને માર્કેટિંગ ટેગ્સને અસરકારક રીતે સંચાલિત કરવા માટે ગૂગલ ટેગ મેનેજરનો ઉપયોગ કરીએ છીએ. તમે ગૂગલ ટેગ મેનેજર વિશે અહીં વધુ માહિતી મેળવી શકો છો.
સોશિયલ મીડિયા કૂકીs
અમારી વેબસાઇટ ચોક્કસ તૃતીય પક્ષની કૂકીઝ, પિક્સેલ્સ અને/અથવા પ્લગ-ઇન્સને (જેમ કે ફેસબુક કનેક્ટ અને ટ્વિટર પિક્સેલ) એકીકૃત કરી શકે છે. આ કૂકીઝ તમારા વિશેની માહિતી, જેમ કે તમારું આઇપી એડ્રેસ અને તમે મુલાકાત લીધેલ પેજ જેવી માહિતી એકત્રિત કરી શકે છે. આ કૂકીઝ તેમને પ્રદાન કરનાર તૃતીય પક્ષની ગોપનીયતા નીતિ દ્વારા સંચાલિત થાય છે.
તમે ફેસબુકની ગોપનીયતા નીતિ અહીં અને ટ્વિટરની ગોપનીયતા નીતિ અહીં જોઈ શકો છો.
જોડાયેલા ઉપકરણો
અમે અથવા અમારા તૃતીય પક્ષ સેવા પ્રદાતાઓ લક્ષિત જાહેરાત, વિશ્લેષણ, ગુણવત્તા અને અહેવાલના હેતુ માટે સંબંધિત વેબ બ્રાઉઝર અને ઉપકરણો (જેમ કે સ્માર્ટફોન્સ, ટૅબ્લેટ્સ, કમ્પ્યુટર્સ અને ટીવી) વચ્ચે જોડાણો સ્થાપિત કરવા માટે એકત્રિત માહિતીનો ઉપયોગ કરી શકે છે. જો તમે અનેક ઉપકરણોથી એકસમાન ઑનલાઇન સેવામાં લૉગ-ઇન કરો છો અથવા જો તમારા ઉપકરણો એક જ વ્યક્તિ અથવા કુટુંબ દ્વારા ઉપયોગમાં લેવાય છે તેવા તારણને સમર્થન આપતી સમાન લાક્ષણિકતાઓ ધરાવે છે, તો આ તૃતીય પક્ષો તમારા બ્રાઉઝર્સ અથવા ઉપકરણો સાથે અનુરૂપ થઈ શકે છે. આનો અર્થ એ છે કે તમારા વર્તમાન બ્રાઉઝર અથવા ઉપકરણ પર વેબસાઇટ અથવા એપની તમારી પ્રવૃત્તિ વિશેની માહિતીને તમારા અન્ય બ્રાઉઝર્સ અથવા ઉપકરણોમાંથી એકત્રિત કરવામાં આવેલ માહિતી સાથે જોડી શકાય છે.
જો તમને અમારી વેબસાઇટ પર ઉપયોગમાં લેવાતી કૂકીઝ વિશે પ્રશ્નો હોય, તો કૃપા કરીને DataPrivacy@fmc.com પર ઇમેઇલ કરો.
અમે સમયાંતરે આ કૂકી નીતિમાં બદલાવ કરી શકીએ છીએ. આવા કિસ્સામાં, અમે અમારી વેબસાઇટ પર નીતિની સુધારેલી આવૃત્તિ મૂકીશું અથવા તમને સૂચિત કરીશું. કોઈપણ ફેરફારોથી માહિતગાર રહેવા માટે અમે તમને સમયાંતરે વેબસાઇટની મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.
છેલ્લે સુધારિત મે 2020
નીચેની કૂકીઝ અમારી વેબસાઇટ પર કાર્ય કરે છે:
કૂકીનું નામ |
પ્રકાર |
હેતુઓ |
એકત્રિત કરેલ માહિતી |
સમયસીમા |
ગૂગલ ડબલક્લિક |
લક્ષિત/માર્કેટિંગ |
લક્ષિત જાહેરાત, વિવિધ ઉપકરણો વચ્ચે જોડાણ અને જાહેરાતની કામગીરી વિશે માહિતી મેળવવા ઉપયોગમાં લેવામાં આવે છે. |
વપરાશકર્તાના વાઇફાઇ નેટવર્કનું આઇપી એડ્રેસ, પ્લેસમેન્ટ અને જાહેરાત આઇડી, જાહેરાત માટેનું સંદર્ભિત યુઆરએલ |
18 મહિના અથવા વ્યક્તિગત બ્રાઉઝર કૂકી હટાવવા સુધી; ડેટાની વિનંતી કરી શકાય છે અને અહીંથી ડેટા હટાવી શકાય છે: https://policies.google.com/privacy?hl=en#infodelete |
ગૂગલ ઍડવર્ડ્સ |
લક્ષિત/માર્કેટિંગ |
લક્ષિત જાહેરાત, વિવિધ ઉપકરણો વચ્ચે સંકલન અને વેબસાઇટની આંકડાકીય માહિતી સાથે જોડાયેલ જાહેરાતની કામગીરી વિશે માહિતી મેળવવા ઉપયોગમાં લેવામાં આવે છે. |
વપરાશકર્તાનું ભૌગોલિક સ્થાન, એડગ્રુપ અને જાહેરાત, જાહેરાત દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતો સાંકેતિક શબ્દ, અને વેબસાઇટની આંકડાકીય માહિતી. |
18 મહિના વ્યક્તિગત બ્રાઉઝર કૂકી હટાવવા સુધી; ડેટાની વિનંતી કરી શકાય છે અને ડેટા અહીંથી હટાવી શકાય છે: https://policies.google.com/privacy?hl=en#infodelete |
ફેસબુક કનેક્ટ |
લક્ષિત/માર્કેટિંગ |
સોશિયલ પ્લગઇન માટે ઉપયોગમાં લેવાય છે, ફેસબુકને વેબસાઇટની આંકડાકીય માહિતી પૂરી પાડે છે, વેબસાઇટના વિશ્લેષણ અને વર્તનને ફેસબુક વપરાશકર્તાની પ્રોફાઇલ સાથે સાંકળે છે. |
http હેડરની માહિતી, બટન ક્લિકની માહિતી, પિક્સેલની ચોક્કસ માહિતી - પિક્સેલ આઇડી, ઘટનાક્રમ (જો લાગુ પડતું હોય તો). |
હંમેશા, અથવા હટાવવાની વિનંતી ન થાય ત્યાં સુધી (અહીં જુઓ). |
ટ્વિટર પિક્સેલ |
લક્ષિત/માર્કેટિંગ |
સોશિયલ પ્લગઇન માટે ઉપયોગમાં લેવાય છે, ટ્વિટરને વેબસાઇટની આંકડાકીય માહિતી પૂરી પાડે છે, વેબસાઇટના વિશ્લેષણ અને વર્તનને ટ્વિટર વપરાશકર્તાની પ્રોફાઇલ સાથે સાંકળે છે. |
http હેડરની માહિતી, બટન ક્લિકની માહિતી, પિક્સેલની ચોક્કસ માહિતી - પિક્સેલ આઇડી, ઘટનાક્રમ (જો લાગુ પડતું હોય તો). |
હંમેશા, અથવા હટાવવાની વિનંતી ન થાય ત્યાં સુધી (અહીં જુઓ). |
ગૂગલ એનાલિટિક્સ: |
કામગીરી / કાર્યક્ષમતા |
ip ઍડ્રેસ |
2 વર્ષ |
|
_જીઆઇડી - ગૂગલ એનાલિટિક્સ કૂકી |
કામગીરી |
વપરાશકર્તાના અનુભવને સુધારવા માટે વપરાશકર્તાની પ્રવૃત્તિ વિશે આંતરિક મેટ્રિક્સ એકત્રિત કરવા માટે ઉપયોગમાં લેવાય છે. |
ip ઍડ્રેસ |
1 દિવસ |
એક્સએસઆરએફ-ટોકન |
સંપૂર્ણપણે અનિવાર્ય |
અમારી સેવાઓની સુરક્ષા વધારવા અને અમારી સેવાઓમાં ઘૂસણખોરીના વારંવાર પ્રયાસો અટકાવવા માટે ઉપયોગમાં લેવાય છે. |
કંઈ નહીં, અસ્થાયી |
સત્ર |
સત્ર આઇડી |
સંપૂર્ણપણે અનિવાર્ય |
બ્રાઉઝર આઇડીના સંયોજનમાં એફએમસીમાં તમારી ઓળખને પ્રમાણિત કરવા અને વપરાશકર્તાના સ્થાન સાથે સંબંધિત પાક અને ઉત્પાદનની માહિતી પૂરી પાડવા માટે ભૌગોલિક સ્થાનની માહિતી માટે ઉપયોગમાં લેવાય છે. |
રેન્ડમ સંખ્યા પ્રદાન કરે છે |
સત્ર |
gat_gtag_UA_*_* |
કાર્યક્ષમતા / કામગીરી |
ગૂગલ એનાલિટિક્સ કૂકી. વપરાશકર્તાઓને અલગ ઓળખવા માટે ઉપયોગમાં લેવાય છે. |
વપરાશકર્તા સ્તર પર નિર્ધારિત મેટ્રિક્સ વપરાશકર્તા એકત્રિત કરશે
|
સત્ર |
ગૂગલ ટેગ મેનેજર |
કાર્યક્ષમતા |
જાહેરાત અને એનાલિટિક્સ ટેગ્સને એકત્રિત કરવા અને સ્થાપિત કરવા માટે ઉપયોગમાં લેવાય છે. |
સ્ટાન્ડર્ડ http રિક્વેસ્ટ લૉગ્સ |
પ્રાપ્ત થયાના 14 દિવસ પછી |
કૂકી-એગ્રીડ |
કૂકીની સંમતિ |
કૂકીના ઉપયોગની સંમતિની સ્વીકૃતિ માટે ઉપયોગમાં લેવાય છે. |
સ્વીકૃતિની સ્થિતિ દર્શાવતું મૂલ્ય |
ચાર અઠવાડિયા |