મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

ગોપનીયતા નીતિ

ગોપનીયતા નીતિ | અમારી પ્રતિબદ્ધતા:

એફએમસી કોર્પોરેશન માહિતીની ગોપનીયતા અને સુરક્ષા જાળવવા માટે પ્રતિબદ્ધ છે. આ ગોપનીયતા નીતિ (“નીતિ”) એફએમસી કોર્પોરેશન અથવા તેના સહયોગી કે જે આ નીતિ દર્શાવે છે તેઓ (સામૂહિક રીતે એફએમસી કોર્પોરેશન અને તેના સહયોગીઓને આ નીતિમાં "એફએમસી" અથવા "અમે" અથવા "અમને" તરીકે સંબોધવામાં આવ્યા છે) અમારા વિક્રેતાઓ અને પુરવઠાકર્તા, અમારા ગ્રાહકો, સંભવિત વિક્રેતાઓ, પુરવઠાકર્તા અને ગ્રાહકો તેમજ વેબસાઇટની મુલાકાત લેનાર, એફએમસી મોબાઇલ એપનો ઉપયોગ કરનાર કે એફએમસીના સોશિયલ મીડિયા પેજની મુલાકાત લેનાર વ્યક્તિઓની ગોપનીયતાનું રક્ષણ કેવી રીતે કરે છે તે સમજાવે છે.

એફએમસી કોર્પોરેશન અથવા તેના સહયોગી જે આ નીતિ દર્શાવે છે તે આ નીતિમાં આવરી લેવામાં આવેલી વ્યક્તિગત માહિતીનું નિયંત્રણ કરે છે. આ નીતિ "વ્યક્તિગત માહિતી" પર લાગુ પડે છે, એટલે કે કોઈ એવી વ્યક્તિને લગતી માહિતી કે જેને લાગુ ગોપનીયતા કાયદાના ઘેરામાં રહીને અમારી પાસે ઉપલબ્ધ માહિતીના આધારે એકલા અથવા અન્ય માહિતીની સાથે ઓળખી શકાય છે.

આ નીતિમાં નીચેની બાબતો શામેલ છે:

સારાંશ

અમારા દ્વારા એકત્રિત કરવામાં આવતી માહિતી

હેતુઓ

માર્કેટિંગ

સંમતિ

વ્યક્તિગત માહિતી એકત્રિત કરવાની મર્યાદા

વ્યક્તિગત માહિતીનો ઉપયોગ, જાહેર કરવા અને જાળવવા માટેની મર્યાદા

ચોકસાઈ

વ્યક્તિગત માહિતીની સુરક્ષા

અમારી વેબસાઇટની વિશેષ સુવિધાઓ અથવા ભાગનો ઉપયોગ

નિખાલસતા

ઍક્સેસ પ્રદાન કરવો

બાળકોની ગોપનીયતા

અન્ય વેબસાઇટ્સની લિંક

નીતિમાં ફેરફારો

એફએમસીનો સંપર્ક

સારાંશ

આ નીતિ અમે અમારા વર્તમાન અને સંભવિત વિક્રેતાઓ, સપ્લાયર, ગ્રાહકો; વેબસાઇટ મુલાકાતીઓ; એફએમસી મોબાઇલ એપના વપરાશકર્તાઓ અને એફએમસી સોશિયલ મીડિયા પેજના મુલાકાતીઓની કેવા પ્રકારની માહિતી એકત્રિત કરીએ છીએ અને તેની નોંધ રાખીએ છીએ તેનું વર્ણન કરે છે. અમે આ માહિતીનો ઉપયોગ મુખ્યત્વે અમારા વ્યવસાય માટે અને અમારા ઉત્પાદનો વિશે માહિતી આપવા માટે કરીએ છીએ. અમે આ માહિતીને વિશ્વભરમાં એફએમસી જૂથમાં અને તૃતીય પક્ષો, જે અમને સેવા પૂરી પાડે છે અથવા જેમની સાથે અમે વ્યવસાય કરીએ છીએ, તેમની સાથે વહેંચીએ છીએ. જો તમને આ નીતિ વિશે કોઈ પ્રશ્નો હોય, તો DataPrivacy@FMC.com પર સંપર્ક કરો.

અમારા દ્વારા એકત્રિત કરવામાં આવતી માહિતી

એફએમસી તમારી ઓળખ માટે અથવા સીધો સંપર્ક કરવા માટે તમારું નામ, પત્ર-વ્યવહારનું સરનામું, કંપની, શીર્ષક, ઇ-મેઇલ સરનામું અને ફોન નંબર જેવી વ્યક્તિગત માહિતી એકત્રિત કરે છે. અમારી સાથેના વેપારના માધ્યમથી, અમારી સાથે કરાર કરીને, ઓનલાઇન ફોર્મ ભરીને, માહિતી અથવા સેવાઓ (વેપારી કાર્યક્રમો અથવા તે પ્રકારના કોઈ સમાન કાર્યક્રમ સહિત) માટે નોંધણી દ્વારા, નોકરી માટેની અરજી દ્વારા, ઉત્પાદનોના ઉપયોગ માટેની માહિતી પૂરી પાડીને, અથવા અન્ય કોઈ કારણસર તમે હેતુપૂર્વક જે વ્યક્તિગત માહિતી પ્રદાન કરો છો તે અમે એકત્રિત કરીએ છીએ. સામાન્ય રીતે જ્યારે તમે નોંધણી ફોર્મ ભરો છો; અમારી સાથે કરાર કરીને વેપાર કરવા માંગો છો, અથવા જ્યારે તમે અમારી વેબસાઇટ દ્વારા, અમારા સોશિયલ નેટવર્ક પેજ પર, મોબાઇલ એપ પર અથવા ઇ-મેઇલ દ્વારા અન્ય માહિતી આપો છો, ત્યારે અમે તમારી માહિતી સીધી એકત્રિત કરીએ છીએ.

જ્યારે અમારા વ્યવસાયિક ભાગીદારો દ્વારા વર્તમાન અને સંભવિત વિક્રેતાઓ, પુરવઠાકર્તાઓ, ગ્રાહકો વગેરે વિશેની માહિતી આપવામાં આવે, ત્યારે પણ અમે પરોક્ષ રીતે વ્યક્તિગત માહિતી એકત્રિત કરીએ છીએ. અમારી વેબસાઇટ દ્વારા તમે પૂછેલા પ્રશ્નનો ઉકેલ લાવવા અથવા વેચાણ પછીની સેવાઓ પૂરી પાડવા માટે અમારે તમારી વ્યક્તિગત માહિતીની જરૂર પડી શકે છે. ઉપરાંત, અમે તમારી પાસેથી સીધી એકત્રિત કરેલી માહિતીને વ્યાવસાયિક ભાગીદારો અથવા અન્ય કંપનીઓ પાસેથી મેળવેલી માહિતી સાથે જોડી શકીએ છીએ અને આ નીતિમાં વર્ણવેલ કારણો માટે તેનો ઉપયોગ કરી શકીએ છીએ.

એફએમસી અમારા વ્યવસાયિક ભાગીદારો દ્વારા અથવા તેમની સાથે મળીને પ્રદાન કરેલી કેટલીક સેવાઓ માટે સમયાંતરે કો-બ્રાન્ડેડ નોંધણી કરે છે. એવા કિસ્સાઓમાં, અમે સામાન્ય રીતે અમારા વ્યવસાયિક ભાગીદારોને અહીં વર્ણવેલ ગોપનીયતા પ્રથાઓનું પાલન કરવાનું જણાવતા હોઈએ છીએ. તેમ છતાં, અમે અમારા વ્યવસાયિક ભાગીદારોની ગોપનીયતા પ્રથાઓ માટે જવાબદાર નથી અને તમારી માહિતી પૂરી પાડતા પહેલાં તમને કોઈપણ વેબસાઇટની ગોપનીયતા નીતિ જાણી લેવા માટે ભારપૂર્વક પ્રોત્સાહિત કરીએ છીએ.

એફએમસી આ વેબસાઇટના મુલાકાતીઓ પાસેથી, જેમણે એફએમસીની કોઈ પણ મોબાઇલ એપ ડાઉનલોડ કરી હોય અથવા અમારા સોશિયલ નેટવર્ક પેજની મુલાકાત લીધી હોય તેવા વાચકો પાસેથી, અને અમારા ઇ-મેઇલ સમાચારપત્રોના ગ્રાહકો પાસેથી પણ માહિતી એકઠી કરે છે. આ માટે અમે તમારું આઇપી હોસ્ટ સરનામું (તમે વેબસાઇટ, સોશિયલ નેટવર્ક કે એપનો ઉપયોગ કરી રહ્યા છો તેના આધારે), તમે જોયેલા પૃષ્ઠો, બ્રાઉઝર અથવા ઇ-મેઇલ ક્લાયન્ટનો પ્રકાર, ઇન્ટરનેટ બ્રાઉઝિંગ અને ઉપયોગની આદતો, ઇન્ટરનેટ સેવા પ્રદાતા, ડોમેન નેમ, આ વેબસાઇટ પર તમારી મુલાકાતનો સમય/તારીખ, સંદર્ભ યુઆરએલ અને તમારા કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ વિશે માહિતી એકત્રિત કરીએ છીએ. આ માહિતીનો ઉપયોગ સામાન્ય રીતે અમારી વેબસાઇટ અને અન્ય સેવાઓ કે જે અમે સોશિયલ નેટવર્ક અથવા મોબાઇલ એપ પર આપીએ છીએ તેના સંચાલનમાં મદદ કરવા માટે, તમને વધુ સારા ઉત્પાદનો આપવા માટે અને આ નીતિમાં નિર્ધારિત અન્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે.

વ્યવહાર (લેવડદેવડ) અંગેની માહિતી

જો તમે અમારી સાથે વ્યવહાર કરો છો (જેમ કે ખરીદી (અથવા રોજગાર કરાર અથવા સેવા કરારની અપેક્ષાએ), પછી તે ઓફ-લાઇન હોય કે આ વેબસાઇટ પર, તો તમારે તમારું નામ, સામાન પહોંચાડવાના સ્થળનું સરનામું, પસંદ કરેલ ઉત્પાદન(નો) અને તમારી ચુકવણીની માહિતી સહિત વ્યવહાર પૂર્ણ કરવા માટે જરૂરી માહિતી પૂરી પાડવાની રહેશે. કોઈપણ માહિતી પૂરી ન પાડવાના કિસ્સામાં, વિનંતી કરેલી સેવાઓ કે ઉત્પાદનો પ્રદાન કે રોજગાર માટે તમારી અરજી પર વિચાર કરવામાં અમે અસમર્થ હોઈશું.

તમારા વેબ બ્રાઉઝર દ્વારા અમને મોકલવામાં આવતી માહિતી

તમારા ઉપકરણ માટે તમારા વેબસાઇટ અનુભવને કસ્ટમાઇઝ કરવા અને તમારી પસંદગીઓને દર્શાવવા માટે એફએમસી નિષ્ક્રિય રીતે તમારા વેબ બ્રાઉઝર દ્વારા અમને મોકલવામાં આવતી માહિતી એકત્રિત કરે છે. આ માહિતીમાં તમારું ઇન્ટરનેટ પ્રોટોકોલ (આઇપી) સરનામું, તમારા ઇન્ટરનેટ સેવા પ્રદાતાની ઓળખ, તમારી ઓપરેટિંગ સિસ્ટમ અને બ્રાઉઝરનું નામ અને સંસ્કરણ, વેબસાઇટની તમારી મુલાકાતની તારીખ અને સમય, જે પેજ દ્વારા તમે એફએમસીના પેજ પર આવ્યા અને તમે મુલાકાત લીધેલ પેજનો સમાવેશ થઈ શકે છે.

કૂકી દ્વારા નિર્મિત માહિતી

એફએમસી તેની વેબસાઇટ, મોબાઇલ એપ અને સોશિયલ મીડિયા પેજ પર કૂકી અને અન્ય ટ્રેકિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે છે. કૂકી એ એક નાની માહિતી છે, જે વેબ સર્વર પરથી તમારા બ્રાઉઝર પર મોકલવામાં આવે છે અને તમારા ઉપકરણની હાર્ડ ડ્રાઇવ પર અથવા કામચલાઉ મેમરીમાં સંગ્રહિત કરવામાં આવે છે. તમને વધુ વ્યક્તિગત વપરાશકર્તા અનુભવ આપવા માટે આ વેબસાઇટ પર કૂકી સક્ષમ કરવામાં આવેલ છે. તમે તમારા ઇન્ટરનેટ બ્રાઉઝર પર તમારા કૂકી માટેની ગોઠવણી (સેટિંગ્સ) બદલી શકો છો અથવા કોઈપણ સમયે અમારી કૂકીઝને હટાવી શકો છો. જોકે, કૃપા કરીને નોંધ કરો કે કૂકીઝને અક્ષમ કરવાથી આ વેબસાઇટની કાર્યક્ષમતા મર્યાદિત થઈ શકે છે. એફએમસી વેબસાઇટ ખોલવા માટે ઉપયોગ કરવામાં આવતા પ્રત્યેક બ્રાઉઝરને એક અનન્ય કૂકી આપવામાં આવે છે, જેનો ઉપયોગ પુનરાવર્તિત વપરાશનું પ્રમાણ જાણવા, નોંધણી કરેલ અને નોંધણી વગરના વપરાશકર્તા દ્વારા કેટલો ઉપયોગ કરવામાં આવે છે તે જાણવા, અને વપરાશકર્તાની રુચિઓ અને વર્તન પર આધારિત સામગ્રી વિકસાવવા માટે કરવામાં આવે છે. અમે અમારી વેબસાઇટ પર ચોક્કસ ટ્રાફિક પેટર્ન, તમે અમારી વેબસાઇટના નેટવર્કના કયા ભાગ જુઓ છો તે, અને એકંદરે તમારી મુલાકાતની પેટર્ન પણ માપીએ છીએ. અમે આ સંશોધનનો ઉપયોગ અમારા વપરાશકર્તાઓની આદતોની સમાનતા અથવા ભિન્નતા સમજવા માટે કરીએ છીએ, જેથી અમે એફએમસી વેબસાઇટની પ્રત્યેક મુલાકાત વધુ સારી બનાવી શકીએ. તમે અને અન્ય વપરાશકર્તાઓ અમારી સાઇટ પર જે સામગ્રી, બેનર, અને જાહેરાત જુઓ છો તેને તમારી પસંદગી અનુસાર વધુ સારી બનાવવા માટે અમે આ માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ. કૃપા કરીને વધુ માહિતી માટે, અમારી કૂકી નીતિનો સંદર્ભ અહીં લો.

વેબસાઇટ વિશ્લેષણ

અમારી સેવાઓને વધુ સારી તથા વપરાશકર્તા માટે ઉપયોગ કરવામાં સરળ બનાવવા અમારે અમારી વેબસાઇટના ઉપયોગ વિશે આંકડાકીય માહિતીની જરૂર છે. આ હેતુ માટે, અમે નીચેના વિભાગમાં વર્ણવેલ વેબ વિશ્લેષણ સાધનોનો ઉપયોગ કરીએ છીએ. સાધનોના પ્રદાતાઓ ફક્ત અમારા વતી ડેટા પ્રોસેસર તરીકે માહિતી પર પ્રક્રિયા કરે છે અને અમારી સૂચનાઓ અનુસાર કરે છે. કૂકીઝનો ઉપયોગ કરીને અથવા સર્વર લોગ ફાઇલો (ઉપર જુઓ) તરીકે જાણીતી ફાઇલોનું મૂલ્યાંકન કરીને આ સાધનો દ્વારા બનાવેલ વપરાશકર્તા પ્રોફાઇલ્સને વ્યક્તિગત માહિતી સાથે સાંકળવામાં આવતી નથી; ખાસ કરીને, આ સાધનો ક્યાં તો આઇપી એડ્રેસ એકત્રિત નથી કરતા, અને કરે છે તો તેમને એકત્રિત કર્યા બાદ તેમની ઓળખ હટાવે છે.

તમને દરેક સાધનના પ્રદાતા વિશેની માહિતી મળશે અને તમે સાધન દ્વારા માહિતીના સંગ્રહ અને તેની પર પ્રક્રિયાને કેવી રીતે પડકારી શકો છો. કૃપા કરીને નોંધ કરો કે તમારી અનિચ્છા યાદ રાખવા માટે સાધનો ઓપ્ટ-આઉટ તરીકે ઓળખાતી કૂકીઝનો ઉપયોગ કરી શકે છે. આ ઓપ્ટ આઉટ ફંક્શન કોઈ ઉપકરણ અથવા બ્રાઉઝર સાથે સંબંધિત હોય છે અને આમ આ સમયે ઉપયોગમાં લેવાતા ટર્મિનલ ઉપકરણ અથવા બ્રાઉઝર માટે માન્ય હોય છે. જો તમે એક થી વધુ ટર્મિનલ ઉપકરણો અથવા બ્રાઉઝર્સનો ઉપયોગ કરો છો તો તમારે ઉપયોગમાં લેવાતા દરેક ઉપકરણ અને દરેક બ્રાઉઝરમાં ઓપ્ટ-આઉટ કરવું પડશે.

વધુમાં, તમે સામાન્ય રીતે કૂકીના વપરાશને નિષ્ક્રિય કરીને વપરાશની પ્રોફાઇલ્સ બનાવવાનું ટાળી શકો છો.

  • ગૂગલ એનાલિટિક્સ: ગૂગલ એનાલિટિક્સ ગૂગલ આઇએનસી., 1600 એમ્ફિથિયેટર પાર્ક-વે, માઉન્ટેન વ્યૂ, કેલિફોર્નિયા, 94043 યુએસએ ("ગૂગલ") દ્વારા પ્રદાન કરવામાં આવે છે. તમે http://tools.google.com/dlpage/gaoptout?hl=en દ્વારા તમારી માહિતીના સંગ્રહ અથવા પ્રક્રિયા સામે વાંધો ઉઠાવી શકો છો

અમારી વેબસાઇટની મુલાકાત લેતી વખતે તમારી માહિતીની સુરક્ષા વધારવા માટે પ્લગ-ઇનનો એવી રીતે ઉપયોગ કરવામાં આવે છે કે જેથી જ્યારે તમે પ્લગ-ઇન પર ક્લિક કરો, ફક્ત ત્યારે જ સંબંધિત પ્લગ-ઇન પ્રદાતાના સર્વરો સાથે જોડાણ સ્થાપિત થશે.

તમે જ્યારે પ્લગ-ઇનને સક્રિય કરો ત્યારે જ તમારું ઇન્ટરનેટ બ્રાઉઝર સંબંધિત પ્લગ-ઇન પ્રદાતાના સર્વરો સાથે સીધું જોડાણ સ્થાપિત કરે છે. આ રીતે, તમે પ્રદાતા સાથે વપરાશકર્તા ખાતું નથી બનાવેલું અથવા તમે લોગ-ઇન થયેલ નથી, તો પણ તમારા ઇન્ટરનેટ બ્રાઉઝરે અમારી વેબસાઇટની સંબંધિત સાઇટની મુલાકાત લીધી છે તેની માહિતી પ્લગ-ઇન પ્રદાતાને મળે છે. લોગ ફાઇલો (આઇપી એડ્રેસ સહિત) સીધા તમારા ઇન્ટરનેટ બ્રાઉઝરથી સંબંધિત પ્લગ-ઇન પ્રદાતાના સર્વરમાં મોકલવામાં આવે છે અને ત્યાં સંગ્રહિત કરી શકાય છે. આ સર્વર ઇયુ અથવા ઇઇએની બહાર સ્થિત હોઈ શકે છે (દા.ત. યુએસમાં).

પ્લગ-ઇન વડે પ્લગ-ઇન પ્રદાતા દ્વારા એકત્રિત અને સંગ્રહ કરવામાં આવતી માહિતીમાં અમારો કોઈ પ્રભાવ નથી. જો તમે પ્લગ-ઇન પ્રદાતાઓને આ વેબસાઇટ દ્વારા એકત્રિત કરેલ માહિતી મેળવવા, જાળવવા અને ઉપયોગ કરવા દેવા માંગતા નથી તો તમારે સંબંધિત પ્લગ-ઇન્સનો ઉપયોગ ન કરવો જોઈએ. તમે પ્લગ-ઇન્સને બ્રાઉઝર એડ-ઓન્સ (સ્ક્રિપ્ટ બ્લૉકર્સ તરીકે ઓળખાતા) સાથે લોડ થવાથી પણ રોકી શકો છો.

સંબંધિત પ્રદાતાઓના ગોપનીયતા નિવેદનોમાં માહિતી સંગ્રહના હેતુ અને અવકાશ તેમજ પ્લગ-ઇન પ્રદાતાઓ દ્વારા તમારી માહિતીની પ્રક્રિયા અને ઉપયોગ અને તમારી માહિતીને સુરક્ષિત કરવા માટે સેટિંગ્સ બદલવાના તમારા અધિકારો અને શક્યતાઓ વિશે વધુ જાણો.

હેતુઓ

એફએમસી માહિતી એકત્રિત કરતાં સમયે અથવા તે પહેલાં, એકત્રિત કરવાનો હેતુ જણાવશે, સિવાય કે હેતુ સ્પષ્ટ ન હોય. જો તમારા વ્યક્તિગત માહિતીના સંગ્રહ વિશે પ્રશ્નો હોય તો તમે dataprivacy@fmc.com પર સંપર્ક કરી શકો છો.

અમે લાગુ પડતા ગોપનીયતા કાયદા અથવા અન્ય કાયદા દ્વારા અધિકૃત અથવા જરૂરી હેતુઓ માટે અને નીચે જણાવેલ હેતુઓ માટે વ્યક્તિગત માહિતી એકત્રિત, ઉપયોગ અને જાહેર કરીએ છીએ:

  • તમારા દ્વારા વિનંતી કરવામાં આવેલ દસ્તાવેજો, થયેલ સંવાદ/માહિતીની આપ-લે ની માહિતી અથવા ઉત્પાદન કે સેવાને લગતી માહિતી પ્રદાન કરવા;
  • ઉત્પાદન અથવા સેવાઓના આપેલ ઓર્ડર પ્રદાન કરવા;
  • ફરિયાદો અને પ્રશ્નોના નિરાકરણ માટે વપરાશકર્તાઓ સાથે પત્રવ્યવહાર સહિતની, વેચાણ પછીની સહાય અને ગ્રાહક સેવા પૂરી પાડવા;
  • હિસાબના રેકોર્ડ અને વેચાણના પુરાવા જાળવવા;
  • વેબસાઇટ અને સોશિયલ મીડિયા પેજ બનાવવા, તેનું સંચાલન, મૂલ્યાંકન, જાળવણી તથા તેમને બહેતર બનાવવા, વેબસાઇટમાં પ્રવેશ તથા વલણોનું નિરીક્ષણ અને વિશ્લેષણ કરવા તથા જાહેરાત અને માર્કેટિંગ માટે વેબસાઇટ અને પેજનો ઉપયોગ કરવા;
  • અમારા ઉત્પાદનો અને સેવાઓનું સામાન્ય રીતે મૂલ્યાંકન, સુધારણા અને વિકસાવવા માટે, માર્કેટિંગ અને જાહેરાત કરવા માટે અને વપરાશકર્તાની જરૂરિયાતોને વધુ સારી રીતે પૂરી કરવા તમારા વપરાશકર્તા અનુભવનું મૂલ્યાંકન કરવા માટે;
  • વેબસાઇટ અને એફએમસીની ગોપનીય અને માલિકીની માહિતીને સુરક્ષિત કરવા માટે;
  • એફએમસીના કર્મચારીઓની સુરક્ષા માટે;
  • કરારની શરતો અથવા કાનૂની જરૂરિયાતોનું ઉલ્લંઘન તથા અન્ય બાબતો સહિત, પરંતુ ત્યાં સુધી મર્યાદિત ના રહેતા, છેતરપિંડી, ધિરાણ સામેનું જોખમ, દાવાઓ અને અન્ય જોખમ અને જવાબદારીઓનું સંચાલન કરવા, તેનો ઉપાય કરવા, સુરક્ષિત રાખવા તથા તેની તપાસ કરવા;
  • કંપની અથવા અમારી કોઈપણ સંપત્તિ અથવા કોઈપણ સંલગ્ન કંપનીના સંભવિત અથવા વાસ્તવિક વેચાણના ભાગ રૂપે, તેવા કિસ્સામાં અમારી પાસે રહેલી વ્યક્તિગત માહિતી પણ સોંપવામાં આવેલ સંપત્તિમાંની એક હોઈ શકે છે; અને
  • અમારા વ્યવસાય અને કામગીરીનું સંચાલન અને વિકાસ કરવા.
  •  

ઉપરોક્ત જણાવેલ માહિતીનો સંગ્રહ, ઉપયોગ અને તેને જાહેર કરવી, એ અમારી સાથે તમારા સંબંધનો એક જરૂરી હિસ્સો છે.

અમે નીચેના અતિરિક્ત હેતુઓ માટે પણ તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ:

  • તમને અમારી બ્રાન્ડ, ઉત્પાદનો અને સેવાઓ વિશે તેની જાહેરાતની સામગ્રી અને માર્કેટિંગની માહિતી મોકલવા માટે; અને
  • તમને કાર્યક્રમો, જાહેરાત, વેબસાઇટ અને એફએમસીના ઉત્પાદનો અને સેવાઓ વિશે માહિતગાર કરવા.

જો તમે નથી ઇચ્છતા કે અમે આ અતિરિક્ત હેતુઓ માટે તમારી માહિતીનો ઉપયોગ કરીએ, તો તમે કોઈપણ સમયે dataprivacy@fmc.com પર લેખિત નોટિસ આપીને અથવા ઇલેક્ટ્રોનિક સંચારને અનસબસ્ક્રાઇબ કરીને તમારી માહિતીનો ઉપયોગ કરવાનું નાપસંદ કરી શકો છો. મોટા ભાગના કિસ્સાઓમાં, આ હેતુઓને નાપસંદ કરવાથી એફએમસી સાથેના તમારા સંબંધોને અસર થશે નહીં. જો કોઈ ચોક્કસ કિસ્સામાં કોઈ અસર થાય, તો તમને નાપસંદ કરતી વખતે સૂચિત કરવામાં આવશે.

પહેલેથી નિશ્ચિત ન હોય તેવા હેતુ માટે વ્યક્તિગત માહિતીનો ઉપયોગ અથવા તેને જાહેર કરતા પહેલા, અમે નવો હેતુ નિશ્ચિત કરીશું અને લાગુ કાયદાનું પાલન કરવા માટે યોગ્ય પગલાં લઈશું, જેમાં તમારી સંમતિ મેળવવાની જરૂર પડી શકે છે, સિવાય કે ઉપયોગ અથવા તેને જાહેર કરવું કાયદા દ્વારા અધિકૃત અથવા જરૂરી હોય.

માર્કેટિંગ

જો તમે એફએમસીની કોઈ સંસ્થાના વર્તમાન ગ્રાહક છો, અને જો તમે ઉત્પાદન અથવા નવા ઉત્પાદન વિશે જાહેરાત નહીં મેળવવાનું પસંદ કરેલ ના હોય, તો તે સંસ્થા તમને ઉત્પાદન અથવા નવા ઉત્પાદન વિશે જાહેરાત મોકલવા માટે વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરશે, અને ખાસ કરીને:

  • તમને અમારા ઉત્પાદનો અને સેવાઓ, ઑફર્સ, જાહેરાતો અને ખાસ કાર્યક્રમો તથા તમને રસ પડી શકે તેવી માર્કેટિંગ સંબંધી માહિતી વિશે સમાચાર, માહિતી અને અપડેટ્સ સાથેની માર્કેટિંગની માહિતી મોકલવા માટે (એસએમએસ, ઇ-મેઇલ કે ફોન દ્વારા);
  • તમારી રુચિઓ અને ખરીદીના ઇતિહાસને, ખાસ કરીને પ્રોફાઇલિંગ દ્વારા, તમારા અનુભવને તમારી જરૂરિયાત મુજબ બનાવવા માટે. અમે તમારા પ્રોફાઇલનો ઉપયોગ તમને કયા ઉત્પાદનો અને સેવાઓમાં સૌથી વધુ રસ પડી શકે છે અને તમે કઈ વસ્તુની ખરીદી કે તેની ભલામણ અન્યોને કરી શકો છો તેની અટકળ બાંધવા માટે કરીએ છીએ. આના પરિણામે, તમને માત્ર ચોક્કસ ઉત્પાદનો અને સેવાઓ વિશે જાહેરાતની સામગ્રી મોકલવામાં આવી શકે છે. તૃતીય પક્ષની વેબસાઇટ્સ પર અમારા ઉત્પાદનો અને સેવાઓની જાહેરાત કરવામાં અમને સહાય કરવા માટે પણ અમે તમારા વિશે એકત્રિત કરેલી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ. અતિરિક્ત માહિતી માટે, કૃપા કરીને અમારી કૂકી નીતિ અહીં જુઓ;
  • ડેટા એનાલિટિક્સ, બજાર સંશોધન અને ડેટા સંવર્ધન, જેમ કે ઉત્પાદનોની તમારી પસંદગીઓ, રુચિઓ, ખરીદીનો ઇતિહાસ અને વેબસાઇટ સાથેની ક્રિયાપ્રતિક્રિયાઓ સાથે તૃતીય પક્ષો પાસેથી એકત્રિત કરેલ માહિતી જેમ કે માહિતી કે જે તમે અમારી સાથે સોશિયલ નેટવર્ક્સ (જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે) પર આપવા માટે સંમત થાઓ છો અને/અથવા અમે સાર્વજનિક રીતે સુલભ ડેટાબેઝમાંથી એકત્રિત કરી શકીએ છીએ, તેનું વિશ્લેષણ કરવા.

સંમતિ

અમે વ્યક્તિગત માહિતી એકત્રિત કરવા, ઉપયોગ કરવા અથવા જાહેર કરવા માટે તમારી સંમતિ પ્રાપ્ત કરીશું, સિવાય કે સંમતિ વિના વ્યક્તિગત માહિતી એકત્રિત કરવા માટે કાયદા દ્વારા અમે અધિકૃત કે અમારા માટે જરૂરી ના હોય. ઉદાહરણ તરીકે, અમે તમારી વ્યક્તિગત માહિતી તમારી જાણ બહાર એકત્રિત, ઉપયોગ અથવા જાહેર કરી શકીએ છીએ જ્યાં:

  • વ્યક્તિગત માહિતી સાર્વજનિક રીતે નિર્ધારિત સ્રોત, જેમ કે ટેલિફોન ડિરેક્ટરી પરથી ઉપલબ્ધ હોય;
  • એફએમસી કર્જની ચુકવણી મેળવે છે અથવા ચુકવણી કરે છે;
  • સહમતિ મેળવવાથી તપાસ અથવા કાર્યવાહીમાં બાંધછોડ થશે તેવું માનવું વ્યાજબી હોઈ શકે; અથવા
  • તમારી સંમતિ વ્યક્ત, અવ્યક્ત અથવા એક વકીલ, એજન્ટ અથવા દલાલ જેવા અધિકૃત પ્રતિનિધિ દ્વારા આપી શકાય છે.

સંમતિ મૌખિક રીતે, લેખિતમાં, ઇલેક્ટ્રોનિક રીતે, કે તમારા દ્વારા કોઈ પગલું નહીં લઈને (જેમ કે તમે જ્યારે તમારી વ્યક્તિગત માહિતી એકત્રિત/ઉપયોગ/વૈકલ્પિક હેતુઓ માટે જાહેર કરવાની અનિચ્છા, તેની યોગ્ય નોટિસ બાદ, અમને સૂચિત કરવામાં નિષ્ફળ રહો છો) કે અન્યથા આપી શકાય છે. અમને વ્યક્તિગત માહિતી પૂરી પાડીને, અમે આ નીતિમાં નિર્ધારિત અને અન્યથા કાયદા દ્વારા મંજૂર અથવા જરૂરી હોય તેવી વ્યક્તિગત માહિતી એકત્રિત, ઉપયોગ અને જાહેર કરી શકીએ છીએ, તેની સંમતિ આપો છો.

જો તમે સંમતિ આપી હોય, તો તમે કોઈપણ સમયે, કાનૂની અથવા કરારની મર્યાદાઓને આધિન, અને એફએમસીને સંમતિ પાછી ખેંચવાની વાજબી સૂચના આપ્યા બાદ, તમારી સંમતિ પાછી ખેંચી શકો છો. સંમતિ પાછી ખેંચવાની સૂચના પ્રાપ્ત થયા બાદ, અમે તમને પાછી ખેંચવાના સંભવિત પરિણામો વિશે જાણ કરીશું, જેમાં તે સેવાઓ પૂરી પાડવામાં અમારી અસમર્થતા શામેલ હોઈ શકે છે જેના માટે તે માહિતી જરૂરી છે.

વ્યક્તિગત માહિતી એકત્રિત કરવાની મર્યાદા

અમે વ્યક્તિગત માહિતી આડેધડ એકત્રિત કરીશું નહીં અને વ્યક્તિગત માહિતીનો સંગ્રહ, અમારી સેવાઓ પૂરી પાડવા માટે વાજબી અને જરૂરી હોય તેમજ તમારા દ્વારા સંમતિ આપેલ હેતુઓ માટે વાજબી અને જરૂરી હોય, તે પૂરતો મર્યાદિત રાખવામાં આવશે. એફએમસી કાયદા દ્વારા અધિકૃત અથવા આવશ્યક વ્યક્તિગત માહિતી પણ એકત્રિત કરે છે.

વ્યક્તિગત માહિતીના ઉપયોગ, જાહેર કરવાની અને જાળવવા માટેની મર્યાદાઓ

તમારી વ્યક્તિગત માહિતીનો માત્ર ઉપર જણાવેલ અને કાયદા દ્વારા અધિકૃત હોય તેવા હેતુઓ માટે જ ઉપયોગ કે જાહેર કરવામાં આવશે.

અમે કોઈ વ્યક્તિને અસર કરતા નિર્ણય લેવા માટે ઉપયોગમાં લેવાતી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કર્યા બાદ તે માહિતીને ઓછામાં ઓછા એક વર્ષ માટે સાચવી રાખીશું.

સામાન્ય રીતે અમે મર્યાદાના કરારને અનુરૂપ સમય માટે તમારી વ્યક્તિગત માહિતી જાળવી રાખીએ છીએ, ઉદાહરણ તરીકે અમારી સાથે તમારા વ્યવહારનો સચોટ રેકોર્ડ જાળવવા માટે, જેમ કે કોઈ પુરવઠાકર્તા, વિક્રેતા અથવા ગ્રાહકના કરાર, જેથી અમે કાનૂની દાવો કે બચાવ કરી શકીએ. જો કે, કેટલીક પરિસ્થિતિઓમાં અમે અન્ય સમયગાળા માટે વ્યક્તિગત માહિતી જાળવી રાખી શકીએ છીએ, ઉદાહરણ તરીકે જ્યાં અમારે કાનૂની, કર અને હિસાબની જરૂરિયાતો અનુસાર આવું કરવાની જરૂર છે, અથવા જો કાનૂની પ્રક્રિયા, કાનૂની સત્તાધિકારી અથવા અન્ય સરકારી એકમ કે જે વિનંતી કરવાનો અધિકાર ધરાવતા હોય, તેમના દ્વારા જરૂરી હોય તેટલા લાંબા સમય સુધી જાળવી રાખી શકીએ છીએ. માહિતીને જાળવી રાખવાથી મૂળ હેતુને કોઈ ફાયદો નથી તેમ જ કાયદેસર કે વ્યવસાયિક હેતુઓ માટે માહિતીની જાળવણી હવે જરૂરી નથી તેમ લાગશે કે તરત જ અમે વ્યક્તિગત માહિતી ધરાવતા અન્ય દસ્તાવેજો અથવા અન્ય રેકોર્ડ્સને નષ્ટ કરીશું, ભૂસી નાંખીશું અથવા નામ રહિત બનાવીશું.

અમે વ્યક્તિગત માહિતીને નષ્ટ કરતી વખતે માહિતી અનધિકૃત રીતે કોઈને ઉપલબ્ધ ન થાય તેની યોગ્ય કાળજી લઈશું.

ચોકસાઈ

અમારા દ્વારા એકત્રિત કરવામાં આવતી, ઉપયોગમાં લેવામાં આવતી કે જાહેર કરવામાં આવતી વ્યક્તિગત માહિતી સચોટ અને સંપૂર્ણ હોય તે માટે યોગ્ય પ્રયત્નો કરીશું. કેટલાક કિસ્સાઓમાં, તમારું સરનામું અથવા ટેલિફોન નંબર જેવી ચોક્કસ માહિતી હાલની, સંપૂર્ણ અને સચોટ હોય તે માટે અમે તમારા પર આધાર રાખીએ છીએ.

જો તમે વ્યક્તિગત માહિતીની અચોક્કસતા અથવા અપૂર્ણતા દર્શાવો છો, તો અમે જરૂર મુજબ માહિતીમાં સુધારો કરીશું. જો યોગ્ય હશે, તો અમે તે સુધારેલી માહિતી તૃતીય પક્ષને મોકલીશું કે જેમને માહિતી આપવામાં આવેલ છે.

જો વ્યક્તિગત માહિતીની ચોકસાઈ સંબંધિત વાંધાનો ઉકેલ તમને સંતોષ થાય તે રીતે નથી આવતો, તો અમે અમારા નિયંત્રણ હેઠળની વ્યક્તિગત માહિતીમાં એક નોંધ સાથે ટિપ્પણી કરીશું કે સુધારાની વિનંતી કરવામાં આવી હતી પરંતુ સુધારો કરવામાં આવેલ નથી.

વ્યક્તિગત માહિતીની સુરક્ષા

અમે તમારી વ્યક્તિગત માહિતીની ગોપનીયતા, અખંડિતતા અને સુરક્ષાને જાળવવા માટે વ્યાવસાયિક રીતે વ્યાજબી સાવચેતીઓ રાખીએ છીએ. તેથી અમે વ્યક્તિગત માહિતી કોઈને અનધિકૃત રીતે ઉપલબ્ધ ન થાય તે રીતે, તેના સંગ્રહ, ઉપયોગ, જાહેર કરવા, નકલ, ફેરફાર, નિકાલ અથવા નાશ પામવા સામે સુરક્ષિત કરવા માટે પગલાં લીધા છે.

કૃપા કરીને નોંધ કરશો કે જ્યારે ઇમેઇલ અથવા અન્ય ઇલેક્ટ્રોનિક સંદેશાવ્યવહાર દ્વારા માહિતી મોકલવામાં આવે છે ત્યારે ગુપ્તતા અને સુરક્ષાની ખાતરી રહેતી નથી. જ્યારે તમે ઇમેઇલ અથવા અન્ય ઇલેક્ટ્રોનિક સંચાર દ્વારા અમને માહિતી મોકલો છો અથવા જ્યારે અમે આવી માહિતીને તમારી વિનંતી પર મોકલી છીએ ત્યારે સુરક્ષા અને/અથવા ગોપનીયતાના ભંગના પરિણામે કોઈપણ નુકસાનની જવાબદારી અમારી રહેશે નહીં.

એફએમસી એ એફએમસી જૂથની અંદરના એકમોના વૈશ્વિક વહીવટી સંસાધનોનો ઉપયોગ કરે છે, જેમાં સંયુક્ત સિસ્ટમ્સ અને ડેટાબેઝ શામેલ છે. આમાં તમારી વ્યક્તિગત માહિતી કેનેડાની બહાર સંગ્રહિત કરી શકાય છે અથવા ઉપલબ્ધ થઈ શકે છે. કેનેડાની બહાર સંગ્રહિત વ્યક્તિગત માહિતી તે અધિકારક્ષેત્રના કાયદાઓ અનુસાર તે અધિકારક્ષેત્રના અધિકારીઓને ઉપલબ્ધ થઈ શકે છે.

એસએસએલ (ssl) સુરક્ષા. અમારી વેબસાઇટના કેટલાક પાસવર્ડ વડે સુરક્ષિત વિભાગો માટે તમારા કમ્પ્યુટર અને અમારા સર્વર વચ્ચે સુરક્ષિત જોડાણ સ્થાપિત કરવામાં આવે તે જરૂરી છે. અમે સિક્યોર સૉકેટ લેયર્સ (એસએસએલ) નામની એન્ક્રિપ્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ છીએ. જ્યાં સુધી તમે સાઇટના સુરક્ષિત વિભાગ પર છો, ત્યાં સુધી એક સુરક્ષિત કનેક્શન જાળવી રાખવામાં આવે છે. જોકે અમે વ્યક્તિગત માહિતી કે જેની આપ-લે ઇન્ટરનેટના માધ્યમથી થાય છે, તેની ગોપનીયતાને સુરક્ષિત રાખવા માટે એસએસએલ એન્ક્રિપ્શનનો ઉપયોગ કરીએ છીએ, અને અમે ઇન્ટરનેટ પર વ્યક્તિગત માહિતી મોકલવાની સુરક્ષાની ગેરંટી આપી શકતા નથી.

અમારી વેબસાઇટના વિભાગોની વિશેષ સુવિધાઓનો ઉપયોગ

અમારી કેટલીક વેબસાઇટ્સ ખાસ વિશેષતાઓ ધરાવે છે, જેમ કે સર્વેક્ષણ, લાઇસન્સવાળી સામગ્રી; અથવા ઑનલાઇન સ્ટોર; અથવા પાસવર્ડથી સુરક્ષિત વિભાગો, જેમ કે માત્ર ગ્રાહકો માટેનો વિભાગ અથવા કારકિર્દી વિભાગ. આ નીતિમાં સમયાંતરે અમારી રોકાણકાર અને કારકિર્દી સાઇટ્સ સહિત, પરંતુ માત્ર તેના સુધી મર્યાદિત ના રહેતા, વ્યક્તિગત એફએમસી વેબસાઇટ્સ માટેની અને તેમની પર પ્રદર્શિત ગોપનીયતા સૂચનાઓ પૂરક રૂપે આપવામાં આવી શકે છે અથવા તેમાં સુધારો કરી શકાય છે. સામાન્ય રીતે, આ સૂચનાઓ અમે જે વ્યક્તિગત માહિતી વેબસાઇટના વિશિષ્ટ પૃષ્ઠો અથવા વિભાગો પર એકત્રિત કરીએ છીએ અથવા એકત્રિત કરતા નથી, અમારે તે માહિતીની જરૂર શા માટે છે અને તે માહિતીના ઉપયોગ વિશેની તમારી પસંદગીઓ વિશે માહિતી પ્રદાન કરે છે.

જ્યારે તમે કોઈ વિશેષ સુવિધા અથવા પાસવર્ડ-સુરક્ષિત વિભાગનો ઉપયોગ કરવા માટે સાઇન અપ કરો છો, ત્યારે તમને વિશેષ સુવિધા અથવા પાસવર્ડ-સુરક્ષિત વિભાગના ઉપયોગને નિયંત્રિત કરતી વિશેષ શરતો સાથે સંમત થવા માટે કહેવામાં આવી શકે છે. આવા કિસ્સાઓમાં, તમને વિશેષ શરતો પર સ્પષ્ટપણે સંમતિ આપવા માટે કહેવામાં આવશે, ઉદાહરણ તરીકે, બૉક્સમાં ટીક કરીને અથવા "હું સંમત છું" બટન પર ક્લિક કરીને આ પ્રકારના કરારને "ક્લિક-થ્રુ" કરાર તરીકે ઓળખવામાં આવે છે. આવા કરારો આ નીતિની સામગ્રી અથવા કોઈ અન્ય ગોપનીયતા સૂચનાથી ભિન્ન છે.

નિખાલસતા

એફએમસી તમારી વ્યક્તિગત માહિતીને સુરક્ષિત કરવા માટે જે નીતિઓ અને પ્રક્રિયાઓનો ઉપયોગ કરે છે તેના વિશે નિખાલસ છે. આ નીતિઓ અને પ્રક્રિયાઓ વિશેની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કે, અમારી સુરક્ષા પ્રક્રિયાઓ અને વ્યવસાય પદ્ધતિઓની અખંડિતતાને સુનિશ્ચિત કરવા માટે, અમે અમારી નીતિઓ અને પ્રક્રિયાઓ વિશે સંવેદનશીલ માહિતી જાહેર કરતા નથી.

ઍક્સેસ પ્રદાન કરવો

તમને એફએમસી પાસે રહેલી તમારી વ્યક્તિગત માહિતી ઉપલબ્ધ કરાવવાની વિનંતી કરવાનો અધિકાર છે. લેખિત વિનંતી અને ઓળખ પ્રમાણિત થયા બાદ અમે સામાન્ય રીતે અમારા નિયંત્રણમાં રહેલ તમારી વ્યક્તિગત માહિતી, તે માહિતીનો ઉપયોગ કેવી રીતે થાય છે તે વિશે માહિતી, અને જ્યાં યોગ્ય હશે ત્યાં એ માહિતી કઈ વ્યક્તિઓને અને સંગઠનોને આપવામાં આવેલી છે તેનું વર્ણન તમને પ્રદાન કરીશું. કેટલીક પરિસ્થિતિઓમાં, અમે ચોક્કસ વ્યક્તિગત માહિતી ઉપલબ્ધ કરી શકતા નથી. આમાં એવા કિસ્સાઓમાં બની શકે કે જ્યાં, દાખલા તરીકે, માહિતી જાહેર કરવાથી અન્ય વ્યક્તિ વિશે માહિતી જાહેર થતી હોય અથવા જ્યાં માહિતી જાહેર કરવાથી ગુપ્ત વ્યાપારી માહિતી બહાર આવી શકે, જે એફએમસીની સ્પર્ધાત્મક સ્થિતિને નુકસાન પહોંચાડી શકે છે. એફએમસીને અમુક વ્યક્તિગત માહિતી ઉપલબ્ધ કરાવવાથી કાયદા દ્વારા અટકાવી શકાય છે.

અમે માહિતી ઉપલબ્ધ કરાવવાની વિનંતીના જવાબમાં માહિતી પ્રદાન કરવા માટે યોગ્ય ફી વસૂલ કરી શકીએ છીએ અને ફી અંગેનો અંદાજ માહિતી ઉપલબ્ધ કરાવવાની વિનંતી મળવા પર આપીશું. તમારે અમને પૂરી ફી અથવા આંશિક ફી ડિપોઝિટ તરીકે ભરવી પડી શકે છે.

અમે 30 દિવસમાં માહિતી ઉપલબ્ધ કરાવીશું અથવા જ્યાં વિનંતીને પૂર્ણ કરવા માટે વધારે સમયની જરૂર હશે ત્યાં તમને લેખિત જાણ કરીશું.

માહિતી ઉપલબ્ધ કરાવવાની વિનંતી જો નકારવામાં આવે છે, તો અમે તમને નકારવાના કારણો લેખિતમાં જણાવીશું અને તમે આગળ કયા પગલાં લઈ શકો છો તેની રૂપરેખા આપીશું.

બાળકોની ગોપનીયતા

એફએમસીના ઉત્પાદનો અને સેવાઓ સામાન્ય રીતે 18 વર્ષ અને તેનાથી વધુ વયના લોકો માટે તૈયાર કરવામાં આવે છે. એફએમસી આ વેબસાઇટના ઉપયોગ, અથવા એફએમસીના ઉત્પાદનો અને/અથવા સેવાઓના સંબંધમાં 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિઓ પાસેથી ઇરાદાપૂર્વક વ્યક્તિગત માહિતી એકત્રિત કરતી નથી. જો 18 વર્ષથી નાની ઉંમરનું બાળક અમને વ્યક્તિગત માહિતી પૂરી પાડે છે અને અમને આ માહિતી એ 18 વર્ષથી નાની ઉંમરના બાળકની વ્યક્તિગત માહિતી હોવાનું માલૂમ પડે છે, તો એફએમસી શક્ય તેટલી જલ્દી તે માહિતીને કાઢી નાંખવાનો પ્રયાસ કરે છે. જો તમે એવા બાળકના માતાપિતા અથવા વાલી છો જેણે તમારી જાણ અને સંમતિ વિના વ્યક્તિગત માહિતી પ્રદાન કરી છે, તો તમે અમને DataPrivacy@fmc.com પર ઇમેઇલ કરીને આ બાળકની માહિતી દૂર કરવાની વિનંતી કરી શકો છો.

અન્ય વેબસાઇટ્સની લિંક

એફએમસી તૃતીય પક્ષોની ગોપનીયતા પ્રથાઓ અને નીતિઓ માટે જવાબદાર નથી. તમારી સુવિધા માટે, આ વેબસાઇટમાં અન્ય એફએમસી વેબસાઇટ્સ તેમજ એફએમસીની બહારની વેબસાઇટ્સની કેટલીક હાઇપરલિંક આપવામાં આવેલ હોઈ શકે છે. એફએમસી વેબસાઇટ પર આપેલ લિંક દ્વારા જે તે વેબસાઇટની મુલાકાત લઈને, તમે સ્વીકારો છો કે એફએમસી તમને માત્ર એક સુવિધા તરીકે આ લિંક પ્રદાન કરી રહી છે અને આવી વેબસાઇટ્સની સામગ્રી માટે એફએમસી જવાબદાર નથી તે સાથે તમે સહમત થાવ છો. અમે એફએમસીની માલિકી ન હોય તેવા હાઇપરલિંક ધરાવતા પેજ અને સાઇટ પર માહિતીના સંગ્રહ સંબંધિત કોઈ ખાતરી અથવા બાંયધરી આપી શકતા નથી. તેથી તમે મુલાકાત લો છો તે દરેક સાઇટની ગોપનીયતા નીતિ, નિવેદન અથવા સૂચના વાંચવાની અમે ભલામણ કરીએ છીએ.

આ નીતિમાં ફેરફારો

અમે સમયાંતરે અમારી ગોપનીયતા નીતિની સમીક્ષા કરી તેમાં ફેરફાર કરી શકીએ છીએ. જે તારીખે અમે અમારી વેબસાઇટ પર સુધારેલું સંસ્કરણ મૂકીએ તે તારીખથી આ ફેરફારો લાગુ પડશે અને એફએમસી ગોપનીયતા નીતિ અથવા ગોપનીયતા સૂચનાના આગળના તમામ સંસ્કરણો રદ થયેલ ગણાશે.

એફએમસીનો સંપર્ક

એફએમસીનું ભારતીય મુખ્યાલય અહીં છે ટીસીજી ફાઇનાન્શિયલ સેન્ટર, 2જો માળ, પ્લોટ નં. સી53, બ્લૉક જી, બાંદ્રા (ઈ), મુંબઈ – 400098. કૃપા કરીને અમારી ડેટા પ્રોસેસિંગ પદ્ધતિઓ સંબંધિત કોઈપણ પ્રશ્નો, ટિપ્પણીઓ અને વિનંતીઓ અમને નીચે જણાવેલ અમારા મુખ્ય કાર્યાલય પર મોકલો, અથવા અમારો અહીં સંપર્ક કરો DataPrivacy@fmc.com.

એફએમસી ફરિયાદ અધિકારી

શ્રી સીએએસ નાયડૂ

ટીસીજી ફાઇનાન્શિયલ સેન્ટર, 2જો માળ

પ્લોટ નં. સી53, બ્લૉક જી

બાંદ્રા (ઈ), મુંબઈ – 400098

+91-22-67045504