અમારા વિશે
એફએમસી એક કૃષિ વિજ્ઞાન કંપની છે
ખાસ કરીને પાક સંરક્ષણ, રસાયણશાસ્ત્ર અને તેમના વિતરણ માટે સમર્પિત એક અગ્રણી કૃષિ વિજ્ઞાન કંપની, એફએમસીએ 135 થી વધુ વર્ષોથી ઉત્પાદકોના ખેતરો અને ઉપજને સુરક્ષિત રાખવામાં મદદ કરી છે. એફએમસીની સ્થાપના 1883 માં જૉન બીન દ્વારા બીન સ્પ્રે પંપ કંપની તરીકે કરવામાં આવી હતી, જેમણે સૌપ્રથમ પિસ્ટન-પંપ કીટનાશક સ્પ્રેયર વિકસિત કર્યું હતું. 1928 માં બીન સ્પ્રે પંપએ એન્ડરસન-બાર્નગ્રોવર કંપની અને સ્પ્રેગ-સેલ્સ કંપની ખરીદી અને કંપનીનું નામ ફૂડ મશીનરી કોર્પોરેશન રાખ્યું. આમ એફએમસીનો જન્મ થયો.
એક શતાબ્દી કરતા વધુ સમયથી, એફએમસી વિજ્ઞાન, સુરક્ષા અને ટકાઉક્ષમતાના આધારે અનન્ય નવીન ઉકેલો અને એપ્લિકેશન પદ્ધતિઓ પ્રદાન કરીને વૈશ્વિક કૃષિ બજારોને સેવા આપી રહી છે. 2015 માં, એફએમસીએ ડેનમાર્ક આધારિત બહુરાષ્ટ્રીય પાક સંરક્ષણ કંપની કેમિનોવા એ/એસનું અધિગ્રહણ કર્યું. તેનાથી કૃષિ સંબંધિત ઉકેલો પ્રદાન કરવાની અમારી ક્ષમતાનું વિસ્તરણ થયું અને બજારમાં અમારી પહોંચ મજબૂત બની. 2017 માં, એફએમસીએ ડ્યૂપોન્ટના પાક સુરક્ષા વિભાગના નોંધપાત્ર ભાગનું અધિગ્રહણ કર્યું, જેના દ્વારા એફએમસીએ પોતાના ગ્રાહકો, છૂટક વેપારીઓ અને વિતરકોને આપેલ પોતાના વચન 'ઉન્નત કૃષિ માટે ઉન્નત રસાયણ' નું પાલન કર્યું.
એફએમસી કોર્પોરેશન વિશ્વભરમાં 6,000 થી વધુ લોકોને રોજગાર આપે છે. સંશોધન અને વિકાસ માટે અમારી આવકના 7% ખર્ચ કરવામાં આવે છે, જેના પરિણામે એફએમસી વૈશ્વિક સ્તરે સૌથી વધુ સન્માનિત આરએન્ડડી પાઇપલાઇનની માલિકી ધરાવે છે.
એક અગ્રણી કૃષિ વિજ્ઞાન કંપની તરીકે, એફએમસી ગ્રાહકોની વિકસતી આવશ્યકતાઓને પ્રતિભાવ આપવા માટે પ્રતિબદ્ધ છે. અમે સચોટ કૃષિ ટેક્નોલોજી પ્રદાન કરવા ઉપરાંત, નવા સક્રિય ઘટકોને શોધવા, નવા ખાતર અને જૈવિક ઉપચારો વિકસિત કરવામાં મહત્વના સંસાધનોનું રોકાણ કરી રહ્યા છીએ, જે વિશ્વભરમાં ટકાઉ કૃષિને સમર્થન પ્રદાન કરે છે.
રસાયણશાસ્ત્ર અને તેના વિતરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે, એફએમસી પોતાની ઉત્પાદકતા, નફાકારકતા અને ટકાઉક્ષમતાને મહત્તમ કરવા માટે નિર્ભર, સ્વતંત્ર, સહયોગી ભાગીદાર બનવા અને ગ્રાહકોનો વિશ્વાસ પ્રાપ્ત કરવા પાક સુરક્ષાના વિજ્ઞાનને વિકસિત કરે છે.
સરળ શબ્દોમાં કહીએ તો, અમે તમને વધુ સ્વતંત્રતા અને સુગમતા પ્રદાન કરીએ છીએ.
ભારતમાં, એફએમસી અગ્રણી પાક સુરક્ષા કંપનીઓમાંથી એક છે, અને કીટનાશકના વિભાગમાં અગ્રણી ખેલાડી છે. અમે પાકની સુરક્ષા, પાકના પોષણ અને વ્યાવસાયિક કીટ વ્યવસ્થાપન માટેના સર્વોત્તમ ઉકેલો પ્રદાન કરીએ છીએ. સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિકો અને સંસાધનો સાથે, અમે અમારા ગ્રાહકો સાથે ભાગીદારીમાં કામ કરીએ છીએ, જેથી અમારા ગ્રાહકો, સમાજ અને પર્યાવરણની આવશ્યકતાઓને પૂર્ણ કરી શકાય.
એફએમસી ઇન્ડિયાનું મુખ્યાલય મુંબઈમાં છે, જયારે પ્રાદેશિક કાર્યાલય ગુરુગ્રામમાં છે. અમારી ફોર્મ્યુલા બનાવવાની સાઇટ ગુજરાતના સાવલીમાં સ્થિત છે. હૈદરાબાદ ખાતે સ્થિત અમારા ઇન્ડિયા ઇનોવેશન સેન્ટરમાં એક શોધ સંશોધન જૂથ છે અને ગુજરાતના વડોદરા ખાતે એક ક્ષેત્ર મૂલ્યાંકન સ્ટેશન - એસએએફઇએસ છે. ભારતમાં અમારા ~610 કર્મચારીઓ છે અને અમે ભારતના તમામ પ્રદેશોમાં હાજર છીએ. અમે લગભગ 30 જેટલા પાક માટે ઉકેલો પ્રદાન કરીએ છીએ.
એફએમસીનો વ્યવસાય વૈશ્વિક સ્તરે ફેલાયેલો છે અને તે વિશ્વભરના ઉત્પાદકોને નવીન ઉકેલો પ્રદાન કરે છે.
સ્ટૉકની માહિતી, નાણાંકીય, ફાઇલિંગ અને અન્ય રોકાણકાર સંબંધી માહિતી માટે અહીં મુલાકાત લો.
એફએમસી ખાતે કામ કરવા વિશે વધુ જાણવા અને કારકિર્દીની ઉપલબ્ધ તક શોધવા માટે મુલાકાત લો.