ટકાઉક્ષમતા અમારા મુખ્ય મૂલ્યોમાંથી એક છે. એફએમસીએ વૈશ્વિક સ્તરે અને ભારતમાં હંમેશા તેના આંતરિક તેમજ બાહ્ય હિસ્સેદારો પ્રત્યેની જવાબદારીઓ પર ધ્યાન આપ્યું છે. અમે સંગઠનની અંદર અને બહાર જે સમુદાયો સાથે કામ કરીએ છીએ તેમની સાથે સઘન જોડાણ, જાગૃતિ અને વિશ્વાસ દ્વારા સતત અમારા ટકાઉક્ષમતાના પ્રયત્નોનું નિર્માણ કરી રહ્યા છીએ.
અમારો પ્રમુખ ઉદ્દેશ્ય છે - "સંસાધનોનું યોગ્ય અને સભાનપણે સંરક્ષણ”. અમને એ જણાવતા ગર્વ થાય છે કે ગુજરાતની પાનોલી ખાતેની અમારી એક ઉત્પાદન સાઇટ એ ડિસ્કોમ (વિતરણ સંસ્થા), ગેટ્કો (ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ) અને ગેડા (ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી) વચ્ચેના સૌર ઊર્જા કરાર હેઠળ સાઇટ માટે 50 મેગાવોટના પ્લાન્ટમાંથી સૌર ઊર્જા નિર્માણ કરવામાં સફળ થઈ છે. સૌર ઊર્જાના ઉપયોગ દ્વારા પાનોલી સાઇટ ખાતેના એક પ્લાન્ટમાંથી ઉત્સર્જિત થતાં જીએચજી (ગ્રીન હાઉસ ગેસ) નું પ્રમાણ શૂન્ય છે. આનાથી આખી સાઇટ દ્વારા ઉત્સર્જિત થતા જીએચજીમાં વાર્ષિક 10% નો ઘટાડો થયો છે. આ અમારા કાર્બન પદચિહ્નને ઘટાડવામાં મદદ કરશે અને અમારા ટકાઉક્ષમતાના લક્ષ્યોમાં મદદરૂપ થશે, એટલું જ નહીં પરંતુ સૌર ઊર્જા એ ઊર્જાનું ટકાઉ સ્વરૂપ હોવાથી ખર્ચ બચાવવામાં પણ મદદ કરશે.