ભારતમાં ઉપયોગમાં લેવાતા સપાટી પરના જળમાં કૃષિનો હિસ્સો 80% થી વધુ છે, જેને કારણે ભૂગર્ભજળમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પીવાના પાણીની બગડતી ગુણવત્તા એ ગ્રામીણ વિસ્તારોમાં ચિંતાનો બીજો વિષય છે. એફએમસી ઇન્ડિયા જળ પ્રબંધન પ્રત્યે હિસ્સેદારોની સંવેદનશીલતા વધારવાના પ્રયાસ માટે પ્રતિબદ્ધ છે. તે પાણીનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરવા અને ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીની ગુણવત્તા સુધારવા માટે કાર્યક્ષમ અને ટકાઉ પદ્ધતિઓને પ્રોત્સાહન આપે છે.
એફએમસી ઇન્ડિયા તેના બહુ-વાર્ષિક કાર્યક્રમ - સમર્થ દ્વારા ગ્રામીણ સમુદાયોને જળ પ્રબંધનના કાર્ય થકી સશક્ત બનાવે છે, જે તેમના જીવનની ગુણવત્તામાં વધારો કરે છે. 'સમર્થ એક હિન્દી શબ્દ છે જેનો અર્થ છે સશક્ત. આ કાર્યક્રમના 3 મુખ્ય પાયાઓ છે - સ્વાસ્થ્ય માટે પાણી, જળ સંરક્ષણ અને પ્રત્યેક ટીપાં દીઠ વધુ પાક.
પ્રોજેક્ટ સમર્થનો આરંભ 2019 માં ઉત્તર પ્રદેશથી કરવામાં આવ્યો હતો, અને આજે તે અન્ય રાજ્યોમાં પણ વિસ્તરણ પામ્યો છે. કાર્યક્રમની કેટલીક ઝલક નીચે દર્શાવેલ છે –
તબક્કા 1, 2019 વિશે મહત્વપૂર્ણ માહિતી
- ઉત્તર પ્રદેશમાં પાણી શુદ્ધિકરણ માટે 2000 લિટર પ્રતિ કલાક; 48 હજાર લિટર પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતા 15 એકમો સ્થાપવામાં આવ્યા છે.
- આ એકમો દ્વારા 60 લાભાર્થી ગામોમાં લગભગ 40000 ખેડૂત પરિવારોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડી રહ્યાં છીએ.
- વિતરણ એકમો સ્વાઇપ કાર્ડ્સ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.
- દરેક લાભાર્થી પરિવારને એક સ્વાઇપ કાર્ડ ફાળવવામાં આવે છે, જેના દ્વારા તેઓ રોજનું 20-લીટર પીવાનું પાણી મેળવી શકે છે.
- આ એકમોનું સંચાલન ગામના સમુદાયો દ્વારા જ કરવામાં આવે છે. એફએમસીના ક્ષેત્રીય કર્મચારીઓ સ્થાનિક સમુદાયોને તાલીમ અને વ્યવસ્થાપન પૂરું પાડે છે.
તબક્કા 2, 2020 વિશે મહત્વપૂર્ણ માહિતી
- ઉત્તર પ્રદેશમાં લોકસમુદાય માટે પાણી શુદ્ધિકરણના નવા 18 એકમો સ્થાપવામાં આવ્યા છે.
- પંજાબમાં લોકસમુદાય માટે પાણી શુદ્ધિકરણના નવા 9 એકમો સ્થાપવામાં આવ્યા છે.
- 100 ગામોના 80,000 ખેડૂત પરિવારોને સેવા પૂરી પાડવાનું લક્ષ્ય રાખવામાં આવેલ છે.
- વિતરણ એકમો સ્વાઇપ કાર્ડ્સ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.
- દરેક પરિવારને દૈનિક 20 લિટર પાણીની ફાળવણી સાથેનું એક સ્વાઇપ કાર્ડ મળે છે.
- એફએમસીના કર્મચારીઓ સ્થાનિક સમુદાયોને તાલીમ અને વ્યવસ્થાપન પૂરું પાડે છે.
યોજનાઓ 2021
- ઉત્તર પ્રદેશ અને પંજાબ ઉપરાંત 5 નવા રાજ્યોમાં પ્રોજેક્ટનો વિસ્તાર કરવામાં આવશે.
- ગ્રામીણ ભારતના આવશ્યકતા અનુસાર નિર્ધારિત સ્થળોએ લોકસમુદાય માટે પાણી શુદ્ધિકરણના 30 નવા એકમો શરૂ કરવામાં આવશે.
જળ પ્રબંધનને પ્રોત્સાહન આપવું
- ફેબ્રુઆરી 22, 2021 ના રોજ એફએમસી દ્વારા, 14000 થી વધુ ખેડૂત સમુદાયો સુધી પહોંચીને, 18 રાજ્યોમાં 400 થી વધુ ખેડૂત મુલાકાતો દ્વારા જળ પ્રબંધનને પ્રોત્સાહન આપીને, વિશ્વ જળ દિવસ 2021 ઉજવવામાં આવ્યો.
- એફએમસી દ્વારા નાણાંકીય વર્ષ 2021 માં તેની પાનોલી ઉત્પાદન સાઇટ ખાતે પાણીના ઉપયોગમાં 26% જેટલો સુધારો કર્યો.
સમર્થ ને 2021 માં વધારાના પરિમાણો સાથે વિસ્તારવામાં આવશે. વધુ માહિતી માટે અહીં જુઓ.