મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

એફએમસી એ વિશ્વમાં ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે કામ કરતી અગ્રણી સંસ્થાઓમાંની એક છે, જે તેમને તેમના પાકને થતું નુકસાન ઓછું કરવામાં અને તેમની ઉપજ અને નફો વધારવામાં મદદ કરે છે.

એફએમસી ખાતે પ્રબંધન પ્રાથમિકતાઓ સંશોધન અને વિકાસ, ઉત્પાદન શ્રેણી અને વ્યાપારીકરણ વ્યૂહરચનાના કેન્દ્ર સ્થાને હોય છે. અમે નૈતિક રીતે ઉત્પાદનના પ્રબંધન માટે ગંભીરપણે પ્રતિબદ્ધ છીએ અને ઉત્પાદનના જીવન ચક્ર દરમ્યાન અમારા ઉત્પાદનોના સલામત, ટકાઉ અને નૈતિક ઉપયોગને પ્રોત્સાહન આપીએ છીએ. અમારું લક્ષ્ય ઉત્પાદનના જીવનચક્રના દરેક તબક્કે આગોતરા પ્રબંધન દ્વારા અમારા વ્યવસાયનું સાતત્ય વધારવાનું છે.

ઉત્પાદન પ્રબંધન એ ઉત્પાદનના જીવન ચક્રના, શોધથી લઈને ગ્રાહક દ્વારા ઉત્પાદનના ઉપયોગ અને કચરાના કે ખાલી ડબ્બાના અંતિમ નિકાલ સુધીના તમામ તબક્કાઓને જોડે છે. અમે સુનિશ્ચિત કરીએ છીએ કે અમારી નવીનતાઓ સામાજિક અને પર્યાવરણ પ્રત્યે જવાબદાર હોય, અમારી નવીનતાઓ માટે સંશોધન અને વિકાસ સ્તરે અમારી પાસે સર્વોત્તમ પરીક્ષણ સુવિધાઓ, ત્રૂટિરહિત નિયમનકારી ડેટા, પ્રમાણિક ઉત્પાદન દરખાસ્ત, જવાબદાર ઉત્પાદન/પરિવહન હોય અને વપરાશકર્તા દ્વારા અમારા ઉત્પાદનોના સલામત અને સમજદારીપૂર્વક ઉપયોગ તેમજ કચરા અને ખાલી ડબ્બાઓના સુરક્ષિત નિકાલ અંગે શિક્ષણ મળે.

24x7 મદદ માટે વિષ નિયંત્રણ કેન્દ્ર: 1800-102-6545

એફએમસી એ વ્યાવસાયિક તબીબો દ્વારા સંચાલિત એક સમર્પિત જંતુનાશક ઝેર નિયંત્રણ કૉલ સેન્ટર ધરાવે છે, જેનો ઉપર દર્શાવેલ નંબર પર સંપર્ક કરી શકાય છે. આ કૉલ સેન્ટરનો સંપર્ક વર્ષના 365 દિવસ, દિવસ કે રાતના કોઈ પણ સમયે કરી શકાય છે. કોઈપણ એફએમસી ઉત્પાદનનો આકસ્મિક, અજાણતા અથવા અન્ય કોઈ રીતે ઉપયોગ/દુરુપયોગ કરવાથી કોઈપણ વ્યક્તિ કે પ્રાણી પર કોઈ પ્રતિકૂળ અસર થાય તો તેની આપેલ નંબર પર જાણ કરીને મદદ માંગી શકાય છે.

પ્રતિકૂળ અસરની જાણ તમે કેવી રીતે કરી શકો છો?

એફએમસીના સમર્પિત નંબર 1800-102-6545 પર ફોન કરો. કોલ સેન્ટર પર ફોન કરો ત્યારે નીચેની માહિતી હાથવગી રાખો:

  1. નામ
  2. સ્થાન
  3. સંપર્ક નંબર
  4. જિલ્લાનું નામ (આવશ્યક)
  5. રાજ્ય (આવશ્યક)
  6. નગર/તહસીલ/તાલુકો
  7. તબીબી કટોકટી પ્રકાર a7 મૂળભૂત વિગતો
  8. કારણભૂત એફએમસી ઉત્પાદન

ઉત્પાદન પ્રબંધન તાલીમ:

એફએમસી ઉત્પાદનોનો નૈતિક, સલામત અને સમજદારીપૂર્વક ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા માટે એફએમસી ખેડૂતો, વેપારીઓ, તબીબી વ્યવસાયિકો, દવાનો છંટકાવ કરનારાઓ, વપરાશકર્તાઓ અને એફએમસી કર્મચારીઓ માટે સમગ્ર વર્ષ દરમ્યાન નિયમિતરૂપે પોતે અથવા ક્રોપલાઇફ ઇન્ડિયા જેવા સંગઠનો થકી તાલીમ કાર્યક્રમો આયોજિત કરે છે.

સામાન્ય રીતે પાક સંરક્ષણ ઉત્પાદનો અને ખાસ કરીને એફએમસી ઉત્પાદનોની ખરીદી અને ઉપયોગ દરમિયાન અપનાવવામાં આવતી શ્રેષ્ઠ પદ્ધતિઓ આવા તાલીમ સત્રો દરમિયાન સમજાવવામાં આવે છે. આ ઉપરાંત, ઉત્પાદનોના વપરાશ માટે ઉપયોગમાં લેવાતા ઉપકરણોની જાળવણી વિશે અને લેબલ પરની સૂચનાઓ કેવી રીતે વાંચવી તેના પર પણ તાલીમ આપવામાં આવે છે.

એફએમસી ખેડૂતોને નીચે જણાવેલ બાબતો સુનિશ્ચિત કરવા પ્રોત્સાહિત કરે છે:

  1. તેઓએ વેપારી પાસેથી એફએમસી ઉત્પાદનની ખરીદીનું જરૂરી બિલ મેળવ્યું હોય.
  2. તેઓ જે જીવાત થઈ હોય તેને માટે યોગ્ય સમયે યોગ્ય ઉત્પાદનનો ઉપયોગ કરી રહ્યા હોય.
  3. તેઓ છંટકાવ માટે યોગ્ય પ્રમાણમાં પાણી ઉમેરેલ દવાનો ઉપયોગ કરી રહ્યા હોય.
  4. તેઓ જંતુનાશક લગાવવા/છાંટવા માટે યોગ્ય અને સારી રીતે જાળવવામાં આવેલા ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા હોય
  5. તેઓ દવાઓનું મિશ્રણ તૈયાર કરતા સમયે તેમજ લગાવવાના સમયે યોગ્ય વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ (પીપીઇ) પહેરી રહ્યા હોય.
  6. તેઓ ઉત્પાદનના લેબલ પર આપેલ સૂચનાઓને સંપૂર્ણપણે વાંચીને અનુસરતા હોય.
  7. તેઓ પવનની વિરુદ્ધ દિશામાં છંટકાવ કરતા ન હોય.
  8. તેઓ દવાના છંટકાવનું કાર્ય પૂર્ણ થયા બાદ સંપૂર્ણપણે સ્નાન કરે.
  9. તેઓએ જંતુનાશકોને ઠંડકવાળી અને ભેજ રહિત જગ્યાએ, યોગ્ય રીતે તાળાબંધ જગ્યામાં બાળકોની પહોંચથી દૂર સંગ્રહિત કર્યા હોય.
  10. તેઓ ખાલી ડબ્બાઓના નિકાલ કરતા પહેલા લેબલમાં જણાવ્યા મુજબ ત્રણ વાર ધોઈ નાખતા હોય.