મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

સર્વોત્તમ પ્રતિભાને યોગ્ય ભૂમિકા પ્રદાન કરવી અને તેઓ અમારી સાથે પ્રગતિ સાધે એ જ અમારો ઉદ્દેશ છે.

અમે તમને તમારી આવડતને ઓળખવા અને એફએમસી ઇન્ડિયા સાથે તમારી કારકિર્દીને વિકસિત કરવા માટે આમંત્રિત કરીએ છીએ.

અમારી સાથે જોડાઓ! અમને employeereferral@fmc.com પર લખો

કેમ્પસ વ્યાપ્તિ

કેમ્પસ કાર્યક્રમ એ એફએમસી ઇન્ડિયાની એક પહેલ છે, જેમાં ઇન્ટર્નશિપ, મેનેજમેન્ટ ટ્રેની અને એફએમસી કેમ્પસ-કનેક્ટ જેવા મહત્વાકાંક્ષી કાર્યક્રમો દ્વારા અમે પ્રતિભાઓનો સંપર્ક કરીને તેમના નેતૃત્વના ગુણો વિકસિત કરવા માટે સમર્પિત છીએ. ઇન્ટર્નશિપ કાર્યક્રમ હેઠળ નવી પેઢીને તેમના કોર્પોરેટ અનુભવને વધારવા અને સ્પર્ધાત્મક વ્યવસાયિક વાતાવરણમાં નવીન વ્યવસાયિક પડકારોનો સામનો કરવા માટે આવશ્યક ક્ષમતાઓ વિકસિત કરવા આકર્ષક તક પ્રદાન કરીએ છીએ અને એફએમસી ઇન્ડિયામાં ફળદાયી અને પડકારજનક કારકિર્દી માટે સજ્જ કરીએ છીએ.

મેનેજમેન્ટ ટ્રેની એક વર્ષનો તાલીમ કાર્યક્રમ છે. એફએમસી ઇન્ડિયાના ઝડપી વિકાસશીલ વ્યવસાયમાં કાર્યાનુભવ દ્વારા નવી પ્રતિભાઓને સફળ કારકિર્દી માટે તૈયાર કરવાની એક અનન્ય તક છે. તે સેલ્સ/ માર્કેટિંગ/ ક્ષેત્ર વિકાસમાં નિયુક્તિ બાદ વિવિધ કામગીરી દ્વારા સંપૂર્ણ મેનેજમેન્ટનો અનુભવ પ્રદાન કરે છે.

એફએમસી કેમ્પસ-કનેક્ટ એ વિદ્યાર્થી સંલગ્નતા કાર્યક્રમ છે, જેનો હેતુ ભારતની વિવિધ પ્રખ્યાત કૃષિ વિદ્યાપીઠો કે સંસ્થાઓમાંની શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રની પ્રતિભાઓને ઓળખીને સહાય કરવાનો છે. આ કાર્યક્રમ કીટવિજ્ઞાન, પેથોલોજી, કૃષિ વિજ્ઞાન, માટી વિજ્ઞાનના ક્ષેત્રમાં પીએચડી અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને નાણાંકીય રીતે સહાય પ્રદાન કરે છે.