મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

ગેઝેકો® ફૂગનાશક

ગેઝેકો® ફૂગનાશક, એક વ્યાપકપણે ઉપયોગમાં લેવાતું ફૂગનાશક છે, જે ગુણવત્તાવાળી ઉપજ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને રોગો સામે સુરક્ષા પ્રદાન કરે છે. આ ઉત્પાદન માત્ર રોગ પર નિયંત્રણ જ પ્રદાન કરતું નથી, પરંતુ તે અનેક પાકના લેબલ અને મુખ્ય પાક માટે વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત એમઆરએલ સાથે છોડવાઓના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ યોગદાનકર્તા છે.

સ્ટ્રોબ્યુલિરિન અને ટ્રાયાઝોલના તાલમેલવાળું અનન્ય સંયોજન તેને વધુ અસરકારક અને લાંબા સમયગાળાના રોગ વ્યવસ્થાપન માટે વધુ વિશ્વસનીય પસંદગી બનાવે છે. ગેઝેકો® ફૂગનાશકનો સમયસર ઉપયોગ છોડવાઓને ફૂગના હુમલાથી બચાવે છે અને ફૂગની વૃદ્ધિને નિયંત્રિત કરે છે.

ગુણધર્મો

  • ફૂગ સામે શ્રેષ્ઠ સુરક્ષાત્મક પ્રવૃત્તિ સહિત ક્રિયા અણુઓની બે અલગ આધુનિક પદ્ધતિઓનું સંયોજન
  • ટ્રાઇફ્લોક્સિસ્ટ્રોબિન ટેક્નિકલ એ ફૂગના શ્વસન ચક્રમાં હસ્તક્ષેપ કરે છે અને ટેબ્યુકોનાઝોલ એ ફૂગની કોષીય દીવાલની સંરચના પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરે છે
  • ગેઝેકો® ફૂગનાશક પાકના સ્વાસ્થ્યમાં વૃદ્ધિ કરે છે અને પાકને લીલુંછમ રાખીને તંદુરસ્ત રાખે છે અને ગુણવત્તાયુક્ત ઉપજ માટે મજબૂત મંચ તૈયાર કરે છે
  • મેસોસ્ટેમિક ક્રિયા (બહેતર પ્રવેશ અને પુનઃવિતરણ) દર્શાવે છે, જે વધુ વિશ્વસનીય નિયંત્રણ, ઉચ્ચ ઉપજ અને લણણી કરેલ અનાજ અને ફળની સારી ગુણવત્તા પ્રદાન કરે છે
  • સુરક્ષાત્મક ઉપયોગથી શ્રેષ્ઠ કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકાય છે

સક્રિય ઘટકો

  • ટેબુકોનાઝોલ 50%
  • ટ્રાઇફ્લોક્સિસ્ટ્રોબિન 25% ડબ્લ્યુજી

લેબલ અને એસડીએસ

4 લેબલ ઉપલબ્ધ છે

સહાયક દસ્તાવેજો

ઉત્પાદનની માહિતી

ખેડૂતો સામાન્ય રીતે રોગોની સમસ્યાઓ માટે વ્યાપક,વ્યાજબી, વિશ્વસનીય અને લાંબા સમય સુધીના ટકાઉ સમાધાનની શોધ કરે છે. ગેઝેકો® ફૂગનાશક તેની બે વિશિષ્ટ પદ્ધતિઓના અનન્ય સંયોજન સાથે શીથ બ્લાઇટ, ગંદા પેનિકલ, પાવડરી માઇલ્ડ્યૂ, અર્લી બ્લાઇટ, એન્થ્રેક્નોઝ, પીળા રતવા જેવા મુખ્ય રોગો સામે બહેતર કાર્યક્ષમતા પ્રદાન કરે છે. એફઆરએસી (3 + 11) જૂથના ડ્યુઅલ મોડ અણુઓ ચોખા, ઘઉં અને મુખ્ય ફળો અને શાકભાજીઓના પાકમાં આર્થિક રીતે મુશ્કેલીકારક રોગો પર ઉત્કૃષ્ટ અને વિશ્વસનીય નિયંત્રણ કરે છે. ગેઝેકો® ફૂગનાશક એ પાકની શ્રેષ્ઠતમ સુરક્ષા પ્રદાન કરે છે અને ઈચ્છિત શારીરિક લાભો આપે છે. પાકની ઉપજ અને લણણી કરેલ અનાજની ગુણવત્તા પર ફાયદાકારક અસરો સાથે લાંબા સમય સુધી ચાલતા, દરેક હવામાનમાં સંબદ્ધ રોગ નિયંત્રણ.

પાક

પાકની અધિકૃત સૂચિ, લક્ષ્ય જીવાતો, ઉપયોગ માટેની સૂચનાઓ, મર્યાદાઓ અને સાવચેતી માટે હંમેશા ઉત્પાદનના લેબલનો સંદર્ભ લો. ઈચ્છિત પરિણામો માટે, આપેલ સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો અને અનુસરો.

આ ઉત્પાદનનો ઉપયોગ અમારા નિયંત્રણની બહાર હોવાથી, અમે ઉત્પાદનની એકસમાન ગુણવત્તા સિવાય કોઈ ખાતરી આપતા નથી.

પાકની સંપૂર્ણ સૂચિ

  • ચોખા
  • મરચી
  • ટમેટા
  • ઘઉં
  • સફરજન
  • મગફળી
  • ચા