મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

એફએમસી ઇન્ડિયા વિશ્વ જમીન દિવસ 2021 ઉજવે છે

જમીનને ક્ષારમય બનતા અટકાવો, જમીનની ઉત્પાદકતા વધારો

World Soil Day 2021

 

ટકાઉક્ષમતા એફએમસી ઇન્ડિયાના વ્યવસાયના મૂળમાં છે અને અમે વિવિધ ટકાઉક્ષમતા પહેલને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ. જમીનનું સ્વાસ્થ્ય એ આપણા માટે ટકાઉક્ષમતાની એક મુખ્ય થીમ છે કારણ કે આપણે બધા જાણીએ છીએ કે જમીન ખેતી માટે એક મહત્વપૂર્ણ સંસાધન છે.

ભારતીય જમીન આજે ઘણા પડકારોનો સામનો કરી રહી છે - વર્ષોથી જમીનની ગુણવત્તામાં સર્વાંગી ઘટાડો થયો છે અને ભારતમાં જમીનના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવાની જવાબદારી આપણી છે. સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યો પર હસ્તાક્ષરકર્તા હોવાના કારણે નિશ્ચિતપણે, "શૂન્ય ભૂખમરો" એ એક મહત્વપૂર્ણ આવશ્યકતા છે.

ડિસેમ્બર 5 ના રોજ સમગ્ર ભારતમાં વિશ્વ જમીન દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ જમીન દિવસ 2021 ની થીમ હતી 'જમીનને ક્ષારમય બનતા અટકાવો, જમીનની ઉત્પાદકતા વધારો. તેનો ઉદ્દેશ જમીનની ખારાશના જોખમો વિશે જાગૃતિ ફેલાવવાનો છે.

દર વર્ષની જેમ, એફએમસીની ટીમે ડિસેમ્બર 5, 2021 ના રોજ વિશ્વ જમીન દિવસ પર વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. અમે ખેડૂતો, ચૅનલ ભાગીદારો અને અન્ય હિસ્સેદારોને માટીના સ્વાસ્થ્ય વિશે શિક્ષિત કરવા માટે શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. 600+ ખેડૂત સભાઓ યોજવામાં આવી હતી જેમાં 200+ ચૅનલ ભાગીદારો સામેલ હતા, 850+ વૃક્ષો વાવવામાં આવ્યા હતા, 20+ વાહન રેલીઓ યોજાઈ હતી અને લગભગ 80 સરકારી અધિકારીઓ સાથે ટીમો જોડાઈ હતી. સ્થાનિક કૉલેજો/શાળાઓમાં જમીન દિવસના વિષય પર નિબંધ સ્પર્ધા, ચર્ચા સ્પર્ધા અને આ વિષય પર નાટક અને ભૂમિકાઓ સાથે મહિલા ખેડૂતોને જોડીને અમારા સર્જનાત્મક નેતૃત્વ આ અભિયાનને આગલા સ્તર પર લઈ ગયું હતું.

જમીની પ્રવૃત્તિઓની સાથે, અમે જમીનના સ્વાસ્થ્ય વિશે ડિજિટલ અભિયાન પણ શરૂ કર્યા હતા. અમે આઇસીએઆરના જમીન વૈજ્ઞાનિક સાથે એક વેબિનારનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે જમીનની ખારાશના કારણો અને આ પડકારોનો સામનો કરવાના ઉપાયો વિશે જાણકારી આપી હતી. જમીનના સ્વાસ્થ્ય સંબંધિત જાગૃતિ માટે, અન્ય ડિજિટલ પ્રવૃત્તિઓમાં માટીની સ્થિતિ વિશે નાનો વિડિયો, વિશ્વ જમીન દિવસની થીમ અને એફએમસીની પહેલને ટેકો આપવા માટે ગ્રાહકની પ્રતિજ્ઞા શામેલ છે.

આ અભિયાનને અગ્રણી પ્રિન્ટ મીડિયા અને લોકલ ટીવી ચૅનલો દ્વારા આવરી લેવામાં આવ્યું હતું. આ અભિયાનની દેશના ઉદ્યોગ જગતના ઘણા અગ્રણીઓ તેમજ માટીના નિષ્ણાતો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.

આ અભિયાનનો હેતુ ટકાઉક્ષમ કૃષિમાં નાનું યોગદાન આપવાનો છે. દર વર્ષે તે અમને જમીનના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ વધારવાની તક આપે છે અને ભારતને જમીન સમૃદ્ધ દેશ બનાવવા તરફ કામ કરવા માટે અમને પ્રેરિત કરે છે!

FMC India celebrates World Soil Day 2021