મહારાષ્ટ્રમાં જંતુનાશકોનો અયોગ્ય રીતે ઉપયોગ એક લાંબા સમયથી પ્રવર્તતી સમસ્યા છે. ખાસ કરીને વર્ષ 2017 ભારે આપત્તિવાળું હતું, જેમાં યવતમાળ અને આજુબાજુના જિલ્લાઓમાં પાકની સુરક્ષા માટેના ઉત્પાદનોના અયોગ્ય ઉપયોગને કારણે 30 ખેડૂતો અને ખેતમજૂરોના મૃત્યુ થયા હતા. ત્યારબાદથી મહારાષ્ટ્ર કૃષિ વિભાગે વિવિધ કૃષિ રાસાયણિક કંપનીઓના સહયોગથી જંતુનાશકોના સુરક્ષિત ઉપયોગ અંગે સતત જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે.
અમે, એફએમસી ખાતે ખેડૂતોના તમામ સંપર્ક સ્થળો પર સંસાધનોના પ્રબંધનને અમારી એક મુખ્ય જવાબદારી તરીકે જોઈએ છીએ. 2018 અને 2019 માં, એફએમસીએ કૃષિ વિભાગ સાથે સંકલન કરીને ચંદ્રપુર જિલ્લામાં આ મુદ્દે વ્યાપક જાગૃતિ નિર્માણ કરી હતી. આ વર્ષે એફએમસીને ખેડૂતો માટે જંતુનાશક સલામતી જાગૃતિ કાર્યક્રમો ચલાવવા માટે અકોલા જિલ્લા માટે મધ્યવર્તી કંપની તરીકે નિયુક્ત કરવામાં આવી છે.
કૃષિ વિભાગ, આરોગ્ય વિભાગ અને કેવીકેના સહયોગથી અમે આ વિષય પર વિવિધ અભિયાનો ચલાવી રહ્યા છીએ.. અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓના સમન્વયથી વાન અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે.. પ્રથમ વાન અભિયાનનો પ્રારંભ અકોલાના જિલ્લા કલેકટર માનનીય શ્રી જીતેન્દ્ર પાપડકર દ્વારા કરવામાં આવ્યો હતો.
આત્મા (કૃષિ ટેક્નોલોજી વ્યવસ્થાપન એજન્સી) ના સમન્વયથી, અમે માત્ર અકોલા જિલ્લામાં જ નહીં, પણ નજીકના અન્ય 4 જિલ્લાઓમાં પણ હજારો ખેડૂતોને પીપીઇ કીટનું વિતરણ કરી રહ્યા છીએ. દરેક કિટમાં એપ્રોન, માસ્ક, આંખોની સુરક્ષા માટેના ચશ્માં અને હાથમોજાનો સમાવેશ થાય છે. વાન અભિયાન દ્વારા મર્યાદિત સંખ્યામાં ખેડૂતોના જૂથની સભા આયોજિત કરીને પીપીઇ કિટના ઉપયોગ અને તેના મહત્વના અંગે તાલીમ આપવામાં આવે છે. ટીએઓ (તાલુકા કૃષિ અધિકારીઓ) એ પણ અમારા અભિયાનમાં ભાગ લીધો છે અને ખેડૂતો અને ખેતમજૂરોને વિવિધ પાક પર જંતુનાશકોના સલામત ઉપયોગ અંગે શિક્ષિત કર્યા છે.
આ અભિયાન હેઠળ અત્યાર સુધી અમે 115 ગામોમાં 5000 કરતાં વધુ ખેડૂતો અને ખેત મજૂરોનો સંપર્ક કર્યો છે. અમે અમારા અભિયાનની પહોંચને વિસ્તૃત કરવા અને રાજ્ય અધિકારીઓ સાથે સમન્વય સાથે કામ કરવા અને પાક સુરક્ષા ઉત્પાદનોના સુરક્ષિત ઉપયોગને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.