મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો
madhushakti

એફએમસી, મધમાખી ઉછેરના ઉદ્યોગ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓના સશક્તિકરણ માટે, જીબી પંત વિદ્યાપીઠ સાથે ભાગીદારી કરે છે

પંત નગર, એપ્રિલ 29, 2022: એફએમસી ઇન્ડિયા - એક અગ્રણી કૃષિ વિજ્ઞાન કંપનીએ આજે ગોવિંદ બલ્લભ પંત કૃષિ અને ટેકનોલોજી વિદ્યાપીઠ (જીબી પંત વિદ્યાપીઠ) સાથે મધમાખી ઉછેર દ્વારા ગ્રામીણ મહિલાઓમાં ઉદ્યોગસાહસિકતા વિકસિત કરવા માટે, તેમના પરિવારો માટે ટકાઉ આવક ઉત્પન્ન કરવાના સાધન તરીકે અને તેમના જીવનધોરણને ઊંચું કરવા માટે સહયોગની જાહેરાત કરી છે.

મધુશક્તિ નામક પ્રોજેક્ટ (હિન્દીમાં મધુનો અર્થ છે "મધ" અને શક્તિ એટલે "મહિલાઓની ઊર્જા"), આ ભારતમાં તેના પ્રકારની સૌપ્રથમ નવીન ટકાઉ વિકાસ પહેલ છે. હિમાલય પર્વતમાળાની તળેટીમાં સ્થિત ઉત્તરાખંડના ગ્રામીણ વિસ્તાર માટે આ પ્રોજેક્ટનું ત્રણ વર્ષનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં મધ ઉત્પાદન માટે ઉપયોગી કુદરતી ઔષધિઓ અને વનસ્પતિનો વિપુલ સ્ત્રોત છે. ઉત્તરાખંડની આશરે 53 ટકા વસ્તી ડુંગરો અને પહાડોમાં રહે છે, જેમાંથી 60 ટકા ગરીબી રેખાની નીચે આવે છે.

એફએમસી ઇન્ડિયાના પ્રમુખ શ્રી રવિ અન્નાવરપુએ કહ્યું, "પ્રોજેક્ટ મધુશક્તિ દ્વારા અમારો ઉદ્દેશ્ય ટકાઉ વ્યવસાય તકો સાથે કૃષિ ક્ષેત્રે મહિલાઓનું સશક્તિકરણ કરીને ગ્રામીણ પરિવારોના જીવનમાં પરિવર્તન લાવવાનો છે. ભાવિ પેઢીઓ માટે પર્યાવરણનું રક્ષણ કરતી વખતે, સલામત અને સુરક્ષિત ખાદ્ય પુરવઠો જાળવી રાખનારા ખેડૂતોને સમર્થન આપવાની અમારી પ્રતિબદ્ધતાના કેન્દ્રમાં અમે ટકાઉ કૃષિને સ્થાન આપીએ છીએ. આ પ્રોજેક્ટની સફળતા ભારતની મહિલા ખેડૂતોને મધમાખી ઉછેરને લાભદાયી ઉદ્યોગ તરીકે જોવા માટે પ્રોત્સાહિત કરશે જ, પરંતુ સાથે સઘન કૃષિ હેઠળ પરાગરજ વાહકની વસ્તીને સુરક્ષિત રાખવાની વૈશ્વિક ચિંતાને પણ દૂર કરશે.” 

આ પ્રોજેક્ટના ભાગરૂપે, સિતારગંજ, કોટાબાગ અને અલ્મોડા અને રાનીખેત શહેરોમાંથી ગ્રામીણ મહિલાઓની પસંદગી કરવામાં આવશે અને તેમને મધમાખી ઉછેરની તાલીમ આપવામાં આવશે. ખેડૂતોના મધપૂડાનું ઉત્પાદન વિદ્યાપીઠના મધમાખી સંશોધન અને તાલીમ કેન્દ્ર (એચબીઆરટીસી) દ્વારા ખેડૂતોને ચુકવણીની સુવિધા અને મધપૂડામાંથી બજાર ઉત્પાદનોની સુવિધા માટે સ્થાપિત એક ફરતા ભંડોળ દ્વારા ખરીદવામાં આવશે. આ પ્રોજેક્ટ પરાગરજ વાહકના વર્તન પર પણ બારીકાઈથી દેખરેખ રાખશે, વૈજ્ઞાનિક જ્ઞાનનો ભંડાર ઉત્પન્ન કરશે, જે સમગ્ર દેશમાં મધમાખી ઉછેરકર્તાઓને લાભ આપશે.

પ્રોજેક્ટ મધુશક્તિની સફળતાનો ઉદ્દેશ્ય દેશમાં વધુ મહિલા ખેડૂતોને મધમાખી ઉછેરને ઉદ્યોગસાહસિક વ્યવસાય તરીકે અપનાવવા માટે પ્રેરિત કરવાનો છે. ઉત્તરાખંડમાં પરાગરજ વાહકોની વસ્તીમાં વધારો એ પરાગનયન પ્રક્રિયાના દર અને જૈવવિવિધતાના વિકાસમાં વધારો કરે, જે કૃષિ ઉત્પાદકતાને સહાયક બને, તેવી અપેક્ષા છે. આ પ્રોજેક્ટના અન્ય લક્ષ્યોમાં કૃષિ ક્ષેત્રે સારી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે, જે મધમાખીઓને સુરક્ષિત રાખીને કીટનાશકોના સુરક્ષિત અને વિવેકપૂર્ણ ઉપયોગ તરફ દોરી જાય છે.

જીબી પંત વિદ્યાપીઠના ઉપ-કુલપતિ, ડૉ. ચૌહાણે કહ્યું, "મધમાખી ઉછેર એ રાજ્યની ગ્રામીણ મહિલાઓ માટે ન્યૂનતમ રોકાણ અને બહુવિધ લાભો સાથે વધારાની આવક પેદા કરવા માટે સૌથી વધુ ટકાઉ વ્યવસાયિક તકોમાંથી એક છે. રાજ્યની સમૃદ્ધ જૈવવિવિધતા મધમાખીઓને ખીલવા દેશે, મધની વિશાળ પસંદગીનું ઉત્પાદન કરશે અને ઇકોલોજીને સારી રીતે સંતુલિત રાખશે. આ પ્રોજેક્ટ માત્ર પર્યાવરણ માટે જ નહીં, પરંતુ વ્યક્તિગત ખેડૂતો માટે પણ લાભકારી સાબિત થશે.”

ઉત્તરાખંડ જેવા જૈવ-વૈવિધ્યસભર રાજ્યમાં મધમાખી ઉછેરની સંભાવનાઓ વણ-વપરાયેલ રહે છે. રાજ્ય હાલમાં માત્ર 12,500 મેટ્રિક ટન મધનું ઉત્પાદન કરે છે. મધુશક્તિ જેવા કાર્યક્રમના નેજા હેઠળ આ આંકડો નોંધપાત્ર રીતે વધવાની અપેક્ષા છે.

મધમાખી ઉછેર એ ખૂબ જ આકર્ષક અને લાભદાયી ગ્રામીણકૃષિ આધારિત સાહસ છે કારણ કે તેમાં કોઈ અત્યાધુનિક ટેકનોલોજી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આવશ્યકતા નથી, અને તે ઓછા રોકાણમાં થઈ શકે છે. ખેડૂત સમુદાયની અર્થવ્યવસ્થાને વધારવા માટે સંકલિત કૃષિ પ્રણાલીમાં સંલગ્ન પ્રવૃત્તિ તરીકે તે સાનુકૂળ છે.

આ પ્રોજેક્ટ જી.બી. પંત વિદ્યાપીઠ ખાતે ઉપ-કુલપતિ ડૉ. એ.કે. શુક્લા, એફએમસી ઇન્ડિયાના પ્રમુખ રવિ અન્નાવરપુ, વિદ્યાપીઠના સંશોધન નિયામક ડૉ. અજીત નૈન, જાહેર અને ઉદ્યોગ બાબતો માટેના એફએમસી નિયામક રાજુ કપૂર અને એશિયા પેસિફિક એસ્લે એનજી માટે એફએમસી પ્રબંધન અગ્રણીની ઉપસ્થિતિમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.

એફએમસી વિશે

એફએમસી કોર્પોરેશન એક વૈશ્વિક કૃષિ વિજ્ઞાન કંપની છે, જે બદલાતા વાતાવરણને અનુકૂળ બનીને વિશ્વની વધતી વસ્તી માટે ખાદ્ય, ભોજન, ફાઇબર અને ઇંધણ ઉત્પન્ન કરવામાં ઉત્પાદકોને મદદ કરવા માટે સમર્પિત છે. એફએમસીના નવીન પાક સંરક્ષણ દ્રાવણ - જૈવિક, પાક પોષણ, ડિજિટલ અને ચોકસાઈપૂર્વક કૃષિ સહિત - ઉત્પાદકો, પાક સલાહકારો અને ઘાસપાટ અને કીટ વ્યવસ્થાપન વ્યાવસાયિકોને, પર્યાવરણનું રક્ષણ કરતી વખતે આર્થિક રીતે તેમના સૌથી મુશ્કેલ પડકારોનો સામનો કરવા સક્ષમ બનાવે છે. વિશ્વભરમાં 100 કરતાં વધુ સ્થળોએ આશરે 6,400 કર્મચારીઓ સાથે, એફએમસી નવા નીંદણનાશક, કીટનાશક અને ફૂગનાશક સક્રિય ઘટકો, ઉત્પાદન સિદ્ધાંતો અને અગ્રણી તકનીકો, જે સતત પૃથ્વી માટે બહેતર હોય, તે શોધવા માટે પ્રતિબદ્ધ છે. મુલાકાત લો fmc.com અને ag.fmc.com/in/en અને વધુ જાણો અને એફએમસી ઇન્ડિયાને અહીં અનુસરો ફેસબુક® અને યુટ્યૂબ®.

Madhu shakti

 

madhushkti2