અકોલા, 31 ઓગસ્ટ, 2022: એફએમસી ઇન્ડિયા, જે એક કૃષિ વિજ્ઞાન કંપની છે, તેમણે આજે મહારાષ્ટ્ર રાજ્ય સરકારના કૃષિ વિભાગ સાથે ભાગીદારીમાં ભારતના અકોલા જિલ્લામાં કૃષિ સમુદાય માટે જંતુનાશક જાગૃતિ અને પ્રબંધન અભિયાનના ત્રીજા વર્ષની શરૂઆત કરી હતી.
આ વર્ષનું અભિયાન એક એવી પહેલ પર બનાવવામાં આવેલ છે જે એફએમસી ઇન્ડિયાએ 2020 માં અકોલામાં શરૂ કર્યું હતું, જેનો હેતુ કૃષિ સમુદાયમાં થતાં આકસ્મિક ઝેરી અસરને રોકવાના હેતુથી સુરક્ષિત કૃષિ પદ્ધતિઓને અપનાવવાનો છે.
જાગૃતિ અભિયાન, અંગે શ્રી રવિ અન્નાવરપુ, પ્રમુખ, એફએમસી ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, "એફએમસીએ ભારતના કૃષિ સમુદાયના કલ્યાણમાં ભારે રોકાણ કરેલ છે. આથી, અમે ઘણા વર્ષોથી સુરક્ષિત અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ અંગે ખેડૂતોને તાલીમ આપી રહ્યા છીએ. અમારું અભિયાન 2021 માં અકોલાના વિવિધ ગામોના 7,500 ખેડૂતો સુધી પહોંચી ગયું અને અમે દૃઢપણે માનીએ છીએ કે આ વર્ષનું અભિયાન નવા સ્તર સુધી પહોંચશે અને કૃષિ સમુદાયની જાગૃતિ અને જ્ઞાનમાં સુધારો કરવા માટે સમુદાયમાં વ્યાપક રીતે વિસ્તરશે.”
અભિયાનના ભાગ રૂપે, એફએમસી ઇન્ડિયા સરકારના કૃષિ વિભાગ, સ્વાસ્થ્ય વિભાગ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (ભારતમાં કૃષિ વિસ્તરણ કેન્દ્રો) સાથે વિવિધ પાક ઋતુઓ અને પાકની વિવિધતામાં જંતુનાશકોના યોગ્ય ઉપયોગ વિશે ખેડૂત સભાઓ અને શિક્ષણ સત્રોનું આયોજન કરવા માટે સહયોગ કરે છે સમગ્ર અકોલામાં મોટી સંખ્યામાં ગામો અને ખેડૂતોને શિક્ષણ સત્રોનો લાભ આપવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે મોબાઇલ વૅન ચલાવવામાં આવે છે.
આ વર્ષનું અભિયાન અકોલા જિલ્લાના સીઈઓ સૌરભ કટિયાર, અકોલા જિલ્લા પરિષદના પ્રમુખ પ્રતિભાતાઈ ભોજને, એડિશનલ સીઈઓ ડૉ. સૌરભ પવાર, કૃષિના અકોલા જિલ્લાના કૃષિ અધિક્ષક શ્રી આરીફ શાહ, ભૂતપૂર્વ જિલ્લા પરિષદના પ્રમુખ શ્રીમતી પુષ્પતાઈ ઇંગલે, અકોલા જિલ્લા કૃષિ વિકાસ અધિકારી શ્રી મુરલીધર ઇંગલે, જિલ્લા ગુણવત્તા નિયંત્રક મિલિંદ જંજલ સહિતના માનનીય મહેમાનોની હાજરીમાં શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં એફએમસી ઇન્ડિયાના એરીયા માર્કેટિંગ મેનેજર શ્રી હીરામન મંડલ પણ શામેલ હતા.
એફએમસી ઇન્ડિયા પાસે કૃષિ સમુદાયને પહેલ અને કાર્યક્રમો જેમ કે પ્રોજેક્ટ સમર્થ (સલામત પાણીની પહેલ), ઉગમ (જમીનના સ્વાસ્થ્ય પ્રથાઓને પ્રોત્સાહન) અને પ્રોજેક્ટ મધુશક્તિ (મધમાખી પાલન દ્વારા ગ્રામીણ મહિલાઓમાં ઉદ્યોગસાહસિકતા વિકસાવવા માટે જીબી પેન્ટ યુનિવર્સિટી સાથેનો સહયોગ) દ્વારા ટેકો આપવાનો લાંબો ટ્રૅક રેકોર્ડ છે.
એફએમસી વિશે
એફએમસી કોર્પોરેશન એક વૈશ્વિક કૃષિ વિજ્ઞાન કંપની છે, જે બદલાતા વાતાવરણને અનુકૂળ બનીને વિશ્વની વધતી વસ્તી માટે ખાદ્ય, ભોજન, ફાઇબર અને ઇંધણ ઉત્પન્ન કરવામાં ઉત્પાદકોને મદદ કરવા માટે સમર્પિત છે. એફએમસીના નવીન પાક સંરક્ષણ દ્રાવણ - જૈવિક, પાક પોષણ, ડિજિટલ અને ચોકસાઈપૂર્વક કૃષિ સહિત - ઉત્પાદકો, પાક સલાહકારો અને ઘાસપાટ અને કીટ વ્યવસ્થાપન વ્યાવસાયિકોને, પર્યાવરણનું રક્ષણ કરતી વખતે આર્થિક રીતે તેમના સૌથી મુશ્કેલ પડકારોનો સામનો કરવા સક્ષમ બનાવે છે. વિશ્વભરમાં 100 કરતાં વધુ સ્થળોએ આશરે 6,400 કર્મચારીઓ સાથે, એફએમસી નવા નીંદણનાશક, કીટનાશક અને ફૂગનાશક સક્રિય ઘટકો, ઉત્પાદન સિદ્ધાંતો અને અગ્રણી તકનીકો, જે સતત પૃથ્વી માટે બહેતર હોય, તે શોધવા માટે પ્રતિબદ્ધ છે. વધુ જાણવા માટે fmc.com અને ag.fmc.com/in/en ની મુલાકાત લો અને એફએમસી ઇન્ડિયાને Facebook® અને YouTube® પર ફોલો કરો.