હૈદરાબાદ, સપ્ટેમ્બર 5, 2022: એફએમસી ઇન્ડિયા, કૃષિ વિજ્ઞાન કંપનીએ આજે ભારતીય ખેડૂતોના સમર્થનમાં ત્રણ નવા ઉત્પાદનો સાથે તેના પોર્ટફોલિયોના વિસ્તરણની જાહેરાત કરી છે, જેથી સારી ગુણવત્તાની પેદાશો અને જમીનની સુધારેલી પ્રોફાઇલ દ્વારા બહેતર ઉપજ હાંસલ કરી શકાય.
લૉન્ચ ઇવેન્ટ દરમિયાન ટિપ્પણી કરતાં, એફએમસી ઇન્ડિયાના પ્રમુખ, શ્રી રવિ અન્નાવરપુએ કહ્યું, "એફએમસી ઇન્ડિયા ત્રણ દાયકાથી વધુ સમયથી ભારતીય ખેડૂતોને સેવા પ્રદાન કરે છે, અને અમે ભારતીય કૃષિની ટકાઉક્ષમતામાં યોગદાન આપીને તેમને સમૃદ્ધ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આજે રજૂ કરાયેલા નવા દ્રાવણ, ખેડૂતોના પડકારોને ઓળખવા અને અનુરૂપ નવીનતાઓ દ્વારા પ્રભાવી રીતે અને ઝડપથી તેમનો ઉકેલ લાવવા માટે એફએમસીના ગહન બહુ-વર્ષીય સંશોધનનું પરિણામ છે.”
ટાલસ્ટાર® પ્લસ કીટનાશક એ વ્યાપકપણે ઉપયોગમાં લેવાતું એક નવીન પ્રી-મિક્સ છે, જે ચૂસિયા અને પાંદડા ચાવતા કીટકો સામે સુરક્ષા પ્રદાન કરે છે, જે મગફળી, કપાસ અને શેરડીના પાક લેતા ભારતીય ખેડૂતો માટે મોટો દુખાવો હોય છે. આ ઉત્પાદન ખેડૂતોને મગફળીમાં સફેદ કીડા, થ્રિપ્સ અને ચૂસિયા કીટકો; કપાસમાં ગ્રે વીવિલ, મીલી બગ, પાંદડાની માકડી, સફેદ માખી, થ્રિપ્સ અને ચૂસિયા કીટકો; અને શેરડીના પાકમાં ઉધઈ અને કોમળ શાખા ઈયળ જેવા કીટકોથી રક્ષણ માટે સર્વોત્તમ ઉપાય પ્રદાન કરે છે. ટાલસ્ટાર® પ્લસ કીટનાશક દેશભરમાં અગ્રણી છૂટક દુકાનો પર ઉપલબ્ધ છે.
પેટ્રા® બાયોસોલ્યૂશન એ માટીના ભૌતિક અને જૈવિક ગુણધર્મોમાં સુધારો કરવા માટે રિએક્ટિવ કાર્બન ટેક્નોલોજી દ્વારા સંચાલિત એક નવી પેઢીનું કસ્ટમાઇઝ્ડ દ્રાવણ છે. તે જમીનમાં રહેલા ફોસ્ફરસને એકીકૃત કરીને પાક માટે ખૂબ જ જરૂરી શરૂઆતી વિકાસ પૂરો પાડે છે. કાર્બનિક પદાર્થોથી સુરક્ષિત, પેટ્રા® બાયોસોલ્યુશન માટીના સૂક્ષ્મ જીવાણુઓ માટે ખોરાકના સ્ત્રોત તરીકે કાર્ય કરે છે, તેમજ પોષક તત્વોના શોષણની પ્રક્રિયા કરીને માટીની રચનામાં સુધારો કરે છે અને જમીનની ફળદ્રુપતા વધારે છે. તેનો ઉપયોગ કરવો સરળ છે, તે મોટાભાગના પાક માટે યોગ્ય છે, અને સ્વસ્થ માટી, મૂળ અને છોડ માટે એક મજબૂત પાયો બનાવે છે. પેટ્રા® બાયોસોલ્યુશન ડિસેમ્બર 2022 માં વેચાણ માટે ઉપલબ્ધ થશે.
કૈઝબો® પાક પોષણ, એક વિશેષ સૂક્ષ્મ પોષકનું દ્રાવણ છે, જે કેલ્શિયમ, ઝિંક અને બોરોન જેવા આવશ્યક તત્વોને પૂરક બનાવીને પાકને અસરકારક રીતે પોષણ આપે છે અને મોટાભાગના પાકમાં બહુવિધ કમીઓ અને સંબંધિત વિકારોને સુધારવાનું કામ કરે છે. તે પરંપરાગત કેલ્શિયમના દ્રાવણની તુલનામાં વધુ સારી કાર્યક્ષમતા પ્રદાન કરે છે જ્યારે
યોગ્ય માત્રામાં અને પાકના વિકાસ ચક્રના યોગ્ય તબક્કે ઉપયોગમાં લેવામાં આવે છે. કૈઝબો® પાક પોષણ, પાકની સુધારેલી ફળની ગુણવત્તા અને સંગ્રહ ક્ષમતામાં નોંધપાત્ર યોગદાન આપે છે. કૈઝબો® પાક પોષણ 2022 ડિસેમ્બરમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે.
એફએમસી ઇન્ડિયાનું ભારતીય ખેડૂતોને સમર્થન માત્ર તેના વ્યાપક ઉત્પાદન ઑફર સુધી જ મર્યાદિત નથી. કંપની આખા વર્ષ દરમિયાન ખેડૂતો માટે અનુકૂલિત તાલીમ કાર્યક્રમો ચલાવી રહી છે, જે સમગ્ર ભારતમાં ઉગાડવામાં આવતા તમામ પ્રકારના પાકને આવરી લેતી સારી કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપી રહી છે. ઉદાહરણ તરીકે, કંપનીએ ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે આદર્શ ગામ કાર્યક્રમ પર પ્રોફેસર જયશંકર તેલંગાણા રાજ્ય કૃષિ યુનિવર્સિટી (હૈદરાબાદ) સાથે ભાગીદારી પણ કરી છે. વધુમાં, એફએમસી ઈન્ડિયા તેના ફ્લેગશિપ કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ પ્રોજેક્ટ સમર્થ દ્વારા ગ્રામીણ સમુદાયોને સ્વચ્છ અને સુરક્ષિત પીવાનું પાણી પૂરું પાડવાનું કામ કરે છે. તેણે દેશમાં 57 થી વધુ રિવર્સ ઓસ્મોસિસ વોટર પ્લાન્ટની સ્થાપના સહિત 100,000 કરતાં વધુ ખેડૂત પરિવારોને શુદ્ધ પીવાનું પાણી પ્રદાન કર્યું છે.
એફએમસી વિશે
એફએમસી કોર્પોરેશન એક વૈશ્વિક કૃષિ વિજ્ઞાન કંપની છે, જે બદલાતા વાતાવરણને અનુકૂળ બનીને વિશ્વની વધતી વસ્તી માટે ખાદ્ય, ભોજન, ફાઇબર અને ઇંધણ ઉત્પન્ન કરવામાં ઉત્પાદકોને મદદ કરવા માટે સમર્પિત છે. એફએમસીના નવીન પાક સંરક્ષણ દ્રાવણ - જૈવિક, પાક પોષણ, ડિજિટલ અને ચોકસાઈપૂર્વક કૃષિ સહિત - ઉત્પાદકો, પાક સલાહકારો અને ઘાસપાટ અને કીટ વ્યવસ્થાપન વ્યાવસાયિકોને, પર્યાવરણનું રક્ષણ કરતી વખતે આર્થિક રીતે તેમના સૌથી મુશ્કેલ પડકારોનો સામનો કરવા સક્ષમ બનાવે છે. વિશ્વભરમાં 100 કરતાં વધુ સ્થળોએ આશરે 6,400 કર્મચારીઓ સાથે, એફએમસી નવા નીંદણનાશક, કીટનાશક અને ફૂગનાશક સક્રિય ઘટકો, ઉત્પાદન સિદ્ધાંતો અને અગ્રણી તકનીકો, જે સતત પૃથ્વી માટે બહેતર હોય, તે શોધવા માટે પ્રતિબદ્ધ છે. વધુ જાણવા માટે fmc.com અને ag.fmc.com/in/en ની મુલાકાત લો અને એફએમસી ઇન્ડિયાને Facebook® અને YouTube® પર ફોલો કરો.