Skip to main content
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

ભારતીય કૃષિ અને સંલગ્ન ક્ષેત્રમાં મહિલાઓની પ્રતિભાના ગુણોત્તરને કેવી રીતે સુધારવો?

આને સંબોધિત કરવા માટે, સંસ્થાઓએ યુદ્ધના ધોરણે ઓળખી કાઢેલા પડકારોનો સામનો કરવાની જરૂર છે. આ કરવાની એક સરળ રીત છે કોર્પોરેટ ઇકોસિસ્ટમમાં શ્રેષ્ઠ પ્રથાઓમાંથી શીખવું અને કૃષિ અને સંલગ્ન ઉદ્યોગો માટે બહેતર યોગ્યતા શોધવી.

વિવિધ ક્ષેત્રોમાં મજબૂત છાપ છોડી હોવા છતાં, કૃષિ અને સંલગ્ન ઉદ્યોગોમાં કોર્પોરેટ સ્તરે સ્ત્રી પ્રતિભાની તીવ્ર અછત છે. આના અનેક કારણો છે અને તેમાં છેવટની સુવિધાઓનો અભાવ, સુરક્ષા અને સલામતી વિશેની ચિંતા, ઇકોસિસ્ટમમાં પ્રવર્તમાન લિંગ પક્ષપાત, જાતીય ઉત્પીડન અને મહિલાઓને નિર્ણાયક ભૂમિકાઓમાં સ્વીકારવામાં સમાજની અસમર્થતાનો સમાવેશ થાય છે.

કેટલી મહિલાઓ માત્ર ખેતરોથી આગળ ભારતીય કૃષિ ક્ષેત્રમાં અને પુરવઠા શૃંખલાઓ, ખાતરો અને અન્ય સંલગ્ન ઉદ્યોગોમાં નામ અને મજબૂત કારકિર્દી બનાવી રહી છે? એટલે કે ખેતરોમાં પપમ્મલ, અપર્ણા રાજગોપાલ, રાહીબાઈ સોમા પોપર, કમલા પુજારી સિવાય કેટલી? સકિના રાજકોટવાલા અને ગીતા રાજમણી જેવી ગતિશીલ મહિલાઓ કે જેમણે વધુ લાભદાયી ક્ષેત્રો છોડીને કૃષિ સ્ટાર્ટ-અપ્સ બનાવ્યા છે તેમનાથી આગળ, મોટાભાગની મહિલાઓ કૃષિ વ્યવસાયોને કારકિર્દી તરીકે અપનાવતી નથી. 

સમયની જરૂરિયાત

આ ક્ષેત્રના તમામ પરિબળોમાં પુરુષોના પક્ષમાં સ્પષ્ટ ટિલ્ટ સાથે, મહિલાઓ ક્ષેત્રને વધુ આકર્ષક કારકિર્દીના વિકલ્પો અથવા વધુ શોધમાં છોડી દે છે, કૃષિ અથવા તેના સંલગ્ન ક્ષેત્રોમાં શિક્ષણ ધરાવતા પણ, ક્યારેય ક્ષેત્રમાં પ્રવેશ કરતા નથી. 

આ ભારતીય કૃષિ અને સંલગ્ન ક્ષેત્રને એક ઉદ્યોગ તરીકે મહિલાઓ માટે માત્ર વધુ સમાવિષ્ટ બનાવવા માટે જ નહીં, પરંતુ વધુ મહિલાઓને પ્રમુખ ભૂમિકાઓમાં આકર્ષવા, તૈયાર કરવા અને સુસજ્જ કરવા માટેનું એક મંચ નિર્માણ કરવાનું પણ બુલંદ આહ્વાન છે. 

મહિલાઓએ સંલગ્ન ઉદ્યોગોમાં ઉચ્ચ હોદ્દા નહિતર સમાન હોદ્દા સંભાળવાનું શરૂ કરવું જોઈએ - કૃષિ નિવિષ્ટ પુરવઠાકર્તા, જથ્થાબંધ વિક્રેતા અને વિતરકો, છૂટક વિક્રેતાઓ, કૃષિ-માર્કેટિંગ, ખાતર અને જંતુનાશકો, મશીનરી, પશુધન, નિવિષ્ટ સામગ્રી, પુરવઠા શ્રૃંખલા, લોજિસ્ટિક્સ અને વધુ. આ કૃષિ મહાવિદ્યાલયોમાં સ્નાતક અથવા અનુ-સ્નાતક સ્તરથી શિષ્યવૃત્તિ/અનુદાન પ્રદાન કરીને મહિલા પ્રતિભાને ઓળખીને અને તૈયાર કરીને થઈ શકે છે. અથવા વિવિધ મહિલા જૂથોમાંથી પ્રતિભાઓની પસંદગી દ્વારા લાંબા ગાળાની પાઇપલાઇનનું નિર્માણ કરીને અથવા કૃષિ ક્ષેત્રની મહિલાઓના મતને કાને ધરવા અને બહેતર પ્રતિનિધિત્વ પ્રદાન કરવા માટે શિખર સંમેલનો અને નેટવર્કિંગ કાર્યક્રમો બનાવીને આ થઈ શકે છે. 

આને સંબોધિત કરવા માટે, સંસ્થાઓએ યુદ્ધના ધોરણે ઓળખી કાઢેલા પડકારોનો સામનો કરવાની જરૂર છે. આ કરવાની એક સરળ રીત છે કોર્પોરેટ ઇકોસિસ્ટમમાં શ્રેષ્ઠ પ્રથાઓમાંથી શીખવું અને કૃષિ અને સંલગ્ન ઉદ્યોગો માટે બહેતર યોગ્યતા શોધવી.

પડકારોનો સામનો

વ્યવસાયની પ્રાથમિકતા દેશભરમાં છેવટના માઇલ સુધી બહેતર સુવિધાઓ અને માળખું બનાવવાનો હોઈ શકે છે. કંપનીઓ સૌથી પહેલા તેમના માટે પ્રાથમિકતા ધરાવતા સ્થાનો પર ધ્યાન કેન્દ્રિત કરીને આ કરી શકે છે. તમામ સ્થાનો પર માળખાને વેગ આપવા માટે સરકાર સાથે જાહેર ખાનગી ભાગીદારીઓ કરવાની પણ સંભાવના છે.

આ ઉપરાંત, સમયની જરૂરિયાત ઇકોસિસ્ટમમાં લિંગ પક્ષપાત અને સામાજિક અવરોધોને દૂર કરવાની છે. આને અનેક રીતે સાધી શકાય છે. તેમના પોતાના કર્મચારીઓ અને પ્રભાવના ક્ષેત્રમાં, કંપનીઓ સલાહ સત્રો હાથ ધરી શકે છે, જે લોકોને કાર્યસ્થળ પર જાતિ કરતા આગળ જોવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત, કૌટુંબિક સ્તરે આને સંબોધવાની જરૂર છે, જ્યાં સરકાર અને શિક્ષણ પ્રણાલીની ભાગીદારી જરૂરી છે. આ બદલાવ રાતોરાત થવાનો નથી, પરંતુ તેમાં લાંબા ગાળા સુધી નાના પગલાઓ લેવાની જરૂર પડશે.

કંપનીના સ્તરે અને વ્યાપક ઇકોસિસ્ટમમાં જાગૃતિ લાવીને અને સહાયક પ્રથાઓ અમલમાં મૂકીને, મોટા પ્રમાણમાં સુરક્ષા અને જાતીય ઉત્પીડનના પ્રશ્નોને પણ સંબોધવામાં આવશે.

ઘણી સારી પહેલ વિવિધ કંપનીઓ દ્વારા પહેલેથી જ હાથ ધરવામાં આવી છે. આગામી કેટલાક વર્ષોમાં 50:50 લિંગ ગુણોત્તર સ્થાપિત કરવા માટે, અમારી પાસે અમારું મહિલા પહેલ નેટવર્ક (વિન) છે. આ ઉપરાંત, અમે આ ક્ષેત્રમાં વધુ મહિલા પ્રતિભાને આકર્ષિત કરવા માટે, મહિલાઓને 50% ફાળવણી સાથે બહુ-વર્ષીય વિજ્ઞાન અગ્રણી શિષ્યવૃત્તિ કાર્યક્રમ પણ શરૂ કર્યો છે. આવી પહેલોને હવે વેગ આપવાની જરૂર છે. માર્ગદર્શન અને નેટવર્કિંગ મંચ, શિષ્યવૃત્તિઓ, વિદ્યાર્થી લોન, સરકાર દ્વારા રાહતો અને બહેતર પીઠબળ પ્રણાલી, જ્યાં પરિવારો મહિલાઓને આવા પ્રયત્નોમાં ખૂબ આગળ વધી શકે તે માટે પ્રોત્સાહિત કરે અને પ્રેરિત કરે.

આગળનો માર્ગ

આપણે વાત કરીએ છીએ ત્યારે પાયાના સ્તરે મહિલાઓની ભૂમિકામાં સુધારો થઈ રહ્યો છે, હવે સમય આવી ગયો છે કે કૃષિ અને કૃષિ સંલગ્ન વ્યવસાયોમાં મેનેજમેન્ટમાં ટોચના સ્તરે પણ વધુ મહિલા અગ્રણીઓને સુકાન સોંપવામાં આવે. મહિલાઓ માટે આગળ વધવાનો અને સમાન તકો અને અગ્રણી ભૂમિકાઓની માંગણી કરવાનો સમય આવી ગયો છે અને સંલગ્ન ક્ષેત્રોની સંસ્થાઓએ તેમને તે પ્રદાન કરવાનો ચોક્કસપણે આ જ સમય છે. 

ટૂંક સમયમાં, આપણે ઇન્દ્રા નૂયી, દેબજાની ઘોષ, રોશની નાદાર અને અન્યના નામ જે ઉત્સાહ અને આદર સાથે લઈએ છીએ, તેમ જ તે આદર સાથે એક જ શ્વાસમાં ગુરદેવ કૌર દેઓલ અને કાવ્યા ચંદ્રા જેવા નામો લઈ શકીશું.