મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

એફએમસી ગ્રામીણ ભારતમાં કોવિડ-19 અંગે જાગરૂકતા વધારે છે

ભારત અત્યારે જ્યારે કોવિડ-19 ની વિનાશક બીજી લહેર સામે લડી રહ્યું છે, ત્યારે એફએમસી ઇન્ડિયાએ, તેની ભારતના લોકોની પડખે ઊભા રહેવાની પ્રતિબદ્ધતાના ભાગ રૂપે કોરોના વાઇરસ અંગે એકંદર જાગૃતિ લાવવા માટે તથા અને ગ્રામીણ સમુદાયોમાં ફેલાવાને રોકવામાં મદદ કરવા માટે ગ્રામીણ પ્રદેશોમાં વિવિધ માધ્યમ દ્વારા કેળવણી અભિયાન ચલાવવાનું શરૂ કર્યું છે.

એફએમસીએ એઆરડીઇએ (કૃષિ ગ્રામીણ વિકાસ અને પર્યાવરણ જાગૃતિ) ફાઉન્ડેશન અને ગ્રીનટીવી નામક ડિજિટલ મીડિયા ચેનલ સાથે 20 દિવસ સુધી દૈનિક એપિસોડની શ્રેણીને પ્રસારિત કરવા માટે ભાગીદારી કરી છે. દરેક એપિસોડમાં તબીબી નિષ્ણાત હાજર રહેશે અને તેમની સાથે અરસપરસ સંવાદ દ્વારા તેઓ દર્શકોને રોગના વિવિધ પાસાઓ વિશે શિક્ષિત કરશે અને જીવંત પ્રસારણ દરમિયાન પ્રશ્નોના જવાબ આપશે.

એફએમસી ઇન્ડિયાના રાષ્ટ્રીય વેચાણ અને માર્કેટિંગ નિયામક, રવિ અન્નાવરપુએ જણાવ્યું કે, "અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં કોવિડ-19 લક્ષણોનું મર્યાદિત જ્ઞાન તેમ જ પરીક્ષણ અને સારવાર માટેનો સંકોચ ગામડાના લોકો માટે વધુ જોખમરૂપ છે. ભારતના અંતરિયાળ પ્રદેશોમાં વસતા લોકોને કોરોનાવાઇરસ વિશે તાત્કાલિક માહિતગાર કરી તેનાથી સુરક્ષિત કરવાની જરૂર છે. સમુદાયોના સશક્તિકરણની અમારી પહેલ પ્રોજેક્ટ 'સમર્થ' અનુસાર, એફએમસી ઇન્ડિયાએ લોકોને સંક્રમિત થવા સામે પોતાની સુરક્ષા માટે પગલાં લેવામાં મદદ કરવા માટે રોગ નિવારણનો અભિગમ પસંદ કર્યો છે.”

આ શ્રેણી 1.3 મિલિયન થી વધુ દર્શકો સુધી પહોંચવાની આશા છે, જેનું શીર્ષક છે "કોવિડ-મુક્ત ગામડું" અને તે જૂન 1, 2021 થી રોજ સવારે 8:30am પર ગ્રીનટીવીના ફેસબુક અને યુટ્યૂબ ચેનલોના માધ્યમથી પ્રસારિત થઈ રહી છે. તેનો અંતિમ એપિસોડ જૂન 20, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવશે. આ તમામ એપિસોડ એફએમસી ઇન્ડિયાની ફેસબુક અને યુટ્યૂબ ચેનલો પર પણ મૂકવામાં આવશે, જેથી વધુ લોકોને તેનો લાભ મળી શકે.

20-દિવસની શ્રેણી ઉપરાંત, કોવિડ-યોગ્ય વર્તન પરની ટૂંકી શૈક્ષણિક ફિલ્મ ટૂંક સમયમાં પ્રદર્શિત કરવામાં આવશે. એફએમસી તેની સોશિયલ મીડિયા ચેનલો દ્વારા ખેડૂતો સાથે કોવિડ-19 વિશે શૈક્ષણિક માહિતી અને સૂચનો આપવાનું ચાલુ રાખશે.

જો તમે જીવંત પ્રસારણ જોવાનું ચૂકી ગયા હોવ, તો તમે તે અહીં જોઈ શકો છો: