મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

એફએમસી ઇન્ડિયાએ વિશ્વ પર્યાવરણ દિવસ પર ટકાઉ કૃષિ માટે પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું છે

ટકાઉક્ષમ કૃષિને પ્રોત્સાહન આપવાની તેની પ્રતિબદ્ધતાને અનુરૂપ, એફએમસી ઇન્ડિયાએ, ખેડૂતોમાં પ્રબંધનનું મહત્વ દર્શાવવા માટેના રાષ્ટ્રવ્યાપી અભિયાન તેમ જ સમગ્ર દેશમાં વૃક્ષારોપણ કરીને 5મી જૂન, 2021 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી.

આગામી ખરીફ ઋતુને ધ્યાનમાં રાખીને, એફએમસીએ 16 રાજ્યોમાં ખેડૂતો સાથે 730 મુલાકાતોનું આયોજન કર્યું હતું, જે થકી ખેડૂત સમુદાયમાં 28,000 કરતાં વધુ લોકો સુધી પહોંચી શકાયું હતું. કંપનીના ટેકનિકલ ક્ષેત્રના નિષ્ણાતોએ ખેડૂતોને ઉત્પાદન પ્રબંધન અને ખેતીની ઉત્પાદકતા વધારવા અને પર્યાવરણીય જોખમને ઘટાડવા માટે ખેતીમાં વાપરવામાં આવતા ઉત્પાદનોના કાર્યક્ષમ, સલામત અને સમજદાર ઉપયોગ અંગે માહિતગાર કર્યા. આમાં કૃષિ માટેની સારી પ્રથાઓ, જેમ કે દવાનું પ્રમાણ, દવાના છંટકાવ માટે ઉપયોગમાં લેવાતા સાધનોની માવજત, યોગ્ય મિશ્રણ અને છંટકાવની તકનીકો અંગે તાલીમ શામેલ છે.

એફએમસી ઇન્ડિયાના પ્રમુખ, શ્રી પ્રમોદ થોટાએ કહ્યું, "આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ પર અમારું પ્રાધાન્ય ખેડૂતોને ટકાઉક્ષમ ખેતીને વધુ સારી બનાવવા માટે શ્રેષ્ઠ પદ્ધતિઓ પર શિક્ષિત કરવાનું હતું. ટકાઉક્ષમતા એ એફએમસીના મુખ્ય મૂલ્યોમાંથી એક છે અને અમે ભારતમાં ખેડૂતો માટે ઉપયોગી અને વ્યાજબી એવી કૃષિ-પર્યાવરણ ટેક્નોલોજી વિકસાવવા માટે કામ કરી રહ્યા છીએ. બહેતર ભવિષ્ય માટે ટકાઉક્ષમ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાના હેતુથી અમારા 2,000 થી વધુ તકનીકી ક્ષેત્રના નિષ્ણાતો વર્ષે વીસ લાખથી વધુ ખેડૂતોનો સંપર્ક કરે છે. અમારું ધ્યેય વિવિધ પહેલ અને પ્રોજેક્ટ સમર્થ અને ઉગમ જેવા સમુદાય વ્યાપ્તિના કાર્યક્રમો દ્વારા ખેડૂત સમુદાયને સશક્ત બનાવવાનો અને તેમના જીવનધોરણને ઊંચું લાવવાનો છે.”

“એફએમસી ઉત્પાદનના નૈતિક પ્રબંધન અને કૃષિ ઉત્પાદનના જીવન ચક્ર દરમ્યાન તેના સુરક્ષિત, ટકાઉક્ષમ અને નૈતિક ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ગંભીરપણે પ્રતિબદ્ધ છે," એમ તેમણે ઉમેર્યું.

ઉત્પાદન પ્રબંધન એ ઉત્પાદનના જીવન ચક્રના તમામ તબક્કાઓ, જેમ કે, ઉત્પાદનની શોધ, ઉપયોગકર્તા દ્વારા તેનો ઉપયોગ અને કચરો કે ખાલી ડબ્બાઓના અંતિમ નિકાલ, તમામને સાંકળી લે છે.

એફએમસી ભારતમાં ત્રણ દાયકાઓથી ટકાઉક્ષમતા લાવવા અને ઉત્પાદકતા વધારવા માટે વિવિધ પાક માટે અને વિવિધ વિસ્તારોમાં ભારતીય ખેડૂતો સાથે ભાગીદારી કરી રહી છે, અને કંપનીના ટકાઉક્ષમતાના લક્ષ્યોની સાથે તેનું ઉત્પાદન પ્રબંધન મજબૂત બનાવે તેવા કાર્યોમાં રોકાણ કરવાની યોજના ધરાવે છે.

વિશ્વ પર્યાવરણ દિવસને સંલગ્ન પ્રયત્નોના ભાગ રૂપે, એફએમસી ઇન્ડિયાએ દેશભરમાં 9,000 કરતાં વધુ વૃક્ષોનું રોપણ કર્યું હતું.