ટકાઉક્ષમ કૃષિને વધારવાની પ્રતિબદ્ધતા સાથે, એફએમસી ઇન્ડિયાએ 18 રાજ્યોમાં 400 કરતાં વધુ ખેડૂત બેઠકોનું આયોજન કરીને દેશભરમાં 14,000 થી વધુ લોકો સુધી પહોંચીને માર્ચ 22, 2021 ના રોજ વિશ્વ જળ દિવસ ઉજવ્યો.
ભારતના જળ પોર્ટલ અનુસાર, ભારતમાં ઉપયોગમાં લેવાતા સપાટી પરના જળમાં ભારતીય કૃષિનો હિસ્સો 80 ટકાથી વધારે છે, જે વધતા વૈશ્વિક તાપમાનને કારણે પાણીની અછતને વધારવામાં ફાળો આપે છે. કૃષિમાં જળ પ્રબંધનને પ્રોત્સાહન આપવા માટે એફએમસી તકનીકી ક્ષેત્રના નિષ્ણાતોએ ખેડૂતો સાથે ખેતીનું ટકાઉપણું વધારવા માટે સારી કૃષિ પદ્ધતિઓ વિશે વાત કરી અને પાણીના પ્રત્યેક ટીપાંનો મહત્તમ ઉપયોગ કરવા, કાર્યક્ષમતા વધારવા અને પાણી બચાવવા માટે વિવિધ પદ્ધતિઓ વિશે માહિતી આપી.
એફએમસીની ટીમે પાણીની નબળી ગુણવત્તાના જોખમો અંગે જનજાગૃતિ વધારવા માટે સુરક્ષિત પીવાના પાણીના મહત્વને પણ પ્રકાશિત કર્યું છે. દેશમાં નબળી ગુણવત્તાના પાણીના ઉપયોગથી ગંભીર પાણીજન્ય રોગો થાય છે, અને આ ગ્રામીણ વિસ્તારોમાં વધુ ગહન છે, જે ખેડૂત પરિવારો માટે ગંભીર અસરો લાવી શકે છે.
એફએમસી ઇન્ડિયાના પ્રમુખ. શ્રી પ્રમોદ થોટાએ કહ્યું, "આ વિશ્વ જળ દિવસે, અમારું ધ્યાન તાજા પાણીના સંસાધનોના ટકાઉ વ્યવસ્થાપનને વધારવા માટે ખેડૂતોને શ્રેષ્ઠ પ્રથાઓ પર શિક્ષિત કરવા પર છે. અમે ભારતમાં ત્રણ દશકોથી વધુ સમયથી ઉત્પાદકતામાં સુધારો કરવા અને ટકાઉક્ષમતા માટે સમગ્ર પાક શ્રેણી અને ભૌગોલિક ક્ષેત્રોમાં ભારતીય ખેડૂતો સાથે ભાગીદારી કરી રહ્યા છીએ. અમારી પાસે લગભગ 4,000 તકનીકી ખેતર નિષ્ણાતો છે, જેઓ બહેતર ભવિષ્ય માટે ટકાઉ કૃષિ પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે વાર્ષિક બે મિલિયનથી વધુ ખેડૂતો સાથે જોડાય છે. અમારું ધ્યેય વિવિધ પહેલ અને પ્રોજેક્ટ સમર્થ અને ઉગમ જેવા સમુદાય વ્યાપ્તિના કાર્યક્રમો દ્વારા ખેડૂત સમુદાયને સશક્ત બનાવવાનો અને તેમના જીવનધોરણને ઊંચું લાવવાનો છે.”
એફએમસી ઇન્ડિયા એક કાર્યરત સિગ્નેચર પ્રોજેક્ટ ચલાવે છે, જે ભારતમાં આગામી ત્રણ વર્ષમાં 200, 000 ખેડૂત પરિવારોને સુરક્ષિત અને પીવાલાયક પાણી પ્રદાન કરવાનો પ્રયત્ન કરશે. આજ સુધી, પ્રોજેક્ટ સમર્થ દ્વારા ઉત્તર પ્રદેશ અને પંજાબમાં 44 સામુદાયિક જળ શુદ્ધિકરણ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે, જેનો લાભ લગભગ 120, 000 ખેડૂત પરિવારોને મળી રહ્યો છે. કંપની હવે આ વર્ષથી પાંચ વધુ રાજ્યોને આવરી લેવા માટે વિસ્તરણ કરી રહી છે.
એફએમસી ઉગમ એ ત્રણ મહિના લાંબી ઝુંબેશ હતી, જેની શરૂઆત 5 મી ડિસેમ્બર, વિશ્વ જમીન દિવસ 2020 ના રોજ ખેડૂતોને જાગૃતિ, જાણકારી અને વધુ ટકાઉ રીતે તેમની જમીનનું સંચાલન કરવાના સાધનો સાથે સશક્ત કરવા માટે કરવામાં આવી હતી. આ અભિયાન ફેસબુક, વૉટ્સએપ અને યુટ્યૂબ જેવી ડિજિટલ ચેનલો દ્વારા 100,000 થી વધુ ખેડૂતો ઉપરાંત, 40,000 કરતાં વધુ ખેડૂતો સુધી પહોચ્યું છે.
"એફએમસી ભવિષ્યની પેઢીઓ માટે પર્યાવરણનું રક્ષણ કરવાની સાથે સલામત અને સુરક્ષિત ખાદ્ય પુરવઠો જાળવી રાખતા ઉત્પાદનો તૈયાર કરવા માટે પ્રતિબદ્ધ છે," શ્રી થોટાએ ઉમેર્યું. "આ સાથે, એફએમસી દેશમાં પાણીના સુયોગ્ય ઉપયોગને લગતા કેટલાક મુદ્દાઓનો સ્વીકાર કરે છે, જેમાં પાણીજન્ય રોગોથી બચાવ અને ભૂગર્ભ જળ પ્રણાલીઓનું સંરક્ષણ શામેલ છે. અમારું કાર્ય શૂન્ય ભૂખમરો અને સ્વચ્છ પાણી અને સ્વચ્છતાના સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યોને ટેકો આપવા પર કેન્દ્રિત છે.”