મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

એફએમસી ઇન્ડિયાને ભારતના રસાયણ અને પેટ્રોરસાયણ પુરસ્કાર 2021 માં ડિજિટલ અને ટેક્નોલોજી-સક્ષમ કંપની જાહેર કરવામાં આવી છે

એફએમસી ઇન્ડિયા માત્ર બજારમાં અગ્રણી જ નથી બની રહ્યું ; તેને ભારતમાં ખેડૂતોને ઉકેલો પ્રદાન કરવા બદલ આવશ્યક માન્યતાઓ પણ મળી રહી છે. તાજેતરની રાષ્ટ્રીય માન્યતામાં, એફએમસી ઇન્ડિયાને ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ મહાસંઘ (એફઆઇસીસીઆઇ) દ્વારા 17th માર્ચના રોજ હોટેલ તાજ પેલેસ, નવી દિલ્હી ખાતે યોજાયેલ રસાયણ અને પેટ્રોરસાયણ પુરસ્કાર 2021 માં આ વર્ષની શ્રેષ્ઠ ડિજિટલ અને ટેક્નોલોજી-સક્ષમ કંપનીનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

વાર્ષિક પુરસ્કાર કાર્યક્રમમાં ભારતીય રસાયણ ઉદ્યોગમાં નોંધપાત્ર યોગદાન કરનાર વ્યક્તિઓ અને કંપનીઓને આ વર્ષે ઉમેરેલ ડિજિટલ અને ટેક્નોલોજી-સક્ષમ કંપનીના પુરસ્કારની શ્રેણી સહિતની 16 શ્રેણીઓમાં સન્માનિત કરવામાં આવે છે. ખેડૂત-સ્તરના સંવાદથી લઈને વિતરક અને છૂટક વેપારીના જોડાણ સુધીની કૃષિ મૂલ્ય સાંકળમાં અથથી ઇતિ સુધી ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપવાના પ્રયત્નો માટે એફએમસીને માન્યતા પ્રદાન કરવામાં આવી છે.

શ્રી યોગેન્દ્ર ત્રિપાઠી, સચિવ, રસાયણ અને પેટ્રોરસાયણ વિભાગ, રસાયણ અને ખાતર મંત્રાલય, ભારત સરકારની હાજરીમાં શ્રી મનસુખ માંડવિયા, માનનીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય અને રાજ્યમંત્રી, રસાયણ અને ખાતર મંત્રાલયના હસ્તે એફએમસી વતી શ્રી રાજુ કપૂર, જાહેર અને ઉદ્યોગ બાબતોના નિયામકે પુરસ્કાર પ્રાપ્ત કર્યો.

એફએમસી ઇન્ડિયા પરિવારના દરેક સભ્યની અથાક સખત મહેનત અમે જ્યુરી સમક્ષ રજૂ કરી, તે સૌને ખૂબ અભિનંદન! આ ઉપરાંત, આ પુરસ્કારના હેતુને પાર પાડવા સમર્થન આપવા માટે બકુલ, વિકાસ ઠક્કર અને અભય અરોરા (પાનોલી ખાતે) નો તેમના અસાધારણ પ્રયત્નો માટે ખૂબ ખૂબ આભાર.

"ઉદ્યોગ દ્વારા માન્યતા પ્રાપ્ત કરવી એ સન્માનની વાત છે," એફએમસી ઇન્ડિયાના પ્રમુખ શ્રી પ્રમોદ થોટાએ કહ્યું. "આ મહામારીએ આપણા દેશના કૃષિ ઉદ્યોગને ભારે અસર કરી છે. આ તમામ સમય દરમિયાન એફએમસીની ટીમ ભારતમાં ખેડૂતોને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ હતી.”

 

FMC India names Digital enabled company