એફએમસીએ એપ્રિલ 2021 માં ભારતના આઠ રાજ્યોની મુખ્ય કૃષિ શાળાઓમાં એક બહુવર્ષીય શિષ્યવૃત્તિ કાર્યક્રમ શરૂ કર્યો છે. એફએમસી વિજ્ઞાન અગ્રણી શિષ્યવૃત્તિ કાર્યક્રમનો હેતુ અભિલાષી વૈજ્ઞાનિકો માટે કૃષિ સંશોધનમાં તેમની યોગ્યતા વિકસાવવા માટે વધુ તકોનું સર્જન કરવાનો છે.
દર વર્ષે, પીએચડીનો અભ્યાસ કરતા 10 વિદ્યાર્થીઓને અને એમએસસીનો અભ્યાસ કરતા અન્ય 10 વિદ્યાર્થીઓને 20 શિષ્યવૃત્તિ પ્રદાન કરવામાં આવશે. વિદ્યાપીઠોના તેજસ્વી વિદ્યાર્થીઓને ઓળખવા અને વિજ્ઞાન અને સંશોધન માટેની તેમની ઉત્કૃષ્ટ રુચિ અને ઉત્સાહને તૈયાર કરવા માટે એફએમસી સીધા વિદ્યાપીઠો સાથે કામ કરશે. ભારતમાં વધુ મહિલાઓને કૃષિ વિજ્ઞાન અને સંશોધનમાં કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે મહિલા ઉમેદવારો માટે 50 ટકા શિષ્યવૃત્તિ રાખવામાં આવી છે. આ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે સમાન તકો પ્રદાન કરીને વૈવિધ્યસભર અને સમાવેશી કાર્યબળ તૈયાર કરવાની એફએમસીની મહત્વાકાંક્ષાને અનુરૂપ છે.
"એફએમસીએ કૃષિ ઉદ્યોગમાં શોધ અને વિકાસની ઉત્કૃષ્ટ ઉત્પાદન શૃંખલાના માર્ગદર્શન માટે 800 કરતાં વધુ વૈજ્ઞાનિકો અને સહયોગીઓ સાથે વિશ્વ-સ્તરીય સંશોધન અને વિકાસ (આર એન્ડ ડી) સંસ્થા બનાવી છે," પ્રમોદ થોટા,એફએમસી ઇન્ડિયાના પ્રમુખે જણાવ્યું. "ભારતમાં આ અભિગમના સાતત્યની સુરક્ષા માટે અમારી પ્રતિભાઓને ઓળખવાની વ્યૂહરચના છે, જેમાં આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની સમૃદ્ધ વિવિધતા સહિત સ્થાનિક વૈજ્ઞાનિકોની મજબૂત ટીમનો વિકાસ સામેલ છે.”
શિષ્યવૃત્તિ કાર્યક્રમ હેઠળ, પુરસ્કાર પ્રાપ્તકર્તાઓને કંપનીમાં સંપૂર્ણ સમયની રોજગારની તકોમાં પ્રાધાન્યતા ઉપરાંત, તેમના સમગ્ર વિકાસ માટે ઇન્ટર્નશિપ અને ઉદ્યોગ માર્ગદર્શન પણ આપવામાં આવશે.
"ભારતમાં સંશોધન અને વિકાસને સંબંધિત સ્થિતિ નોંધપાત્ર રીતે વિકસી રહી છે અને વૈશ્વિક માન્યતા મેળવી રહી છે. એફએમસી વિજ્ઞાન અગ્રણી શિષ્યવૃત્તિ કાર્યક્રમ દ્વારા ઇન્ટર્નશીપ વિદ્યાર્થીઓને આ વિકાસમાં મોખરે રહેવા માટે સક્ષમ બનાવશે, આ ક્ષેત્રની કેટલીક શ્રેષ્ઠ પ્રતિભાઓ સાથે વિશ્વ-સ્તરીય સંસ્થામાં કામ કરશે," શ્રી થોટાએ સમજાવ્યું. "અમે આશા રાખીએ છીએ કે, એફએમસી શિષ્યવૃત્તિ દ્વારા, ભારતમાં સંશોધન અને વિકાસના લેન્ડસ્કેપમાં સૌથી સક્ષમ વિદ્યાર્થીઓને આકર્ષિત કરીએ, તૈયાર કરીએ અને અનુભવ પ્રદાન કરીએ. અમે તેમને કૃષિ ઉદ્યોગમાં લાભદાયી કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરવાની આશા રાખીએ છીએ અને આખરે ભારતના સંશોધન અને વિકાસના પ્રયાસોમાં યોગદાન આપે અને સંશોધન અને નવીનતા કેન્દ્ર તરીકે આપણા દેશને સ્થાન પ્રદાન કરે.”
વિશ્વની સૌથી મોટી સમર્પિત, નવીન પાક રસાયણોની કંપની તરીકે, એફએમસી દર વર્ષે લાખો ડોલરનું રોકાણ સંશોધન અને વિકાસ પર કરે છે, જેથી ખેડૂતોને તેમના પાકને અસંખ્ય કીટકો સામે રક્ષણ મેળવવામાં આવશ્યકતા મુજબનો ઉકેલ ઉપલબ્ધ રહે. એફએમસીના વૈજ્ઞાનિકો તકનીકી રૂપે કારગર નીવડે એવા નવા ઉત્પાદનો શોધવા માટે ઉત્સાહી છે. પરિણામે, એફએમસીની માલિકીના નવી કાર્ય પદ્ધતિ ધરાવતા કીટનાશકો, નીંદણનાશકો અને ફૂગનાશકોને પ્રતિષ્ઠિત પાક વૈજ્ઞાનિક મંચ અને પુરસ્કારોમાં શ્રેષ્ઠ સંશોધન અને વિકાસની પાઇપલાઇનની શ્રેણીમાં ટોચના સન્માન સાથે માન્યતા પ્રાપ્ત થઈ છે, બંને વર્ષે 2018 અને 2020.
એફએમસી હૈદરાબાદમાં એક અત્યાધુનિક સંશોધન રસાયણશાસ્ત્ર કેન્દ્ર ધરાવે છે, જે ભારત અને વિશ્વ માટે નવા ઉત્પાદનોની શોધ કરે છે, તેમજ ગુજરાતમાં એક સંશોધન અને વિકાસની સુવિધા ધરાવે છે, જે લક્ષિત કીટકો પર ઉત્પાદનોના પરીક્ષણ સહિત શોધ જૈવિક કાર્ય કરે છે.