એફએમસી કોર્પોરેશન, એક અગ્રણી કૃષિ વિજ્ઞાન કંપનીને ભારતમાં જળ પ્રબંધનના ક્ષેત્રે તેમના અનુકરણીય યોગદાન માટે વિશ્વ જળ દિવસ-2022 ના રોજ ટીઇઆરઆઇ-આઇડબલ્યુએ-યુએનડીપી જળ ટકાઉક્ષમતા પુરસ્કાર 2021-22 ના ઉદ્ઘાટન પ્રસંગે માન્યતા પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે ઊર્જા સંશોધન સંસ્થા, આંતરરાષ્ટ્રીય જળ સંગઠન અને સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા આ પુરસ્કાર કાર્યક્રમનું સંયુક્તપણે આયોજન કરવામાં આવ્યું હતું.
એફએમસી તેના પ્રમુખ પ્રોજેક્ટ સમર્થ હેઠળ કાર્યરત અભિયાન ચલાવે છે, જે ભારતમાં 2024 સુધીમાં 200,000 ખેડૂત પરિવારોને સુરક્ષિત અને પીવાલાયક પાણી પ્રદાન કરવાનો પ્રયત્ન કરે છે. પ્રોજેક્ટ સમર્થ દ્વારા આજ સુધીમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, તેલંગાણા અને આંધ્ર પ્રદેશ રાજ્યોમાં 57 સામુદાયિક જળ શુદ્ધિકરણ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે, જેનો લાભ લગભગ 100,000 ખેડૂત પરિવારોને મળી રહ્યો છે. કંપની હવે 2022 માં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાત સહિત વધુ રાજ્યોને આવરી લેવા માટે કાર્યક્રમની પહોંચને વિસ્તૃત કરી રહી છે.
"ટકાઉક્ષમતા માટેના અમારા પ્રયત્નો બદલ માન્યતા પ્રાપ્ત કરવી એ સન્માનની વાત છે, એફએમસી ઇન્ડિયાના પ્રમુખ શ્રી રવિ અન્નાવરપુએ જણાવ્યું, "અમારું લક્ષ્ય ખેડૂત સમુદાયને સશક્ત બનાવવાનું છે અને પ્રોજેક્ટ સમર્થ જેવી વિવિધ પહેલ અને સામુદાયિક સંપર્કના કાર્યક્રમો દ્વારા તેમનું જીવનધોરણ સુધારવાનું છે. 4,000 થી વધુ એફએમસી તકનીકી ક્ષેત્ર નિષ્ણાતો ખેડૂતો સાથે જરૂર પૂરતા પાણીના ઉપયોગ દ્વારા ઉત્પાદકતા વધારવા માટે બહેતર કૃષિ પદ્ધતિઓ અને પાણીના ટકાઉ ઉપયોગ વિશે સંપર્ક કરે છે. અમે પાણીના વપરાશની શ્રેષ્ઠ પદ્ધતિઓ વિશે સમુદાયને મોટા પાયે શિક્ષિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ, અને અમે ટીઇઆરઆઇ-આઇડબલ્યુએ-યુએનડીપી દ્વારા આ માન્યતા પ્રાપ્ત થવા બદલ આભારી છીએ. તે અમને પાણીના પ્રબંધનના અમારા મિશન પર આગળ વધવા માટે પ્રેરિત કરે છે.”
જળ શુદ્ધિકરણ પ્લાન્ટ શરૂ કરવા ઉપરાંત, એફએમસી તેના તકનીકી નિષ્ણાતો અને ચૅનલ ભાગીદારોના વિશાળ નેટવર્ક દ્વારા કૃષિમાં પાણીના ટકાઉક્ષમ ઉપયોગને પણ પ્રોત્સાહન આપે છે.
આ પુરસ્કાર મુખ્ય અતિથી શ્રી ભરત લાલ, ભારતના લોકપાલ સચિવ, ભૂતપૂર્વ અતિરિક્ત સચિવ જલ જીવન મિશન અને ભારતમાં યુએનડીપીના નિવાસી પ્રતિનિધિ સુશ્રી શોકો નોડાની હાજરીમાં એફએમસી ઇન્ડિયાના જાહેર અને ઉદ્યોગ બાબતોના નિયામક, શ્રી રાજુ કપૂર, દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો.
ટીઇઆરઆઇ-આઇડબલ્યુએ-યુએનડીપી જળ ટકાઉક્ષમતા પુરસ્કારોનો હેતુ 'જળ તટસ્થતા' ના અભિગમને અપનાવીને વિવિધ હિસ્સેદારોમાં પાણીનો વપરાશ ઘટાડીને સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યોની પ્રાપ્તિને પ્રોત્સાહિત કરવાનો છે. આ પુરસ્કારો પાણીના ક્ષેત્રમાં અનેક શ્રેણીઓ અને કાર્યક્ષેત્રમાં ફેલાયેલા છે, અને તેનો હેતુ સ્થાનિક સ્તરે આ ઝુંબેશમાં સૌથી વધુ પરિવર્તનશીલ, પ્રભાવશાળી અને નવીન રીતે અગ્રસર હોય તેવા વ્યક્તિઓ, નાગરિક સમાજ સંસ્થાઓ, ઉદ્યોગો, નગરપાલિકા મંડળો, ગ્રામ પંચાયતો અને આરડબ્લ્યુએ જેવા વિવિધ હિસ્સેદારોને ઓળખવા અને પ્રોત્સાહિત કરવાનો છે.