મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

એફએમસી કોર્પોરેશન ભારતમાં કોવિડ -19 રાહત માટે 7 ઓક્સિજન પ્રેશર સ્વિંગ એબ્સોર્પ્શન પ્લાન્ટ આપવાનું વચન આપે છે

એફએમસી ઇન્ડિયાએ ભારતમાં કોવિડ- 19 રાહત પગલાં માટે પ્રતિબદ્ધતા જાહેર કરી છે, જે પાંચ રાજ્યોની હોસ્પિટલોમાં ઓક્સિજન પુરવઠો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, અને કોવિડ- 19 વાઇરસના ફેલાવાને રોકવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષા જાગૃતિ અભિયાન ચલાવશે.

 

ઓક્સિજન પુરવઠામાં વધારો

ભારત સરકારના જણાવ્યા મુજબ, હોસ્પિટલો અને સ્વાસ્થ્ય સંભાળ સુવિધાઓમાં ઓક્સિજનની માંગ મહામારી પહેલાની માંગની તુલનામાં લગભગ દસ ગણી વધી છે. કોવિડ- 19 કેસ ઝડપથી વધી રહ્યા હોવાથી, ગંભીર કોરોના વાઇરસ ધરાવતા ઘણા દર્દીઓને આવશ્યક ઓક્સિજન પુરવઠો મળતો નથી. તબીબી ઓક્સિજનની ઝડપથી વધતી આવશ્યકતાને પૂર્ણ કરવામાં મદદ કરવા માટે એફએમસી ઇન્ડિયા સાત પ્રેશર સ્વિંગ એબ્સોર્પ્શન (પીએસએ) ઓક્સિજન પ્લાન્ટ ખરીદશે અને દિલ્હી એનસીઆર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતની હોસ્પિટલોમાં દાન કરશે. આ હોસ્પિટલોમાં પીએસએ ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના પરિવહન વ્યવસ્થાપનના પડકારો વિના ઓક્સિજનનો સતત પુરવઠો સક્ષમ બનાવશે.

દેશ જયારે મહામારીની બીજી ગંભીર લહેર સામે લડી રહ્યો છે, ત્યારે આ પહેલ ઓછી સુવિધા ધરાવતાં માંગ સમૂહો માટે પુરવઠો વધારીને ઓક્સિજનનું ઉત્પાદન 1, 680 Nm3 પ્રતિ દિન કરશે, જેથી કોવિડ-19 સામે રાષ્ટ્રની લડાઈમાં સ્થાનિક હોસ્પિટલોને ટેકો આપી શકાય.

એફએમસી ઇન્ડિયાના પ્રમુખ, પ્રમોદ થોટાએ કહ્યું, "કોવિડ-19 ની બીજી લહેરની ગંભીરતા અને તીવ્રતા આપણાં સંપૂર્ણ રાષ્ટ્રમાં ફેલાઈ છે, જેના કારણે તબીબી માળખાની અતિ ઝડપી માંગને કારણે અત્યાવશ્યક બાબતોના પુરવઠામાં ઘણી અછત સર્જાઈ છે. વિસ્તારની હોસ્પિટલોમાં ઓક્સિજનની કેટલીક તાત્કાલિક માંગને પહોંચી વળવા માટે, એફએમસી ઇન્ડિયા તાત્કાલિક દર્દીની સંભાળ અને અનમોલ જિંદગીઓ બચાવવા માટે સાત પીએસએ પ્લાન્ટનું યોગદાન આપશે. અમે અમારા ચેનલ ભાગીદારો અને સમુદાયો સાથે ભાગીદારી કરવા માટે પ્રતિબદ્ધ છીએ, જેથી ભારતમાં - ખાસ કરીને ઉચ્ચ કોવિડ-19 દરો અને ઓછા તબીબી સંસાધનો ધરાવતાં ગ્રામીણ વિસ્તારોમાં - કેટલીક મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય સંભાળની અછતને દૂર કરવામાં મદદ મળે.”

 

ગ્રામીણ જાગૃતિ અભિયાન

કોરોના વાઇરસની બીજી લહેર સમગ્ર ગ્રામીણ ભારતમાં નોંધપાત્ર રીતે ફેલાઈ રહી છે. એફએમસી ઇન્ડિયા સ્થાનિક ખેડૂતો અને ઉત્પાદકોને કોવિડ- 19 થી પોતાને બચાવવા માટે સલામતી અને સુખાકારીના પગલાં વિશે શિક્ષિત કરવાના હેતુથી, ખેતી કરતી વખતે અને સારી કૃષિ પદ્ધતિઓ અપનાવવાની સાથે સાથે બહુઆયામી અભિયાન શરૂ કરશે. ભારતના વિવિધ અગ્રણી કૃષિ રાજ્યોમાં જાગૃતિ અભિયાન લગભગ 100, 000 ખેડૂતો સુધી પહોંચે તેવી અપેક્ષા છે. આ તમામ પ્રયાસો એફએમસી ઇન્ડિયાની પ્રવર્તમાન સમુદાય સશક્તિકરણ પહેલ - પ્રોજેક્ટ સમર્થનો એક ભાગ છે.