મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

એફએમસી કોર્પોરેશને રવિ અન્નાવરપુને તેના ભારતીય વ્યવસાયના પ્રમુખ તરીકે નીમ્યા છે

એફએમસી કોર્પોરેશને જુલાઈ 1, 2021 થી એફએમસી ભારતના નવા પ્રમુખ તરીકે શ્રી રવિ અન્નાવરપુની નિમણૂક કરેલ છે. રવિ ભારતમાં કંપનીની વ્યાવસાયિક વ્યૂહરચના અને કામગીરી માટે જવાબદાર રહેશે. તે શ્રી પ્રમોદ થોટાનું સ્થાન લેશે, જેમની એફએમસી યુ.એસ.એ. ના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. એફએમસીના ઉપ-પ્રમુખ તથા એફએમસી એશિયા પેસિફિકના પ્રમુખ સુશ્રી બેથવીન ટૉડ એ શ્રી અન્નાવરપુના ઉપરી તરીકે રહેશે.

રવિ પાક સંરક્ષણ ઉદ્યોગનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન ધરાવતા સક્ષમ ટીમ લીડર છે, અને સ્થાનિક બજાર અને ગ્રાહકની જરૂરિયાતો વિશે ઊંડી સમજ ધરાવે છે,"- સુશ્રી ટૉડ. "મને વિશ્વાસ છે કે રવિના નેતૃત્વ હેઠળ, એફએમસી સ્થાનિક સંશોધન દ્વારા વિકસિત અને ખેડૂતોના જીવનમાં સકારાત્મક ફરક લાવતી નવીન તકનીકો લાવીને ભારતના કૃષિ ક્ષેત્રની સેવા કરવાનું ચાલુ રાખશે.”

સુશ્રી ટૉડે એફએમસી ઇન્ડિયાના તેમના કાર્યકાળ દરમિયાન નેતૃત્વ માટે શ્રી થોટાનો આભાર વ્યક્ત કર્યો: "હું ભારતમાં વ્યવસાયની વૃદ્ધિ અને સફળતામાં અપાર યોગદાન માટે પ્રમોદનો આભાર માનું છું. તેમણે સફળતાપૂર્વક અમારા ભારત ખાતેના વ્યવસાયનું નેતૃત્વ કર્યું, ચાલી રહેલા મહામારી દરમિયાન, અમારા કર્મચારીઓ તેમજ ગ્રામીણ ભારતમાં ખેતી સમુદાયોને ટેકો આપવા માટે ઝડપી કોવિડ-19 પ્રતિસાદ તૈયાર કર્યો. કૃષિ સ્થિરતા તરફ સક્રિય રીતે ઝુકાવ ઉત્પન્ન કરતી મહત્વની યોજનાઓ જેમ કે પ્રોજેક્ટ સફલ (ફોલ આર્મીવોર્મનું અસરકારક નિયંત્રણ), ઉગમ (જમીનનું સારું સ્વાસ્થ્ય જાળવવા માટેની પદ્ધતિઓનો પ્રચાર), પ્રોજેક્ટ સમર્થ (શુદ્ધ પાણી માટેની પહેલ) તથા વિજ્ઞાન અગ્રણી શિષ્યવૃત્તિ કાર્યક્રમમાં તેમનું મોટું યોગદાન રહ્યું છે.”

“ભારત, કે જે એફએમસીના સૌથી ઝડપથી વિકસતા દેશોમાંનો એક છે, ત્યાં અમારી કામગીરીનું નેતૃત્વ કરવાની તક મળવાનો મને આનંદ છે.", શ્રી અન્નાવરપુ જણાવે છે તેઓ હાલમાં એફએમસી ઇન્ડિયામાં વેચાણ અને માર્કેટિંગના નિયામક તરીકે ફરજ બજાવે છે. "એક કંપની તરીકે, અમે અમારા ગ્રાહકોને નવીન પાક સુરક્ષા ઉકેલો પ્રદાન કરવા અને અમે જે ખેતી સમુદાયો માટે કાર્ય કરીએ છીએ તેમને સકારાત્મક રીતે મદદ માટે પ્રતિબદ્ધ છીએ. એફએમસી ઇન્ડિયા ભારતભરના ખેડૂતો માટે વિશ્વસનીય ભાગીદાર બની રહે તેમ સુનિશ્ચિત કરીને હું પ્રમોદના વારસાને વધુ આગળ ધપાવવા માટે ઉત્સુક છું.

શ્રી અન્નાવરપુ 2013 માં કોર્પોરેટ વ્યૂહરચના અને વિકાસના નિયામક તરીકે એફએમસીમાં જોડાયા અને 2016 માં અગાઉની એફએમસી સ્વાસ્થ્ય અને પોષણ વ્યવસાયમાં માર્કેટિંગના વૈશ્વિક પ્રમુખ સહિતની વરિષ્ઠ કમર્શિયલ ભૂમિકાઓ નિભાવી હતી. બે વર્ષ બાદ તેમણે યુ.એસ.થી ભારત આવીને માર્કેટિંગ, વ્યૂહરચના અને વ્યવસાય વિકાસના નિયામકનું પદ સંભાળ્યું અને 2019 માં તેમના હાલના હોદ્દા પર નિમણૂક કરવામાં આવી હતી. એફએમસીમાં જોડાતા પહેલાં, તેમણે મેકકિન્સી અને કંપનીમાં એક મેનેજમેન્ટ સલાહકાર તરીકે કામ કર્યું હતું, જે વિકાસની વ્યૂહરચના અને કંપનીઓના વિલીનીકરણ અને ખરીદીના ક્ષેત્રોમાં ફોર્ચ્યુન 100 સ્પેશિયાલિટી કેમિકલ્સ સંસ્થાઓને સલાહ આપતા હતા. શ્રી અન્નાવરપુએ ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન, મદ્રાસથી બી.ટેક નો અભ્યાસ કર્યો છે. તેમણે મેસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજીમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં પીએચડી અને એમઆઇટી સ્લોન સ્કૂલ ઑફ મેનેજમેન્ટમાંથી એમબીએનો અભ્યાસ પણ કરેલ છે.