મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

એફએમસી કોર્પોરેશન ભારતમાં નવીકરણ ઊર્જા વ્યૂહરચનાનો વિસ્તાર કરે છે

એફએમસી કોર્પોરેશને ભારતમાં ગુજરાત રાજ્યના પાનોલી ઔદ્યોગિક વસાહતમાં તેની બીજી ઉત્પાદન સુવિધામાં સૌર ઉર્જાનો ઉપયોગ શરૂ કર્યો છે. ગયા વર્ષે એપ્રિલમાં સૌપ્રથમ સુવિધાને સૌર ઉર્જામાં સફળતાપૂર્વક તબદીલ કર્યા પછી, આ બીજી સુવિધામાં સૌર ઉર્જાના ઉપયોગનો વિસ્તાર છે.

એફએમસીની પાનોલી ખાતેની કામગીરી માટે, તેઓ તેમની કુલ વીજ આવશ્યકતાના 20 ટકા વીજળી, કેપીઆઇ ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ, (ગેટ્કો), અને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (ગેડા) વચ્ચેના કરાર હેઠળ, 50 મેગાવોટના સૌર ઊર્જા પ્લાન્ટમાંથી પ્રાપ્ત કરે છે.

"ઊર્જા-કાર્યક્ષમ પ્રક્રિયાઓમાં એફએમસીના વૈશ્વિક રોકાણોના પરિણામે, છેલ્લાં બે વર્ષમાં ન્યૂનતમ અવરોધો સાથે ઊર્જાના એકંદર ઉપયોગમાં ઘટાડો થયો છે. પાનોલી ઉત્પાદન પ્લાન્ટમાં સૌર ઉર્જાના ઉપયોગનો વિસ્તાર આ દિશામાં એક પગલું છે, જે અમારી સમગ્ર કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડે છે અને સ્થાનિક નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપે છે," પ્રમોદ થોટા, પ્રમુખ, એફએમસી ઇન્ડિયાએ જણાવ્યું હતું.

સૌર ઊર્જાના ઉપયોગથી શૂન્ય ગ્રીનહાઉસ ગેસ (જીએચજી) ઉત્સર્જન થવાની ધારણા છે, જે પ્લાન્ટના એકંદર ઉત્સર્જનને લગભગ 2,000 ટન ઘટાડે છે.

થોટા ઉમેરે છે, "સાઇટ પર ઊર્જાની આવશ્યકતાઓમાં અપેક્ષિત વધારાના અંદાજ સાથે, અમે સૌર અને પવન જેવા નવીનીકરણીય સ્રોતોમાંથી ઉત્પન્ન થતી ઊર્જાના હિસ્સાને વધુ વધારવાનો લક્ષ્ય ધરાવીએ છીએ. સૌર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહિત કરવાના ભારત સરકારના પ્રયાસો વચ્ચે, એફએમસીની ટકાઉક્ષમ પહેલ દેશના ઉત્પાદન ઉદ્યોગ માટે માપદંડ નક્કી કરવામાં મદદરૂપ થશે.”

ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (આઇઇએ) ના એક અહેવાલ મુજબ, ભારતમાં આગામી બે દાયકામાં ઊર્જાની માંગમાં વૈશ્વિક સ્તરનો સૌથી મોટો વધારો અપેક્ષિત છે અને તે 2030 સુધીમાં ત્રીજા સૌથી મોટા ઊર્જા ગ્રાહક તરીકે યુરોપિયન યુનિયનને પાછળ છોડી દેશે.