મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

ફરટેરા® કીટનાશક

રિનેક્સિપીયર® ઍક્ટિવની શક્તિ સાથે ફરટેરા® કીટનાશક એ ચોખા અને શેરડીના પાકમાં બોરર નિયંત્રણ માટે અસરકારક દાણાદાર સ્વરૂપમાં એન્થ્રાનિલિક ડાયમાઇડ કીટનાશક છે. ફરટેરા® કીટનાશકની અનોખી રીતને કારણે, તે અન્ય કીટનાશકો સામે પ્રતિરોધક કીટકોને નિયંત્રિત કરે છે. તે મિત્ર કીટકો માટે પસંદગીપૂર્વક અને સુરક્ષિત છે અને કુદરતી પરોપજીવી, ભક્ષકો અને પરાગવાહકોનું સંરક્ષણ કરે છે. આ તમામ ગુણોને કારણે ફરટેરા® કીટનાશક એકીકૃત કીટ વ્યવસ્થાપન (આઇપીએમ) કાર્યક્રમ માટે ઉત્કૃષ્ટ સાધન બને છે અને તે ઉત્પાદકોને કીટકોથી રક્ષણ પ્રાપ્ત કરવામાં સૌથી વધુ સહાયતા પ્રદાન કરે છે. તેનો હેતુ ખાદ્ય વેપારીઓ, નિકાસકર્તાઓ અને ઉપભોક્તાઓની માંગ અનુસાર ઉચ્ચ ગુણવત્તાવાળી ઉપજની પૂર્તિ કરવાનો છે.

ગુણધર્મો

  • ફરટેરા® કીટનાશક ઉચ્ચ કીટનાશક શક્તિ ધરાવે છે અને લાંબા સમય સુધી નિયંત્રણ પ્રદાન કરે છે
  • દાણાદાર સ્વરૂપે હોવાથી ઉત્પાદકોને ઉપયોગમાં સરળ પડે છે
  • ચોખામાં થડ ખાનારી ઈયળનાં ઉત્કૃષ્ટ નિયંત્રણને કારણે, તે બહેતર સ્વસ્થ પાક અને ઉચ્ચ ઉપજ ક્ષમતા સુનિશ્ચિત કરે છે
  • શેરડીના પાકમાં કુમળી શાખાની ઈયળ અને ટોચ ખાનાર કીટકોનું ઉત્કૃષ્ટ નિયંત્રણ ઉત્પાદકોને પાકની ઓછી ઉપજને કારણે થતા નુકસાનથી બચાવે છે અને તેથી મહત્તમ ઉત્પાદન પ્રાપ્ત કરવામાં સહાયરૂપ બને છે

સક્રિય ઘટકો

  • રિનેક્સિપીયર® ઍક્ટિવની શક્તિ સાથે - ક્લોરાનટ્રાનિલીપ્રોલ 0.4% જીઆર

લેબલ અને એસડીએસ

4 લેબલ ઉપલબ્ધ છે

સહાયક દસ્તાવેજો

ઉત્પાદનની માહિતી

એફએમસી દ્વારા ફરટેરા® કીટનાશક એક આદર્શ કીટનાશક ઉત્પાદન છે, જેનાથી ડાંગરના ખેડૂતો સારી પેઠે પરિચિત છે. રિનેક્સિપીયર® ઍક્ટિવની વિશ્વ સ્તરીય ટેક્નોલોજી દ્વારા સંચાલિત ફરટેરા® કીટનાશક દાણાદાર કીટનાશક છે, જે ચોખા અને શેરડીના પાકમાં અજોડ રક્ષણ પૂરું પાડે છે. ઉપયોગમાં સરળ દાણાદાર સ્વરૂપમાં, ફરટેરા® કીટનાશક ઈયળથી ઉત્કૃષ્ટ સુરક્ષા પ્રદાન કરે છે, જેના પરિણામે પાકની ઉપજ વધે છે. લાખો ખેડૂતોએ તેમના ખેતરોમાં ફરટેરા® કીટનાશકના ક્રાંતિકારી લાભો જોયા છે અને યાત્રા અવિરત ચાલુ છે.

પાક

પાકની અધિકૃત સૂચિ, લક્ષ્ય જીવાતો, ઉપયોગ માટેની સૂચનાઓ, મર્યાદાઓ અને સાવચેતી માટે હંમેશા ઉત્પાદનના લેબલનો સંદર્ભ લો. ઈચ્છિત પરિણામો માટે, આપેલ સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો અને અનુસરો.

આ ઉત્પાદનનો ઉપયોગ અમારા નિયંત્રણની બહાર હોવાથી, અમે ઉત્પાદનની એકસમાન ગુણવત્તા સિવાય કોઈ ખાતરી આપતા નથી.

પાકની સંપૂર્ણ સૂચિ

  • ચોખા
  • શેરડી