ગુણધર્મો
- ભારતમાં શાકભાજી ઉત્પાદકો માટે એફએમસી તરફથી એક નવીન ટેકનોલોજી
- ફળ ઈયળનું સુનિશ્ચિત નિયંત્રણ
- કીટકો વિરુદ્ધ બહેતર સુરક્ષા પ્રદાન કરીને ફૂલ અને ફળને ખરતા અટકાવે છે
- છોડવાઓના સ્વાસ્થ્ય પર કામગીરી
- એકીકૃત કીટ વ્યવસ્થાપન (આઇપીએમ) માટે સર્વોત્તમ
સહાયક દસ્તાવેજો
ઉત્પાદનની માહિતી
રિનેક્સિપીયર<sup>®</sup> ઍક્ટિવની શક્તિ સાથે કોરપ્રાઇમા™ કીટનાશક એ એફએમસીનું નવું ઉત્પાદન છે, જે ટમેટા અને ભીંડાના પાકને આર્થિક રીતે મહત્વપૂર્ણ લેપિડોપ્ટેરન કીટકો સામે સર્વોત્તમ સુરક્ષા આપે છે. આ અનન્ય દવા કીટકો પર ત્વરિત કાર્ય, ઉચ્ચ કીટનાશક શક્તિ, લાંબા સમય સુધી નિયંત્રણ અને પાક અને બિન-લક્ષ્ય જીવો માટે ઉત્તમ સલામતી સાથે ઉપયોગમાં સરળ છે. મુખ્યત્વે કીટકો દ્વારા ખાવાના કારણે, કોરપ્રાઇમા™ દ્વારા છંટકાવ કરેલ છોડના સંપર્કમાં આવનાર કીટકો મિનિટોમાં ખાવાનું બંધ કરે છે. તેના વિવિધ ગુણધર્મો જેમ કે ઝડપી ખાદ્ય સમાપ્તિ, પાંદડાઓમાં પહોંચ, છોડમાં પ્રણાલીગત પહોંચ, થોડા સમય પછી વરસાદ પડે છતાં ધોવાઈ ન જાય અને ઉચ્ચ આંતરિક ક્ષમતાના સંયુક્ત પરિણામે સર્વોત્તમ પાક સંરક્ષણ અને લાંબા સમય સુધી અવશેષ નિયંત્રણ પ્રદાન કરે છે.
લેબલ અને એસડીએસ
પાક
ટમેટા
ટમેટા માટે લક્ષિત નિયંત્રણ
આ ઉત્પાદન નીચે જણાવેલને અસરકારક રીતે નિયંત્રિત કરે છે:
- ફળ ઇયળ
ભીંડા
ભીંડા માટે લક્ષિત નિયંત્રણ
આ ઉત્પાદન નીચે જણાવેલને અસરકારક રીતે નિયંત્રિત કરે છે:
- ફળ ઇયળ
- શાખા અને ફળની ઇયળ
પાકની અધિકૃત સૂચિ, લક્ષ્ય જીવાતો, ઉપયોગ માટેની સૂચનાઓ, મર્યાદાઓ અને સાવચેતી માટે હંમેશા ઉત્પાદનના લેબલનો સંદર્ભ લો. ઈચ્છિત પરિણામો માટે, આપેલ સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો અને અનુસરો.
આ ઉત્પાદનનો ઉપયોગ અમારા નિયંત્રણની બહાર હોવાથી, અમે ઉત્પાદનની એકસમાન ગુણવત્તા સિવાય કોઈ ખાતરી આપતા નથી.
પાકની સંપૂર્ણ સૂચિ
- ટમેટા
- ભીંડા