મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

બેનેવિયા® કીટનાશક

બેનેવિયા® કીટનાશક એ પાંદડા પર છંટકાવ માટે તૈયાર કરેલ તૈલીય પ્રસરણના રૂપમાં એન્થ્રાનિલિક ડાયમાઇડ કીટનાશક છે. બેનેવિયા® કીટનાશક સાયઝાપીયર® ઍક્ટિવની શક્તિ દ્વારા અનેક ચૂસિયા અને પાંદડા ચાવતા કીટકોથી સુરક્ષા પ્રદાન કરે છે. પાકના જીવનચક્રમાં બેનેવિયા® કીટનાશકના વહેલા ઉપયોગથી પાકની આશાસ્પદ શરૂઆત અને સમયસર પાક તૈયાર થાય છે, જેનાથી સર્વોત્તમ ઊપજ અને પાકની બહેતર ગુણવત્તા પ્રાપ્ત કરવામાં મદદ મળે છે.

ગુણધર્મો

  • બેનેવિયા® કીટનાશક સાયઝાપીયર® ઍક્ટિવની શક્તિ ધરાવતું નવા પ્રકારનું કીટનાશક છે, જે કીટકોના સ્નાયુઓના કાર્યને ખલેલ પહોંચાડે છે અને કીટકોના ખોરાક, હલનચલન અને પ્રજનનની ક્ષમતા નોંધપાત્ર રીતે ઘટાડે છે
  • બેનેવિયા® કીટનાશક એ અનોખી પદ્ધતિ દ્વારા ચૂસિયા અને પાંદડા ચાવતા બંને પ્રકારના કીટકોથી લગભગ એક જ વખતમાં સુરક્ષા પ્રદાન કરે છે
  • બેનેવિયા® કીટનાશક એ ઝડપથી કીટકોના પોષણને અટકાવે છે, જેનાથી પાંદડા અને વિકસતા ફળોનું રક્ષણ થાય છે અને તેની પાંદડામાં વહન કરવાની પ્રક્રિયા દ્વારા ઉત્પાદનને કીટકોની પોષણ પ્રાપ્તિની જગ્યા (પાંદડાની નીચલી સપાટી સહિત) સુધી પહોંચાડે છે અને અસરકારક નિયંત્રણ પ્રદાન કરે છે
  • થોડા સમય પછી વરસાદ પડે છતાં અસરકારક
  • ગ્રીન લેબલ ઉત્પાદન

સક્રિય ઘટકો

  • સાયઝાપીયર® ઍક્ટિવની શક્તિ સાથે - 10.26% ઓડી

લેબલ અને એસડીએસ

4 લેબલ ઉપલબ્ધ છે

સહાયક દસ્તાવેજો

ઉત્પાદનની માહિતી

એક ખેડૂત હંમેશા સ્વસ્થ અને મબલખ પાકનું સપનું જુએ છે. પાક એટલો બધો સારો હોય કે બધે તેની ચર્ચા થાય તેવી તેની ઈચ્છા હોય છે. જો કે, વિવિધ કીટકોના હુમલાઓ પાકના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો છે. આ ખતરાથી બચવામાં તમારી મદદ કરવા માટે, એફએમસી રજૂ કરે છે એક અનન્ય ઉત્પાદન - સાયઝાપીયર® ઍક્ટિવની શક્તિ સાથે બેનેવિયા® કીટનાશક. એફએમસીના બેનેવિયા® કીટનાશક ઉત્પાદકની આવશ્યકતાઓની પૂર્તિ કરે છે અને શરૂઆતથી જ પાકની શ્રેષ્ઠ સંભાળ લે છે. ચૂસિયા અને પાંદડા ચાવતા કીટકો પર તેની વ્યાપક અસરને કારણે, બેનેવિયા® કીટનાશક પાકને તંદુરસ્ત અને ઉત્તમ શરૂઆતમાં મદદ કરે છે, જે ઉત્પાદકોને મબલખ ઉપજ મેળવવામાં મદદ કરે છે. બેનેવિયા® કીટનાશક સાથે તેઓની અપેક્ષા મુજબ તેમના પાકને સર્વોત્તમ સુરક્ષા પ્રાપ્ત થાય છે અને અશક્ય શક્ય બને છે.

પાક

પાકની અધિકૃત સૂચિ, લક્ષ્ય જીવાતો, ઉપયોગ માટેની સૂચનાઓ, મર્યાદાઓ અને સાવચેતી માટે હંમેશા ઉત્પાદનના લેબલનો સંદર્ભ લો. ઈચ્છિત પરિણામો માટે, આપેલ સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો અને અનુસરો.

આ ઉત્પાદનનો ઉપયોગ અમારા નિયંત્રણની બહાર હોવાથી, અમે ઉત્પાદનની એકસમાન ગુણવત્તા સિવાય કોઈ ખાતરી આપતા નથી.

પાકની સંપૂર્ણ સૂચિ

  • મરચી
  • ટમેટા
  • દાડમ
  • દ્રાક્ષ
  • કપાસ
  • તરબૂચ
  • રીંગણ
  • ભીંડા
  • કોબીજ
  • કારેલા
  • તૂરિયા
  • કાકડી