ગુણધર્મો
- મકાઈના પાક માટે સુરક્ષિત અને નીંદણ માટે નુકસાનકર્તા
- ગિલાર્ડો® નીંદણનાશકના ઉપયોગને કારણે, પાકને નીંદણ કરતાં વધારે પોષણ મળે છે. પરિણામે પાકનું પ્રમાણ અને ગુણવત્તા બંને બહેતર બને છે
- નીંદણની દેખરેખની ઓછી આવશ્યકતા, જેના કારણે કામદારોની જરૂર ઓછી પડે છે
- તે પાક માટે ખૂબ જ સુરક્ષિત છે - આગામી લેવાતા પાક માટે સુરક્ષિત
- વરસાદ રહિત સમયની આવશ્યકતા 2 કલાકની છે
સહાયક દસ્તાવેજો
ઉત્પાદનની માહિતી
ગિલાર્ડો® નીંદણનાશક એ એચપીપીડી અવરોધક નીંદણનાશકના અનન્ય પેટા વર્ગ પાયરાઝોલોન છે. તે વાર્ષિક ઘાસ અને પહોળા પાંદડાના નીંદણના પાંદડા થકી નિયંત્રણ દ્વારા વ્યાપક કાર્ય કરે છે. તેને ઓર્ગેનોફોસ્ફેટ જંતુનાશકો સહિત હાલમાં ઉપલબ્ધ તમામ પાંદડા દ્વારા કાર્ય કરતાં જંતુનાશકો સાથે ઉપયોગ કરી શકાય છે. ગિલાર્ડો® નીંદણનાશક સંવેદનશીલ ઘાસ અને પહોળા પાંદડાવાળા નીંદણ પર ખૂબ જ ઝડપથી અસર કરે છે. તેની કાર્યપદ્ધતિ અનોખી છે, જેમાં તેને મૂળ અને શાખા દ્વારા શોષી લેવામાં આવે છે અને છોડ દ્વારા વ્યવસ્થિત રીતે લક્ષિત પેશીઓ, શૂટ મેરિસ્ટેમ્સ, સુધી પહોંચે છે. પરિણામે હરિતદ્રવ્યમાં ઓક્સિડેટિવ ડિગ્રેડેશન થાય છે, જેની અસરરૂપે સંવેદનશીલ નીંદણ સ્પષ્ટપણે સફેદ કે “બ્લીચિંગ” થયેલ દેખાય છે. કોઈ પણ વિશિષ્ટતા ધરાવતી જમીન, અને ખાસ કરીને મકાઈના પાક માટે ગિલાર્ડો® નીંદણનાશક બિલકુલ સુરક્ષિત છે; જેમાં પોપકોર્ન, સીડ કોર્ન અને સ્વીટ કોર્ન જેવા સંવેદનશીલ પ્રકારોનો પણ સમાવેશ થાય છે. તેના ઉપયોગની વિવિધ રીતોને કારણે ખેડૂતો તેમને અનુકૂળ પડે તે રીતે ઉપયોગ કરી શકે છે.
પાક
મકાઈ
મકાઈ માટે લક્ષિત નિયંત્રણ
આ ઉત્પાદન નીચે જણાવેલને અસરકારક રીતે નિયંત્રિત કરે છે:
- એલ્યુઝિન ઇન્ડિકા (ઇન્ડિયન ગૂસ ઘાસ)
- ડિજિટેરિયા સાંગુઇનાલિસ (ક્રેબ ઘાસ)
- ડેક્ટિલોક્ટેનિયમ ઇજીપ્શિયમ (ક્રોફૂટ ઘાસ)
- ઍચીનોક્લોઆ એસપીપી. (બાર્નયાર્ડ ઘાસ)
- ક્લોરિસ બાર્બાટા (સ્વોલન ફિંગર ઘાસ)
- પાર્થેનિયમ હિસ્ટેરોફોરસ (કોન્ગ્રેસ ઘાસ)
- ડિગેરા આર્વેન્સિસ (ફૉલ્સ અમરંથ)
- અમરંથસ વિરિદિસ (અમરંથ)
- ફાયસેલિસ મિનિમા (ગ્રાઉન્ડ ચેરી)
- અલ્ટરનાન્થેરા સેસિલિસ (સેસિલ જૉય નીંદણ)
- સેલોસિયા આર્જેન્ટીયા (કૉક્સ કૉમ્બ)
પાકની અધિકૃત સૂચિ, લક્ષ્ય જીવાતો, ઉપયોગ માટેની સૂચનાઓ, મર્યાદાઓ અને સાવચેતી માટે હંમેશા ઉત્પાદનના લેબલનો સંદર્ભ લો. ઈચ્છિત પરિણામો માટે, આપેલ સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો અને અનુસરો.
આ ઉત્પાદનનો ઉપયોગ અમારા નિયંત્રણની બહાર હોવાથી, અમે ઉત્પાદનની એકસમાન ગુણવત્તા સિવાય કોઈ ખાતરી આપતા નથી.
પાકની સંપૂર્ણ સૂચિ
- મકાઈ