મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

ગેલેક્સી® નીંદણનાશક

ગેલેક્સી® નીંદણનાશક એ સોયાબીનના પાકમાં પહોળા પાંદડાવાળું નીંદણ ઊગવાના કિસ્સામાં જરૂર પ્રમાણે, ભરોસાપાત્ર અને અસરકારક ઉકેલ પ્રદાન કરે છે. પહોળા પાંદડાવાળા નીંદણના નિયંત્રણ માટે બહેતર વિકલ્પ તરીકે ગેલેક્સી® નીંદણનાશક ખેડૂતોનું ભરોસાપાત્ર સાથી છે.

ઝડપી તથ્યો

  • પહોળા પાંદડાવાળા નીંદણને ઝડપથી ખેરવી નાંખે છે, જેથી નીંદણ 1 થી 2 દિવસથી ઓછા સમયમાં સૂકાઈને નાશ પામે છે
  • મુશ્કેલ/પ્રતિરોધક નીંદણ, કે જે બજારમાં ઉપલબ્ધ અન્ય ઉત્પાદનો દ્વારા નિયંત્રિત કરી શકાતા નથી, તેમને નિયંત્રિત કરે છે
  • કૉમેલીના અને ઍકાલીફા પર ઉત્કૃષ્ટ નિયંત્રણ
  • પ્રતિરોધના વ્યવસ્થાપન કાર્ય માટે આદર્શ દવા
  • સલ્ફોનિલયુરિયા / એએલએસ પ્રતિરોધક નીંદણ સામે અસરકારક

સક્રિય ઘટકો

  • ફ્લુથિયાસેટ-મિથાઇલ

લેબલ અને એસડીએસ

4 લેબલ ઉપલબ્ધ છે

સહાયક દસ્તાવેજો

ઉત્પાદનનું અવલોકન

ગેલેક્સી® નીંદણનાશક એ થીઆડીઆઝોલ વર્ગનું ઈ જૂથનું સભ્ય છે. તે પહોળા પાંદડાવાળા નીંદણના નિયંત્રણ માટેની નીંદણની અદ્યતન ટેક્નોલોજી છે. ગેલેક્સી® નીંદણનાશક એ સોયાબીનના પાકમાં પહોળા પાંદડાવાળા નીંદણનો ઊગ્યા બાદ સંપર્ક દ્વારા નાશ કરતું નીંદણનાશક છે. ઘાસના નિયંત્રણ માટે ગેલેક્સી® નીંદણનાશકને ઘાસના નીંદણનાશક સાથે એક ટાંકીમાં ભેળવીને ઉપયોગ કરો અને બહોળું નિયંત્રણ મેળવો. ગેલેક્સી® નીંદણનાશક એ ઝડપથી અસર કરતું રસાયણ છે, જે પાંદડા દ્વારા ઝડપથી શોષી લેવામાં આવે છે અને કોષ પટલમાં અવરોધ (પીપીઓ) ઊભો કરીને નીંદણને નિયંત્રિત કરે છે. તે નીંદણના સંપર્કમાં આવીને અને પાંદડા દ્વારા કાર્ય કરે છે. તેની અનન્ય કાર્યપદ્ધતિને કારણે તે અન્ય વર્ગના નીંદણનાશકના કાર્યને અવરોધતું નથી. ગેલેક્સી® નીંદણનાશક માટી પર કોઈ પ્રક્રિયા ન કરતું હોવાને કારણે આગામી પાક માટે પણ સુરક્ષિત છે. મુખ્યત્વે સોયાબીનના ખેતરોમાં સમસ્યા ઊભી કરતા કૉમેલીના એસપીપી., ડિગેરા આર્વેન્સિસ, એકલિફા ઇન્ડિકા, અમરંથસ વિરિડીસ જેવા પહોળા પાંદડાવાળા નીંદણને અસરકારક રીતે નિયંત્રિત કરે છે.

પાક

પાકની અધિકૃત સૂચિ, લક્ષ્ય જીવાતો, ઉપયોગ માટેની સૂચનાઓ, મર્યાદાઓ અને સાવચેતી માટે હંમેશા ઉત્પાદનના લેબલનો સંદર્ભ લો. ઈચ્છિત પરિણામો માટે, આપેલ સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો અને અનુસરો.

આ ઉત્પાદનનો ઉપયોગ અમારા નિયંત્રણની બહાર હોવાથી, અમે ઉત્પાદનની એકસમાન ગુણવત્તા સિવાય કોઈ ખાતરી આપતા નથી.

પાકની સંપૂર્ણ સૂચિ

  • સોયાબીન