મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

ક્રિટેલ® નીંદણનાશક

ક્રિટેલ® નીંદણનાશક એ સીધા વાવેલા ધાન (ડીએસઆર) માં ઘાસ પ્રકારના નીંદણને રોકવા માટે ખેડૂતો માટે એકદમ યોગ્ય વિકલ્પ છે. ક્રિટેલ® નીંદણનાશક એ અમુક પ્રકારના નીંદણ માટે, ચોખાનો પાક ઊગ્યા બાદ તેને સામનો કરવા પડતા ઘાસવાળા પ્રતિરોધક નીંદણનો પ્રતિકાર કરે છે.

ઝડપી તથ્યો

  • ડીએસઆરમાં દર વર્ષે ઊગતા તેમજ કાયમી ઘાસનું શ્રેષ્ઠ નિયંત્રણ
  • નિયંત્રિત કરવા મુશ્કેલ એવા નીંદણ પર ખૂબ જ અસરકારક
  • નવી ટેક્નોલોજીને કારણે છંટકાવના/ઉપયોગના 2 કલાક બાદ વરસાદની સ્થિતિમાં પણ અસરકારક
  • ઘાસ પ્રકારના નીંદણ પર ઉત્તમ અસર, જે 7-10 દિવસમાં નીંદણને સૂકવી નાંખીને તેનો નાશ કરે છે

સક્રિય ઘટકો

  • મેટામિફૉપ

લેબલ અને એસડીએસ

4 લેબલ ઉપલબ્ધ છે

સહાયક દસ્તાવેજો

ઉત્પાદનનું અવલોકન

ક્રિટેલ® નીંદણનાશકમાં મેટામિફૉપ દવા એ અન્ય દવા સાથે મિશ્રિત કરી શકાય એવા દ્રાવણના રૂપમાં હોય છે. તે સીધા વાવેલા ધાન (ડીએસઆર) માં દર વર્ષે ઊગતા કે કાયમી ઘાસ પ્રકારના નીંદણને રોકવા માટે, અમુક પ્રકારના નીંદણ માટે અને નીંદણ ઊગ્યા બાદ કાર્ય કરતું નીંદણનાશક છે. ક્રિટેલ® નીંદણનાશક એ એઓપીપી – એરીલ ઓક્સી ફેનોક્સી પ્રોપિયોનિક એસિડ જૂથની બનાવટનું નીંદણનાશક છે, જે ઉત્તમ રીતે પ્રતિકાર કરે છે. બહોળા નિયંત્રણ માટે ક્રિટેલ® નીંદણનાશકને બીએલડબલ્યુ (પહોળા પાંદડાવાળા નીંદણ) અને ડાભ જેવા ઘાસ માટે એક ટાંકીમાં ભેળવીને ઉપયોગ કરવો. તેનો ઉપયોગ ઘાસ ઊગ્યા પહેલા નથી કરવામાં આવતો અને તે માટીમાં જળવાઈ રહેતું નથી. આ દવા પાંદડાઓ દ્વારા ઝડપથી શોષી લેવામાં આવે છે અને જ્યાં સક્રિય રીતે વૃદ્ધિ થતી હોય ત્યાં (મેરીસ્ટેમ) પહોંચી જાય છે અને કોષોના વિભાજનને અવરોધીત કરે છે અને મેરીસ્ટેમેટિક પ્રવૃત્તિને રોકે છે. ક્રિટેલ® નીંદણનાશકને લિપિડ સંશ્લેષણના અવરોધક (એસિટિલ-કોએન્ઝાઈમ એ કાર્બોક્સિલેઝ અવરોધક) તરીકે વર્ગીકૃત કરવામાં આવેલ છે. તે નાશ કરવામાં મુશ્કેલ એવા નીંદણ જેમકે ઍચીનોક્લોઆ એસપીપી, ડેક્ટીલોક્ટેનિયમ ઇજીપ્શિયમ, ડિજિટેરિયા એસપીપી વગેરે પર ખૂબ અસરકારક છે.

પાક

પાકની અધિકૃત સૂચિ, લક્ષ્ય જીવાતો, ઉપયોગ માટેની સૂચનાઓ, મર્યાદાઓ અને સાવચેતી માટે હંમેશા ઉત્પાદનના લેબલનો સંદર્ભ લો. ઈચ્છિત પરિણામો માટે, આપેલ સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો અને અનુસરો.

આ ઉત્પાદનનો ઉપયોગ અમારા નિયંત્રણની બહાર હોવાથી, અમે ઉત્પાદનની એકસમાન ગુણવત્તા સિવાય કોઈ ખાતરી આપતા નથી.

પાકની સંપૂર્ણ સૂચિ

  • સીધા વાવેલા ધાન (ડીએસઆર)