મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

હોક્યુસિયા® ફૂગનાશક

હોક્યુસિયા® એ ક્રિયાની નવી રીત અને નવા રસાયણ વિજ્ઞાનવાળું શ્રેષ્ઠ ફૂગનાશક છે જે બટાકાના પાકમાં લેટ બ્લાઈટ (પાનનો સુકારાનો એક રોગ)ને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ક્રિયાની નવી રીતમાં અગાઉના ફોર્મ્યુલેશન કરતાં વધુ સારું રસાયણ વિજ્ઞાન છે જે લેટ બ્લાઈટ સામે પ્રતિરોધક બની રહે છે.



હોક્યુસિયા® રોગનિરોધક અને પ્રારંભિક ઉપચારાત્મક ઉપયોગ માટે શ્રેષ્ઠ રીતે અનુકુળ છે અને તે ફાયદાકારક જંતુઓ અને પરોપજીવીઓ સામે પણ પ્રમાણમાં સલામત છે.

ગુણધર્મો

• આ એક આધુનિક ફૂગનાશક છે, જેમાં અનન્ય સક્રિય ઘટક ફ્લુઓપિકોલાઇડ સાથે પ્રોપેમોકાર્બ હાઇડ્રોક્લોરાઇડ શામેલ છે

• તે પાંદડાઓ, ડાંખળીઓ અને દાંડીઓ પર સંપૂર્ણપણે અને એકસમાન રીતે ફેલાય છે

•તે મજબૂત પ્રતિકાર વ્યવસ્થાપનને કારણે લાંબા ગાળાના પરિણામો દર્શાવે છે

•તે તાપમાનને ધ્યાનમાં લીધા વિના રોગોના પ્રત્યક્ષ અને પરોક્ષ ફેલાવાને અસરકારક રીતે નિયંત્રિત કરે છે

સક્રિય ઘટકો

  • ફ્લુઓપીકોલાઇડ 5.56% ડબ્લ્યુ/ડબ્લ્યુ + પ્રોપામોકાર્બ હાઇડ્રોક્લોરાઇડ 55.6% ડબ્લ્યુ/ડબ્લ્યુ એસસી

લેબલ અને એસડીએસ

3 લેબલ ઉપલબ્ધ છે

ઉત્પાદનની માહિતી

હોક્યુસિયા® લેટ બ્લાઈટને ફેલાતા અટકાવવામાં મદદ કરે છે અને હાલના ચેપને પણ મારી નાખે છે. તે ચેપના તમામ 5 તબક્કાઓ પર કામ કરે છે અને ફૂગના જાતીય અને અજાતીય પ્રજનનને નિયંત્રિત કરે છે. આ પરમાણુમાં ખૂબ જ સારી વરસાદી વાતાવરણ પ્રતિરોધક શક્તિ છે તેથી વાદળછાયા વાતાવરણ કે જે રોગ ફેલાવવા માટે સાનુકૂળ છે તેમાં વધુ સારા પરિણામો આપે છે; લાંબા સમય સુધી નિયંત્રણ સુનિશ્ચિત કરવામાં આવે છે કારણ કે તે છોડના નવાં વિકાસને પણ રક્ષણ આપે છે. હોક્યુસિયા® રોગનિરોધક અને પ્રારંભિક ઉપચારાત્મક ઉપયોગ માટે શ્રેષ્ઠ રીતે અનુકૂળ છે અને તે ફાયદાકારક જંતુઓ અને પરોપજીવીઓ સામે પણ પ્રમાણમાં સલામત છે.

પાક

પાકની અધિકૃત સૂચિ, લક્ષ્ય જીવાતો, ઉપયોગ માટેની સૂચનાઓ, મર્યાદાઓ અને સાવચેતી માટે હંમેશા ઉત્પાદનના લેબલનો સંદર્ભ લો. ઈચ્છિત પરિણામો માટે, આપેલ સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો અને અનુસરો.

આ ઉત્પાદનનો ઉપયોગ અમારા નિયંત્રણની બહાર હોવાથી, અમે ઉત્પાદનની એકસમાન ગુણવત્તા સિવાય કોઈ ખાતરી આપતા નથી.

પાકની સંપૂર્ણ સૂચિ

  • બટાકા