મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

કંપનીના ઉદ્દેશો અને ફિલસૂફી



એફએમસી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (અહીં "કંપની" તરીકે ઓળખાય છે) ખાતે, અમે "ઉદ્યોગ દ્વારા સમાજ સેવા" ના દર્શનમાં વિશ્વાસ કરીએ છીએ". કંપનીની કોર્પોરેટ સામાજિક જવાબદારી પહેલ એ સુરક્ષા પ્રદાન કરવી, પ્રતિભાનું સશક્તિકરણ, નવીનતા વધારવી, આપણા સંસાધનોને સંભાળવા અને સમુદાયનો વિકાસ સાધવો જેવા અમારા કોર્પોરેટ ટકાઉક્ષમતા સિદ્ધાંતોના આધારસ્તંભ પર તૈયાર કરવામાં આવી છે. આમ કરવામાં, અમે લાંબા ગાળાના ટકાઉ પરિવર્તન અને સામાજિક એકતા તરફ દોરી જતી પહેલને ટેકો આપીને વધુ ન્યાયપૂર્ણ અને સમાવેશી સમાજ બનાવવા માટે પોતાને પ્રતિબદ્ધ કરવા માંગીએ છીએ.



કંપની કોર્પોરેટ સામાજિક જવાબદારીના સર્વોચ્ચ ધોરણોને જાળવવા માટે પ્રતિબદ્ધ છે અને તેણે નવા જોશ અને નિષ્ઠા સાથે સામુદાયિક પહેલ પર તેનું કાર્ય ચાલુ રાખ્યું છે. સીએસઆર નીતિનો ઉદ્દેશ કંપનીની સીએસઆર પ્રવૃત્તિઓમાં અસરકારકતા લાવવા માટે માર્ગદર્શિકા તૈયાર કરવાનો છે, જે સમાજના ટકાઉ વિકાસમાં સહાય કરવા માટે હાથ ધરવામાં આવી રહી છે. કંપની જે સમુદાયોમાં કાર્ય કરે છે, તેના સામાજિક અને આર્થિક વિકાસમાં સક્રિય યોગદાન આપવાનો પ્રયત્ન કરે છે.

આપણે વધુ ન્યાયપૂર્ણ, સામાજિક રીતે વધુ સમાવેશી વિશ્વ માટે આ વિભાજનને દૂર કરવાની જરૂર છે. એક એવું વિશ્વ જ્યાં આપણે બધા પ્રકૃતિ અને પર્યાવરણના ભોગે જીવીએ છીએ. આપણી પાસે હજુ પણ કંઇક કરવાનો સમય છે. પરંતુ આપણી પાસે વેડફવા માટે સમય નથી.

કંપનીએ કોર્પોરેટ સામાજિક જવાબદારી (સીએસઆર) નીતિ બનાવી છે, જે સ્પષ્ટ કાર્યસૂચિની રૂપરેખા આપે છે અને તેના દ્વારા અમે સમુદાયોને સીધા યોગદાન આપવાનું ચાલુ રાખીશું. આ નીતિ કંપની અધિનિયમ 2013 (અહીં "અધિનિયમ" તરીકે ઓળખવામાં આવે છે) ની કલમ 135 અનુસાર અને ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય (હવે અહીં "મંત્રાલય" તરીકે ઓળખવામાં આવે છે) દ્વારા 27 મી ફેબ્રુઆરી 2014 ના રોજ સૂચિત સીએસઆર નિયમો (અહીં "નિયમો" તરીકે ઓળખવામાં આવે છે) અનુસાર અને વધુમાં 22 મી જાન્યુઆરી, 2021 ના સુધારાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે

આ નીતિ અધિનિયમની અનુસૂચિ VII મુજબ, ભારતમાં કંપની દ્વારા હાથ ધરવામાં આવેલા તમામ સીએસઆર પ્રોજેક્ટ/કાર્યક્રમોને લાગુ પડશે. કંપનીના ટકાઉક્ષમતાના સિદ્ધાંતોને ધ્યાનમાં લેતા, કંપનીએ યોગદાનના મુખ્ય ક્ષેત્ર તરીકે પાણીને નિર્ધારિત કર્યું છે. કંપની પાણી શુદ્ધિકરણના ઉદ્દેશ્ય સાથે સંબંધિત અમલીકરણ એજન્સીઓ સાથે ભાગીદારીમાં પ્રવૃત્તિઓ હાથ ધરીને આ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરશે કારણ કે આપણા દેશના દૂરના ગામડાઓ હજુ પણ પીવાલાયક અને સુરક્ષિત પીવાના પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે. વધુમાં, કંપની

પર્યાવરણીય ટકાઉક્ષમતા અને ખેતી કરતા સમુદાયના વિકાસના ક્ષેત્રોમાં પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

સીએસઆર પ્રવૃત્તિઓ માટે શરતો અને પ્રતિબંધો



સીએસઆર સમિતિ અને નિયામક મંડળ કોઈપણ સીએસઆર પ્રોજેક્ટ/કાર્યક્રમો/પ્રવૃત્તિઓ હાથ ધરતી વખતે નીચેની શરતો અને પ્રતિબંધો દ્વારા સંચાલિત કરવામાં આવશે:



- આ નીતિ મુજબ, કંપની દ્વારા હાથ ધરવામાં આવેલ સીએસઆર પ્રોજેક્ટ/કાર્યક્રમો/પ્રવૃત્તિઓમાંથી તેમના સામાન્ય વ્યવસાયના અનુસંધાનમાં હાથ ધરેલી પ્રવૃત્તિઓને બાકાત રાખવામાં આવશે

- સીએસઆર પ્રોજેક્ટ/કાર્યક્રમો/પ્રવૃતિઓ માત્ર ભારતમાં જ હાથ ધરવામાં આવશે, સિવાય કે ભારતની બહારના ભારતીય ખેલાડીઓ માટે કે જેઓ રાષ્ટ્રીય સ્તરે કોઈપણ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશનું અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરતા હોય

- પ્રોજેક્ટ/કાર્યક્રમો/પ્રવૃત્તિઓ કે જે માત્ર કંપનીના કર્મચારીઓ અને તેમના પરિવારોને લાભ આપે છે, તેમને સીએસઆર ખર્ચ તરીકે ગણવામાં આવશે નહીં અને તે માટે લાયક ઠરશે નહીં

- કલમ 182 હેઠળ કોઈપણ રાજકીય પક્ષને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે કરેલ કોઈપણ રકમનું યોગદાન ધ્યાનમાં લેવામાં આવશે નહીં અને તે સીએસઆર ખર્ચ તરીકે પાત્ર ગણાશે નહીં

- સીએસઆર પ્રોજેક્ટ/કાર્યક્રમો/પ્રવૃત્તિઓમાંથી ઉત્પન્ન થયેલ અધિશેષ, જો કોઈ હોય તો, તે વ્યવસાયિક નફા/કંપનીના નફાનો ભાગ ગણાશે નહીં

- કંપની દ્વારા તેના ઉત્પાદનો અથવા સેવાઓ માટે માર્કેટિંગ લાભો મેળવવા માટે પ્રાયોજકતાના આધારે સમર્થિત પ્રવૃત્તિઓને સીએસઆર ખર્ચનો ભાગ ગણવામાં આવશે નહીં (જેમ કે મેરેથોન, પુરસ્કારો, સખાવતી યોગદાન, જાહેરાત, ટીવી કાર્યક્રમો વગેરે)

- ભારતમાં અમલમાં રહેલા કોઈપણ કાયદા હેઠળ કોઈપણ અન્ય વૈધાનિક જવાબદારીઓની પરિપૂર્ણતા માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓ સીએસઆર ખર્ચનો ભાગ બનશે નહીં

ભંડોળની જવાબદારી



કંપની અધિનિયમ, 2013 (અધિનિયમ) ની કલમ 135 (5) અનુસાર, કંપની અધિનિયમ VII (સુધારેલ મુજબ) માં સૂચિબદ્ધ કેટલીક ઓળખાયેલી પ્રવૃત્તિઓમાં પાછલા ત્રણ નાણાંકીય વર્ષો દરમિયાન કરેલા સરેરાશ ચોખ્ખા નફાના 2% ખર્ચ કરવા માટે પ્રતિબદ્ધ છે. આમાં સીધા કંપની અને અમલીકરણ એજન્સી (ઓ) દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓના ખર્ચનો સમાવેશ થાય છે. જો કંપની સરેરાશ ચોખ્ખા નફાના 2% કરતા વધારે રકમ ખર્ચ કરે, તો તેને અતિરિક્ત સીએસઆર ખર્ચ તરીકે ગણવામાં આવશે, જેને આ અધિનિયમ હેઠળ નિર્ધારિત શરતોને આધિન આગામી ત્રણ નાણાંકીય વર્ષમાં સેટ-ઓફ કરી શકાય છે.



કંપનીએ ઓછો ખર્ચ કર્યો છે કે વધુ ખર્ચ કર્યો છે તેની ગણતરી કરવા માટે, તેણે નીચેની બાબતો ધ્યાનમાં લેવી જોઈએ:



a. પ્રોજેક્ટ ખર્ચ - તેમાં પ્રોજેક્ટ પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે થયેલ ડિઝાઇનિંગ, અમલીકરણ, દેખરેખ અને મૂલ્યાંકન ખર્ચનો સમાવેશ થાય છે

b. વહીવટી ખર્ચાઓ - આવા ખર્ચાઓ નાણાંકીય વર્ષ દરમિયાન કંપનીના કુલ સીએસઆર ખર્ચના 5% કરતા વધુ ન થાય તે સુનિશ્ચિત કરવું. વધુમાં, આ ખર્ચમાં કંપની દ્વારા ડિઝાઇનિંગ, અમલીકરણ, દેખરેખ અને મૂલ્યાંકન માટે કરવામાં આવેલા ખર્ચનો સમાવેશ થશે નહીં



અમલીકરણ એજન્સીની પસંદગી



સીએસઆર પ્રોજેક્ટ વધુ કાર્યક્ષમ રીતે કરવા માટે, કંપની એક અમલીકરણ એજન્સીની નિમણૂક કરી શકે છે. પસંદગી માટે માર્ગદર્શક સિદ્ધાંતો આ મુજબ છે:



a. અમલીકરણ એજન્સી કે જેના દ્વારા સીએસઆર પ્રવૃત્તિઓ પસંદ કરવામાં આવે, તે કલમ 12A અને આવકવેરા અધિનિયમ, 1961 ની 80G હેઠળ અથવા સમયાંતરે મંત્રાલય દ્વારા સૂચિત કરાયેલા માપદંડ મુજબ નોંધાયેલી હોવી જોઈએ

b. અમલીકરણ એજન્સીનો આ સમાન પ્રવૃત્તિઓ હાથ ધરવામાં ઓછામાં ઓછા ત્રણ વર્ષનો સ્થાપિત ટ્રેક રેકોર્ડ હોય

c. અમલીકરણ એજન્સીએ કંપનીઓના રજિસ્ટ્રાર સાથે સીએસઆર-1 ફોર્મ દાખલ કર્યું હોવું જોઈએ

d. અમલીકરણ એજન્સી તેની પ્રવૃત્તિઓ નિષ્ઠાપૂર્વક કરે છે તેવી સારી છાપ ધરાવતી હોવી જોઈએ

e. આવી અમલીકરણ એજન્સીની નિમણૂક પહેલાં યોગ્ય તપાસ કરી શકાય છે

f. અમલીકરણ એજન્સી એ સમયાંતરે મંત્રાલય દ્વારા સૂચિત કરવામાં આવતા આવા અન્ય માપદંડોને પણ પૂર્ણ કરવાની જરૂર પડી શકે છે

અમલીકરણ અને દેખરેખ



અમલીકરણ



- કંપની, કોઈ નોંધણીકૃત ટ્રસ્ટ અથવા કોઈ નોંધણીકૃત મંડળી મારફત, ઓળખાયેલ ક્ષેત્રોમાં અને તેના હેઠળ તૈયાર કરેલ અધિનિયમ અને નિયમોની જોગવાઈઓ મુજબ સીએસઆર પ્રોજેક્ટ/કાર્યક્રમો/પ્રવૃત્તિઓ હાથે ધરી શકે છે

- કંપની આ પ્રોજેક્ટ/કાર્યક્રમો/પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે અન્ય કંપનીઓ સાથે પણ સહયોગ કરી શકે છે, એવી રીતે કે જેમાં સંબંધિત કંપનીઓની સીએસઆર સમિતિઓ તે હેઠળ તૈયાર કરેલ અધિનિયમો અને નિયમો મુજબ આવા પ્રોજેક્ટ અથવા કાર્યક્રમો અંગે અલગથી રિપોર્ટ કરવાની સ્થિતિમાં હોય

- કંપની પોતાની સીએસઆર ક્ષમતાઓ જાતે વિકસિત કરી શકે છે, એટલે કે ઓછામાં ઓછા ત્રણ નાણાકીય વર્ષનો ટ્રેક રેકોર્ડ અને સીએસઆર સમિતિને યોગ્ય લાગે તે અન્ય કોઈપણ માપદંડો પરિપૂર્ણ કરતી સંસ્થાઓ દ્વારા તેમના પોતાના કર્મચારીઓની તેમજ તેમની અમલીકરણ એજન્સીઓના કર્મચારીઓની ક્ષમતાઓ વિકસિત કરી શકે છે



નિરીક્ષણ



- કંપની એ અમલીકરણ એજન્સી અથવા વિક્રેતા નૈતિક પ્રથાઓનું પાલન કરતા હોય તે સુનિશ્ચિત કરશે અને અમલીકરણ એજન્સી અથવા વિક્રેતાને તમામ ચુકવણીઓ માઇલસ્ટોન આધારિત હોય તે સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરશે

- કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટે, નિરંતર પ્રતિસાદ પદ્ધતિ અને જો જરૂરી હોય તો, અમલીકરણમાં વચગાળે સુધારણાના આધાર સાથે, જાણીતા મુખ્ય ગુણાત્મક અને જથ્થાત્મક પ્રદર્શન સૂચકોની મદદથી દેખરેખ કરવામાં આવશે

- કંપનીએ ક્ષેત્રની મુલાકાતો અથવા સમીક્ષા કૉલ દ્વારા, સંજોગો અનુસાર, સમયાંતરે અમલીકરણ એજન્સી/(ઓ) ના પ્રોજેક્ટ અમલીકરણ અને કામગીરીની દેખરેખ રાખવાની રહેશે, અને કર્મચારી(ઓ) ની ખાસ ટીમ આવા દેખરેખ માટે નિયુક્ત કરી શકાય છે

- પ્રભાવનું મૂલ્યાંકન - પાછલા ત્રણ નાણાંકીય વર્ષોમાં ₹10 કરોડ અથવા તેનાથી વધુની સરેરાશ સીએસઆર જવાબદારીની સ્થિતિમાં, કંપની સુનિશ્ચિત કરશે કે સ્વતંત્ર એજન્સી દ્વારા એ સીએસઆર પ્રોજેક્ટ માટે પ્રભાવનું મૂલ્યાંકન કરવામાં આવે છે, જેના ખર્ચ ₹01 કરોડ અથવા તેનાથી વધુ હોય. આવા મૂલ્યાંકન માટે થયેલ ખર્ચ, આ નાણાંકીય વર્ષના કુલ સીએસઆર ખર્ચના 5%

અથવા ₹50 લાખ, બેમાંથી જે ઓછો હોય, તે કરતાં વધુ ન હોવો જોઈએ

વાર્ષિક એક્શન પ્લાન



કંપની વર્ષ દરમિયાન ખર્ચ કરવામાં આવતી પ્રવૃત્તિઓ અને સીએસઆર ખર્ચને ઓળખવા માટે કંપનીની વાર્ષિક કાર્ય યોજના તૈયાર કરશે, જેમાં નિયમોમાં ઉલ્લેખિત વિગતો શામેલ હશે.



વધુમાં, વાર્ષિક કાર્ય યોજના બનાવવા માટે જરૂરી માર્ગદર્શક સિદ્ધાંતો નીચે મુજબ છે:



a. સીએસઆર કાર્યક્રમોમાં સુધારેલા સીએસઆર નિયમો હેઠળ પ્રતિબંધિત પ્રવૃત્તિઓ શામેલ કરવામાં આવશે નહીં.

b. કંપની દ્વારા સીએસઆર કાર્યક્રમો માટે સ્થાનિક વિસ્તારો અને તેની કામગીરીની આસપાસના વિસ્તારોને પ્રાધાન્ય આપવાનું રહેશે.

c. સીએસઆર પ્રવૃતિઓ સીધી રીતે અથવા અમલીકરણ એજન્સી/ઓ દ્વારા હાથ ધરવામાં આવી શકે છે.

d. અમલીકરણ એજન્સીઓ અથવા વિક્રેતાઓને ચુકવણીઓ માઇલસ્ટોન આધારિત હોવી જોઈએ.

e. વાર્ષિક કાર્ય યોજના ઘડતી વખતે સીએસઆર પ્રવૃત્તિઓના અમલીકરણ અને દેખરેખ માટે અનુસરવાના જરૂરી તમામ માર્ગદર્શક સિદ્ધાંતોનું

પણ પાલન કરવામાં આવશે.

કોઈપણ નાણાંકીય વર્ષ દરમિયાન, નવા પ્રોજેક્ટ(ઓ) ના કારણે અથવા મંજૂર પ્રોજેક્ટ(ઓ) માટેના ખર્ચમાં વધારાને કારણે, કોઈપણ બજેટ ના કરેલ ખર્ચનો સમાવેશ કરવા માટે કંપનીની વાર્ષિક કાર્ય યોજનામાં ફેરફાર કરી શકાય છે. અધિનિયમની જોગવાઈઓને આધિન, કંપની તેના સીએસઆર ખર્ચનો ઉપયોગ મૂડી સંપત્તિના નિર્માણ અથવા સંપાદન માટે પણ કરી શકે છે.

સંચાલન તંત્ર



અમારી સીએસઆર નીતિ કંપનીના નિયામક મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. આ મંડળે સમયાંતરે નીતિ અને કાર્યક્રમોની દેખરેખ રાખવા માટે ન્યૂનતમ બે નિયામકોની સીએસઆર સમિતિનું ગઠન કર્યું છે.



a. નિયામક મંડળ

- મંડળ સીએસઆર કાર્યક્રમોની કામગીરી અને પ્રભાવ પર દેખરેખ રાખે છે અને સમીક્ષા કરે છે, જો જરૂરી હોય તો તેમાં સૂચનો અને સુધારા-વધારા પ્રદાન કરે છે અને સુનિશ્ચિત કરે છે કે વિતરિત કરેલ સીએસઆર ભંડોળ કંપનીની સીએસઆર નીતિ અનુસાર સંરેખિત હોય અને તેનો ઉપયોગ મંડળ દ્વારા મંજૂર કરેલ હેતુઓ અને રીતે કરવામાં આવે.

- સીએફઓ (જો નિમણૂક કરેલ હોય તો) અથવા નાણાંકીય વ્યવસ્થાપન માટે જવાબદાર કોઈ અન્ય વ્યક્તિ એ હકીકતને પ્રમાણિત કરવાનું રહેશે કે આ રીતે વિતરિત સીએસઆર ભંડોળનો ઉપયોગ બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવેલી હેતુઓ માટે અને પદ્ધતિ મારફત કરવામાં આવે.

b. નિયામક મંડળની સીએસઆર સમિતિ

સીએસઆર સમિતિ સીએસઆર કામગીરી પર દેખરેખ અને માર્ગદર્શન પ્રદાન કરે છે અને સીએસઆર નીતિ, પ્રતિબદ્ધતાઓ અને લાગુ સીએસઆર જોગવાઈઓનું પાલન થાય તેની દેખરેખ રાખે છે.

સીએસઆર સમિતિની ભૂમિકા અને જવાબદારીઓ આ મુજબ છે:

- એવી સીએસઆર નીતિની સંરચના અને બોર્ડને ભલામણ કે જે અધિનિયમ મુજબ કંપની દ્વારા હાથ ધરવામાં આવનારી

પ્રવૃત્તિઓ સૂચવે

- સમયાંતરે કંપનીની સીએસઆર પૉલિસીની દેખરેખ રાખવી

- અધિનિયમની જોગવાઈઓ મુજબ બોર્ડને વાર્ષિક કાર્ય યોજનાની રચના અને ભલામણ

- વર્ષ દરમિયાન કોઈપણ સમયે વાર્ષિક કાર્ય યોજનામાં કોઈપણ ફેરફારની ભલામણ અને સીએસઆર નીતિમાં જો કોઈ અપડેટ હોય તો, તે કરવી

- વાર્ષિક કાર્ય યોજના મુજબ સીએસઆર પ્રવૃત્તિઓનું અમલીકરણ અને દેખરેખ

-અધિનિયમની જોગવાઈઓ મુજબ કંપનીના પ્રોજેક્ટને 'ચાલુ પ્રોજેક્ટ' તરીકે ઓળખવા અને બોર્ડને તેની ભલામણ કરવી

- મંજૂરી માટે બોર્ડને વાર્ષિક સીએસઆર ખર્ચ બજેટની ભલામણ કરવી;

- જ્યારે પણ લાગુ પડે ત્યારે સીએસઆર પ્રોજેક્ટ માટે તૃતીય પક્ષો દ્વારા પ્રભાવનું મૂલ્યાંકન કરવું

- લાગુ ફ્રેમવર્કમાં કંપનીની સીએસઆર પ્રવૃત્તિઓનું અમલીકરણ સુનિશ્ચિત કરો

- કંપનીના નિયામક મંડળને સીએસઆર અહેવાલનું એકંદર કાર્યક્ષેત્ર નિર્ધારિત કરવું, તે માટે સૂચનો પ્રદાન કરવા અને તેને અપનાવવાની ભલામણ કરવી

- સમિતિ દ્વારા કરવામાં આવતી કોઈપણ વૈધાનિક અથવા અન્ય નિયમનકારી આવશ્યકતાઓ હેઠળ જરૂરી હોઈ શકે તેવા અને બોર્ડ દ્વારા સમયાંતરે સોંપવામાં આવેલ અન્ય કાર્યો કરવા

કોર્પોરેટ સામાજિક જવાબદારી નીતિ નિયમો, 2013 અનુસાર જારી કરવામાં આવેલી નીતિને બોર્ડની સીએસઆર સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવી છે અને નિયામક મંડળ દ્વારા અપનાવવામાં આવી છે



મર્યાદા અને સુધારા



નિયામક મંડળ તેમની મુનસફી મુજબ અને સીએસઆર સમિતિની ભલામણ પર, સમયાંતરે આ નીતિમાં કોઈપણ ફેરફારો/બદલાવ અને/અથવા સુધારાઓ કરી શકે છે. કોરમ, મીટિંગની સૂચના, દસ્તાવેજીકરણ વગેરેના સંદર્ભમાં આવશ્યકતાઓ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલા અને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલા લાગુ સચિવાલયના ધોરણોને અનુરૂપ હોવા જોઈએ, સિવાય કે સ્પષ્ટપણે અન્યથા જણાવ્યું હોય.



આ નીતિની અને અધિનિયમની જોગવાઈઓ અથવા અન્ય કોઈપણ વૈધાનિક અધિનિયમો, નિયમો વચ્ચે કોઈપણ સંઘર્ષની સ્થિતિમાં, આવા અધિનિયમની જોગવાઈઓ અથવા વૈધાનિક અધિનિયમો, નિયમો પ્રાથમિકતા મેળવશે અને આપમેળે આ નીતિ પર લાગુ પડશે અને નીતિને કાયદા સાથે સુસંગત બનાવવા માટે યોગ્ય સમયે નીતિની સંબંધિત જોગવાઈઓમાં સુધારો/સંશોધિત કરવામાં આવશે.

અહેવાલ અને જાણ



- કંપનીની સીએસઆર પ્રવૃત્તિઓ અધિનિયમ અને નિયમો હેઠળની જરૂરિયાતો અનુસાર કંપનીના વાર્ષિક અહેવાલમાં પ્રસારિત કરવામાં આવશે

- આ કંપનીના નિયામક મંડળ એ સીએસઆર સમિતિની સંરચના અને મંડળ દ્વારા મંજૂર કરેલ સીએસઆર નીતિ અને પ્રોજેક્ટને તેમની વેબસાઇટ, જો કોઈ હોય તો, પર લોકોને જોવા માટે જાહેર કરશે

_____________________________________________________________________________

સીએસઆર સમિતિની રચના અને સીએસઆર પ્રોજેક્ટ