મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

ભારતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તન માટે આબોહવા પરિવર્તનનો સામનો કરવો

યુએનએફસીસીસીના પક્ષકારોની પરિષદના 26 મા સત્ર (સીઓપી 26) એ આબોહવા પરિવર્તન અને તેના દુષ્પ્રભાવને ઘટાડવાના ઉપાયો વિશે ઘણા સંવાદ શરૂ થયા છે. સૌથી ઓછા વિકસિત દેશોના પરિપ્રેક્ષ્ય પર એક પેપર, આ વર્ષની શરૂઆતમાં બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં તે દેશોની જરૂરિયાતો ટાંકવામાં આવી છે જેમને આબોહવા પરિવર્તનથી સૌથી વધુ જોખમ છે અને કહે છે કે સીઓપી 26 એ સૌથી વધુ અસર થવાની શકયતા ધરાવતા લોકોની આવશ્યકતાની પૂર્તિ વિના સફળ થઈ શકશે નહીં.

આબોહવા અને હવામાન પરિસ્થિતિઓ પર વધુ પડતી નિર્ભરતાને કારણે કૃષિ એ સૌથી સંવેદનશીલ ક્ષેત્રોમાંનું એક છે. ભારત વિશ્વના સૌથી મોટા ખાદ્ય ઉત્પાદકોમાંથી એક છે, જેમાં તેની લગભગ 1.3 અબજની વસ્તીમાંથી લગભગ 68% પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે કૃષિ સાથે સંકળાયેલા છે. જોકે જીડીપીમાં કૃષિ યોગદાન 1950 ના 51% થી ઘટીને લગભગ 16% થઈ ગયું હોવા છતાં, કૃષિ પર નિર્ભર પરિવારોની સંખ્યા 1951 માં 70 મિલિયનથી વધીને 2020 માં 120 મિલિયન થઈ ગઈ છે. કૃષિ પર આ જંગી નિર્ભરતા ભારતને આબોહવા પરિવર્તન માટે વધુ સંવેદનશીલ બનાવે છે. 2017 ના આર્થિક સર્વેક્ષણ મુજબ - આત્યંતિક હવામાનની પરિસ્થિતિઓને કારણે દેશને વાર્ષિક યુએસડી 9-10 બિલિયનનું નુકસાન થાય છે. તે દેશમાં ખાદ્ય સુરક્ષા અને ગ્રામીણ આજીવિકા માટે એક મુખ્ય પડકાર છે.

આબોહવા પરિવર્તનને વણસાવતા મુખ્ય પડકારો

કૃષિ પર નિર્ભરતા વધી હોવા છતાં, ખેતીલાયક જમીન કદમાં તેમજ ગુણવત્તામાં ઘટી રહી છે, જેના કારણે જમીન ધારકોની જમીનનું સરેરાશ કદ ઘટીને 1.08 હેક્ટર થઈ ગયું છે. ખેતીલાયક જમીનનું નાના ટુકડાઓમાં વિભાજન અને ગાફેલ ભૂમિ વ્યવસ્થાપન જમીનના અધ:પતનમાં વધારો કરે છે. આ ઉપરાંત, સીએસઇ અનુસાર, હાલમાં ભારતની 30% જમીન રણપ્રદેશમાં પરિવર્તિત થઈ રહી છે.

2019 માં, આબોહવા પરિવર્તન પર આંતર-સરકારી પેનલ (આઇપીસીસી) એ અહેવાલ આપ્યો હતો કે "ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જન અને કાર્બન શોષણના ઘટેલા દરો દ્વારા થતા આબોહવા પરિવર્તનને કારણે જમીનનું અધ:પતન થાય છે". આ એક દુષ્ચક્ર છે કારણ કે આબોહવા પરિવર્તનના સામાજિક આર્થિક પ્રભાવો જમીનના અધ:પતનને ઝડપી બનાવે છે. આબોહવાના પરિવર્તનોથી અનિશ્ચિત હવામાન અને કુદરતી કટોકટીઓ પણ સર્જાઈ છે - પછી તે દુકાળ, રોગચાળો, ચક્રવાત, અતિવૃષ્ટિ અથવા પૂર હોય. આર્દ્રતા, તાપમાન અને ઠારણની વધતી અનિશ્ચિતતા પરંપરાગત કૃષિ કેલેન્ડરને આત્યંતિક હવામાનના તીવ્ર વિસ્ફોટ સાથે અવરોધે છે.

સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતા પાણીમાં વધારાને પરિણામે, છેલ્લા 50 વર્ષોમાં ભારતની પ્રતિ વ્યક્તિ પાણી ઉપલબ્ધતામાં - 60% સુધીનો સતત ઘટાડો થયો છે, જેના કારણે જમીનના અધ:પતનમાં વધારો થાય છે. વધુમાં, ચોખા અને શેરડી જેવા વધુ પાણીની ખપતવાળા પાકના અગ્રણી નિકાસકારોમાંથી એક હોવાના કારણે, આપણે કૃષિ નિકાસ સાથે પાણી (અવાસ્તવિક પાણી) ની નિકાસ કરીએ છીએ. આ ઘટાડો માત્ર આબોહવા પરિવર્તનને વેગ આપતું નથી, પરંતુ આગામી વૃદ્ધિ ચક્રો દરમિયાન ઉત્પાદકતાને ઓછી કરે છે.

અંદાજ મુજબ, આબોહવા પરિવર્તન દર વર્ષે લગભગ 4-9% સુધી કૃષિ ઉત્પાદનને પ્રતિકૂળ રીતે અસર કરે છે, જે વાર્ષિક જીડીપીમાં લગભગ 1.5% નું નુકસાન કરે છે. ભારત કૃષિ ઉત્પાદકતામાં મોટાભાગના દેશો કરતા પાછળ છે. ઉદાહરણ તરીકે, મકાઈ, ચોખા, મગફળી અને દાળની ઉત્પાદકતા 54%, 40%, 31%, અને 33% છે, જે તેમના સંબંધિત વૈશ્વિક સરેરાશ કરતાં ઓછી છે. આ તમામ પરિબળોને કારણે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાનું પડકારજનક બન્યું છે - વિશ્વના કુલ જમીન વિસ્તારના માત્ર 2.4% સાથે, ભારતે વિશ્વની લગભગ 18% વસ્તીની આવશ્યકતાઓ પરિપૂર્ણ કરવાની રહે છે. આપણે કૃષિ અને 145 મિલિયન પરિવારો પર આબોહવા પરિવર્તનના દુષ્પ્રભાવને ઘટાડવાના સ્વરૂપમાં એક મુશ્કેલ કાર્યનો સામનો કરીએ છીએ.

તક ધરાવતા ક્ષેત્રો: ટેકનોલોજી, ટકાઉક્ષમતા અને નીતિગત મદદ

ભારતને 2030 સુધીમાં જમીનના અધ:પતનને ઉલટાવવા માટે ઓછામાં ઓછી 30 મિલિયન હેક્ટર બંજર જમીનને પુનર્જીવિત કરવાની જરૂર છે. કૃષિ ક્ષેત્રે આબોહવા પરિવર્તનના દુષ્પ્રભાવને ઘટાડવા અને ખેતીની ઉત્પાદકતામાં સુધારો કરવા માટે, ટકાઉક્ષમ અને નીતિગત મદદ સાથે અત્યાધુનિક તકનીકી ઉપાયો અપનાવવાની તાત્કાલિક જરૂરિયાત છે.

અત્યાધુનિક ટેક્નોલોજી એઆઇ, આઇઓટી, મશીન લર્નિંગ, બ્લોકચેન, ચોકસાઈપૂર્વક કૃષિ, ડ્રોન, ચતુર ટ્રેક્ટર/કૃષિ-બોટ્સ, ચતુર વખાર વ્યવસ્થા અને પરિવહનનો સુયોગ્ય ઉપયોગ, વાસ્તવિક સમયમાં ઊપજનું અનુમાન અને ભાવની માહિતી સહિત નવી પાક સંરક્ષણ તકનીકો દ્વારા નિરીક્ષણ ક્ષમતા, વાસ્તવિક સમયની જાણકારી, ઉચ્ચ ઉત્પાદકતા અને સર્વોત્તમ ગુણવત્તા સાથે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડે છે અને નફો વધારે છે અને ક્ષેત્રમાં પરિવર્તન કરે છે. ચોકસાઈપૂર્વક કૃષિ એ પાકની એકંદર ઉત્પાદકતા, ગુણવત્તા અને ઊપજને વધારવા માટે, પાણી, ખાતર અને જંતુનાશકોના સુયોગ્ય ઉપયોગ દ્વારા તેમની કાર્યક્ષમતા વધારવા માટે ડેટા એનાલિટિક્સનો લાભ લે છે. ડ્રોન ખેડૂતોને જમીન અને ખેતરના આયોજન, પાકની દેખરેખ, નીંદણ, જીવાતો અને રોગોથી પાકના રક્ષણ, શ્રમ ઘટાડવા અને ઉત્પાદકતા વધારવામાં મદદ કરી શકે છે. એફએમસી જેવી અગ્રણી કૃષિ વિજ્ઞાન કંપનીઓ, માત્ર સામગ્રીના પુરવઠાકાર રહેવાને બદલે ઉકેલ પ્રદાતા બનવા માટે આવી તકનીકોને અપનાવી રહી છે. તેવી જ રીતે, દૂધાળા પ્રાણીઓની ઉત્પાદકતામાં વધારો કરવો અને ડેરી ક્ષેત્રમાંથી નીકળતા મિથેન ઉત્સર્જનનું નિરાકરણ કરવું નિર્ણાયક બનશે.

ટકાઉક્ષમ પ્રથાઓ જેમ કે પાક ફેરવવા, કઠોળ સાથે મિશ્રિત પાક, જૈવ ખાતરોનો ઉપયોગ, કીટનાશકો અથવા ખાતરનો વિવેકપૂર્ણ ઉપયોગ અને એકીકૃત કીટ વ્યવસ્થાપનને - કૃષિ પ્રવૃત્તિઓ સામે ઉદ્ભવતા પર્યાવરણીય પડકારોને દૂર કરવા માટે પ્રોત્સાહિત કરવાની અને વધારવાની જરૂર છે. કુદરતી સંસાધનોનું સંરક્ષણ - ટપક સિંચાઈ અને કૃષિ ક્ષેત્રે વધુ પ્રમાણમાં સૌર ઊર્જાના ઉપયોગ દ્વારા કરી શકાય છે. તાપમાન અને વરસાદની વધઘટને સહી શકે તેવા આબોહવાની અસર સામે પ્રબળ પાકોના વિકાસ અને વિતરણ માટે રોકાણની તાતી જરૂરિયાત છે. ટકાઉક્ષમ કૃષિ પદ્ધતિઓ પર ખેડૂતો અને કૃષિ વિસ્તરણ કામદારો વચ્ચે જ્ઞાનની આપ-લે અને ક્ષમતા નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. એફએમસી ઇન્ડિયા સહિતની અગ્રણી કૃષિ કંપનીઓ ઉત્પાદન પ્રક્રિયામાં માટી, પાણી અને ઉમેરણ પ્રબંધન કરવા માટે ખેડૂત સમુદાયો સાથે નજીકથી કામ કરી રહી છે.

વધુમાં,ખેડૂતોને મદદ કરવા માટે વિવિધ સ્તરે સરકારી સહાયને પહોંચાડવાની આવશ્યકતા છે. સરકારે લાભદાયી પરિણામો ઉત્પન્ન કરતી વખતે સંસાધન સંરક્ષણને પ્રોત્સાહન આપવું જોઈએ, જેમ કે કુલ ખેત ઉત્પાદકતા અને માત્ર ઊપજ જ નહીં. સિંચાઈનું પાણી જમીનમાંથી ખેંચવા માટે વીજળી પર સબસિડી આપવાને બદલે ટપક સિંચાઈ અપનાવવી અને સૌર પેનલની સ્થાપના કરવી એ સમયની જરૂરિયાત છે. પાણી- અને પોષક-કાર્યક્ષમ પાક (બાજરી અને કઠોળ) કે જે જમીનને પોષક બનાવે છે અને ઓછા પાણીનો ઉપયોગ કરે છે, તેના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતો માટે આકર્ષક એમએસપી અને ઇનપુટ સબસિડીની જાહેરાત કરવી એ યોગ્ય દિશામાં એક પગલું હશે. કુદરતી સંસાધનોની ઉપલબ્ધતા પર પ્રતિકૂળ અસર કરે તેવા પાક (શેરડી અને ડાંગર) માટે સબસિડી આપવા પર પુનર્વિચાર કરવો મહત્વપૂર્ણ છે. એફપીઓની એકીકરણ ક્ષમતાઓનું નિર્માણ અને લાભ ઉઠાવવાથી કૃષિ અને ખેડૂતોની ટકાઉક્ષમતા સુનિશ્ચિત થશે.

તારણ

ભારત, નીતિગત લક્ષ્યના રૂપમાં ખાદ્ય સુરક્ષાને પ્રાધાન્ય આપનાર પ્રથમ કેટલાક વિકાસશીલ દેશોમાંથી એક હતો અને હરિત ક્રાંતિની સાથે 1970 ના દાયકામાં ખાદ્ય અનાજના ઉત્પાદનમાં આત્મનિર્ભર બની ગયો હતો. ટીટકાઉક્ષમ ખાદ્ય ઉત્પાદન માટે અને આબોહવા પરિવર્તનના દુષ્પ્રભાવને ઘટાડવા માટે ટેક્નોલોજી અને નવીનતા કૃષિમાં પરિવર્તનની આગામી લહેર ચલાવશે. ખેડૂતો માટે ટકાઉક્ષમ પ્રણાલીઓ અપનાવવા માટે યોગ્ય કૃષિ-સુધારાઓ અને પ્રોત્સાહક પ્રણાલીઓ બનાવવી, ટકાઉક્ષમ ઉકેલો દ્વારા અસર ઊભી કરી શકે તેવી સંસ્થાઓને પ્રોત્સાહન આપવા, ગ્રાહકો અને ખેડૂતોને શિક્ષિત કરવા અને કૃષિ ક્ષેત્રને નિર્વાહ-આધારિતમાંથી માંગ-આધારિત ટકાઉક્ષમ ખેતી તરફ લઈ જવા એ મહત્વપૂર્ણ છે.