એફએમસી ઇન્ડિયા તેના સમુદાયો સુધી પહોંચવાના કાર્યક્રમ - પ્રોજેક્ટ સમર્થ દ્વારા ખેડૂતોને બહેતર અને વધુ સમૃદ્ધ જીવન માટે સહાય કરી રહી છે.
ચાર મુખ્ય મુદ્દાઓ થકી કંપની ભારતીય ખેડૂત પરિવારોના જીવનમાં પરિવર્તન લાવવા માટે પ્રતિબદ્ધ છે. આ મુદ્દાઓ છે: શુદ્ધ પાણી અને સારું સ્વાસ્થ્ય, કૃષિ સંબંધિત સારી પદ્ધતિઓ, કૃષિમાં વિજ્ઞાન અને કૃષિ ક્ષેત્રે મહિલાઓનું સશક્તિકરણ.
પ્રોજેક્ટ સમર્થ, યોજનાના પાયા રૂપે વિવિધ ખેડૂત-કેન્દ્રિત યોજનાઓ ચાલી રહી છે અથવા તેમની શરૂઆત થઈ રહી છે. દાખલા તરીકે, પ્રોજેક્ટ સમર્થ હેઠળ પીવાના સ્વચ્છ પાણીની પહેલ સંયુક્ત રાષ્ટ્રના "2030 સુધીમાં સૌને પીવાનું શુદ્ધ અને વ્યાજબી દરે પાણી સમાન રીતે પહોંચાડવા" ના ટકાઉ વિકાસ લક્ષ્ય (એસડીજી) 6.1 ને સીધો ટેકો આપે છે. આ પહેલ દ્વારા, એફએમસી ઇન્ડિયા આગામી ત્રણ વર્ષમાં દેશમાં 200, 000 ખેડૂત પરિવારો સુધી શુદ્ધ અને પીવાલાયક પાણી પહોંચાડવાની આશા રાખે છે.
સુરક્ષિત જળ પહેલ હેઠળ, કંપનીએ 2019 માં પાણીના શુદ્ધિકરણ માટેના 15 એકમો સ્થાપ્યા હતા. દરેક પરિવાર માટે 20 લીટર પાણી મળી શકે તેવા સ્વાઇપ કાર્ડ સાથે તેમને ફાળવવામાં આવેલ સુરક્ષિત પાણી સરળતાથી મળી રહે તે માટે વિતરણ એકમો સ્થાપિત કરવામાં આવ્યા હતા. આ એકમોનું સંચાલન ગ્રામ્ય સમુદાય દ્વારા સહકારી ધોરણે કરવામાં આવે છે અને સ્થાનિક એફએમસી કર્મચારીઓ એકમનું સંચાલન કરવામાં સ્થાનિક સમુદાયોને સહાય અને માર્ગદર્શન આપે છે.
સમુદાય પર પહેલની અસર વિશે વિસ્તૃત માહિતી આપતા, રામુપુરના એક ગ્રામવાસી મણિકાંત મિશ્રાએ જણાવ્યું હતું કે, “પાણી માટેના એકમની સ્થાપના બાદ રોગોમાં લગભગ 50 ટકાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત, તેને કારણે બિમારીઓની સારવારના ખર્ચથી પણ અમને છૂટકારો મળ્યો છે.”
વર્ષ 2020 માં કંપનીએ ઉત્તર પ્રદેશ રાજ્યમાં શેરડી સહકારી મંડળીઓમાં શુદ્ધિકરણ, પાણી ઠંડું અને સંગ્રહ કરવાની સુવિધાઓ ધરાવતા 52 જળ શુદ્ધિકરણ એકમો સ્થાપિત કર્યા હતાં. આ એકમોની શુદ્ધિકરણની ક્ષમતા પ્રતિ કલાક 40 લીટરની છે. આના પરિણામે શેરડી સહકારી મંડળીઓમાં આવતા ખેડૂતો અને મુલાકાતીઓને વર્ષભર શુદ્ધ અને શીતલ પાણી ઉપલબ્ધ થયું. માર્ચ 2021 માં લોકસમુદાય માટે વધુ 27 નવા જળ શુદ્ધિકરણ એકમોની સ્થાપના કરવામાં આવી હતી. આજે, ઉત્તર પ્રદેશ અને પંજાબના 120 ગામો, 80,000 ખેડૂત પરિવારોને આ પહેલથી લાભ મળવાની આશા છે. ફૈઝપુરની ગૃહિણી મિથિલેશે એફએમસીનો આ સુવિધા પૂરી પાડવા બદલ આભાર માન્યો, જેનાથી તેનો સમય અને શક્તિનો બચાવ થાય છે અને પરિવારના સૌને પણ આરામ રહે છે. અન્ય એક ગ્રામવાસીએ જણાવ્યું કે, "આ પ્રોજેક્ટથી અમારી આર્થિક સ્થિતિ સુધરવાની સાથે સાથે સેવાનો લાભ લેતા પરિવારોને સ્વાસ્થ્ય , સુખ અને માનસિક શાંતિ પણ મળી છે. પાણી મેળવવા માટેના બચતા સમયનો અમે ખેતી માટે ઉપયોગ કરી શકીએ છીએ.”
એફએમસી આ યોજનાનો વ્યાપ વધારીને સમગ્ર ભારતમાં વધુ પાંચ રાજ્યોનો સમાવેશ કરી રહ્યું છે અને 2021 માં પસંદ કરેલા રાજ્યોમાં લોકસમુદાય માટે પાણી શુદ્ધિકરણના 35 નવા એકમો શરૂ કરવામાં આવશે. 2022 માટે પણ તેટલા જ એકમો ઊભા કરવાનું નક્કી કરવામાં આવેલ છે. ખેડૂત સમુદાય માટે સુરક્ષિત અને વિશ્વસનીય જળ સ્ત્રોતની ઉપલબ્ધતાને કારણે તેમને પાણી મેળવવા માટેની દૈનિક હાડમારીમાંથી છૂટકારો મળશે અને આ સમય વધુ આવક મેળવવા અને ટકાઉક્ષમ ખેતીના અન્ય માધ્યમોમાં ઉપયોગ કરી શકાય છે.
સુરક્ષિત જળ પહેલના જ એક ભાગ તરીકે, તાજા પાણીના સંસાધનોનું ટકાઉક્ષમ સંચાલન કરવા માટે કંપની ખેડૂતોને શ્રેષ્ઠ પદ્ધતિઓ અંગે શિક્ષિત કરી રહી છે. દાખલા તરીકે, વિશ્વ જળ દિવસ 2021 માટે, એફએમસીએ 18 રાજ્યોમાં 400 થી વધુ ખેડૂત સભાઓનું આયોજન કરીને ગ્રામીણ વિસ્તારોમાં એક જાગૃતિ અભિયાન શરૂ કર્યું, જે સમગ્ર દેશમાં ખેડૂત સમુદાયમાં 14,000 થી વધુ લોકો સુધી પહોંચ્યું. કૃષિમાં જળ પ્રબંધનને પ્રોત્સાહન આપવા માટે એફએમસી તકનીકી ક્ષેત્રના 4,000 થી વધુ નિષ્ણાતોએ ખેડૂતો સાથે ખેતીનું ટકાઉપણું વધારવા માટે સારી કૃષિ પદ્ધતિઓ વિશે વાત કરી અને પાણીના પ્રત્યેક ટીપાંનો મહત્તમ ઉપયોગ કરવા, કાર્યક્ષમતા વધારવા અને પાણી બચાવવા માટે વિવિધ પદ્ધતિઓ વિશે માહિતી આપી.
સુરક્ષિત જળ પહેલ સિવાય, એફએમસી, જે ખેડૂતોને સ્થાનિક સંશોધન અને વિકાસના પ્રયત્નો દ્વારા વિકસિત નવીન ટેક્નોલોજી વડે મદદ આપતી અગ્રણી પાક સંરક્ષણ કંપનીઓમાંની એક છે, જે ભારતમાં ખેડૂતોને તેમની જરૂર મુજબના ઉકેલો આપે છે, તે ખેડૂત સમુદાયના જીવન ધોરણોમાં સુધારો કરવા અને ટકાઉક્ષમતા વધારવા માટે અન્ય પ્રોજેક્ટ્સ પર સક્રિય રીતે કામ કરી રહી છે. સંયુક્ત રાષ્ટ્રના સ્વચ્છ પાણી અને સ્વાસ્થયના ટકાઉક્ષમ લક્ષ્યને ટેકો આપવાની સાથે સાથે સંસ્થાનું લક્ષ્ય ભૂખમરાને નાબૂદ કરવાનું પણ છે.
ટકાઉક્ષમતા, કે જે એફએમસીના મુખ્ય મૂલ્યોમાંથી એક છે, તે ખેડૂતોને સલામત અને સુરક્ષિત અન્ન પુરવઠો જાળવી રહે તે માટે સંસ્થા સમર્પિત છે. કૃષિ ઉત્પાદકતા વધારવા અને વિશ્વભરના ખેડૂતોના જીવન અને આજીવિકાને સમૃદ્ધ બનાવવા માટેના ઉકેલો અને જ્ઞાનને તેમના સુધી પહોંચાડવા માટે ટીમો ચોવીસ કલાક કામ કરે છે.
એફએમસી એ ગયા વર્ષે શેરડીના ખેડૂતો માટેના પ્રાયોગિક પ્રોજેક્ટમાં ડીસીએમ શ્રીરામ ગ્રુપ સાથે ભાગીદારી કરી હતી. તેમનું ધ્યાન શુદ્ધ પાણી, સારી કૃષિ પદ્ધતિઓ, પાક સંરક્ષણ ઉત્પાદનોનો વિવેકપૂર્ણ ઉપયોગ અને ગ્રામીણ વિકાસ પર હતો. વર્ષ 2020 દરમિયાન સારી કૃષિ પદ્ધતિઓ પર અસંખ્ય જાગૃતિ અને તાલીમ શિબિરો દ્વારા 3.2 મિલિયન ખેડૂતો સુધી પહોંચવામાં સફળતા મળી છે.
(લેખનો સ્ત્રોત: https://indiacsr.in/csr-fmcs-samarth-promotes-water-stewardship-and-sustainable-agriculture-in-india/)