Skip to main content
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

કોરાજન® કીટનાશક

કોરાજન® કીટનાશક એ સસ્પેન્શન દ્રાવણના રૂપમાં એન્થ્રાનિલિક ડાયમાઇડ વ્યાપક કીટનાશક છે. કોરાજન® કીટનાશક ખાસ કરીને લેપિડોપ્ટેરન કીટકો પર, મુખ્યત્વે લાર્વાનાશક તરીકે સક્રિય છે. કોરાજન® કીટનાશક એ રિનેક્સિપીયર® ઍક્ટિવના સક્રિય ઘટકો દ્વારા સમર્થિત છે, જેની અનન્ય કાર્ય પદ્ધતિ અન્ય કીટનાશકોને પ્રતિરોધક કીટકોને નિયંત્રિત કરે છે. આ ઉપરાંત, તે બિન-લક્ષિત એન્થ્રોપોડ માટે પસંદગીપૂર્વક અને સુરક્ષિત છે અને કુદરતી પરોપજીવી, ભક્ષકો અને પરાગવાહકોનું સંરક્ષણ કરે છે. આ તમામ ગુણોને કારણે કોરાજન® કીટનાશક એકીકૃત કીટ વ્યવસ્થાપન (આઇપીએમ) કાર્યક્રમ માટે ઉત્કૃષ્ટ સાધન બને છે અને તે ઉત્પાદકોને કીટકોથી રક્ષણ પ્રાપ્ત કરવામાં સૌથી વધુ સહાયતા પ્રદાન કરે છે, જેનાથી ખાદ્ય વેપારીઓ અને ઉપભોક્તાઓની માંગ અનુસાર ઉચ્ચ ગુણવત્તાવાળી ઉપજની પેદાશ શક્ય બની શકે છે.

ઝડપી તથ્યો

 • એક દશકથી વધુ સમયથી લાખો ખેડૂતોની વિશ્વાસપાત્ર એક આદર્શ ટેક્નોલોજી
 • કીટકોથી ચડિયાતું રક્ષણ પ્રદાન કરે છે, પાકને મહત્તમ ઉપજ ક્ષમતા પ્રાપ્ત કરવા સક્ષમ બનાવે છે
 • લાંબા સમય સુધી કીટકોથી સુરક્ષિત રાખે છે
 • એકીકૃત કીટ વ્યવસ્થાપન (આઇપીએમ) માટે સર્વોત્તમ

સક્રિય ઘટકો

 • રિનેક્સિપીયર® ઍક્ટિવની શક્તિ સાથે - ક્લોરાનટ્રાનિલીપ્રોલ 18.5% ડબ્લ્યુ/ડબ્લ્યુ એસસી

લેબલ અને એસડીએસ

4 લેબલ ઉપલબ્ધ છે

સહાયક દસ્તાવેજો

ઉત્પાદનનું અવલોકન

રિનેક્સિપીયર® ઍક્ટિવની શક્તિ સાથે કોરાજન® કીટનાશક એ જૂથ 28 ના માધ્યમથી કાર્ય કરનારા કીટનાશકોમાં સૌથી આધુનિક વૈજ્ઞાનિક શોધ છે, જે લક્ષિત કીટકોથી સર્વોત્તમ સુરક્ષા આપે છે. આ આધુનિક ટેક્નોલોજી તમામ આર્થિક રીતે મહત્વપૂર્ણ લેપિડોપ્ટેરા અને પસંદગીની અન્ય પ્રજાતિઓને નિયંત્રિત કરે છે. આ અનન્ય દવા કીટકો પર ત્વરિત કાર્ય, ઉચ્ચ કીટનાશક શક્તિ, લાંબા સમય સુધી નિયંત્રણ અને પાક અને બિન-લક્ષ્ય જીવો માટે ઉત્તમ સલામતી સાથે ઉપયોગમાં સરળ છે. મુખ્યત્વે કીટકો દ્વારા ખાવાના કારણે, કોરાજન® કીટનાશક અપરિપક્વથી પુખ્ત અવસ્થા સુધીના તમામ તબક્કે કીટકોનો નાશ કરે છે, જેનાથી ઉત્તમ રીતે અને લાંબા સમય સુધી પાકનું રક્ષણ મળે છે. કીટનાશકના સંપર્કમાં આવનાર કીટકો મિનિટોમાં ખાવાનું બંધ કરે છે અને વિસ્તૃત શેષ પ્રવૃત્તિ અન્ય પ્રતિસ્પર્ધી વિકલ્પો કરતા લાંબા સમય સુધી પાકનું રક્ષણ કરે છે. ઉત્પાદકો માટે ઉપલબ્ધ ઉકેલોમાં તે વિવિધ પાક પર બહોળો પ્રતિસાદ ધરાવે છે અને લક્ષિત પાકોની ખામી દૂર કરવા માટે ઉત્પાદકોની શ્રેષ્ઠ પસંદગી છે.

પાક

પાકની અધિકૃત સૂચિ, લક્ષ્ય જીવાતો, ઉપયોગ માટેની સૂચનાઓ, મર્યાદાઓ અને સાવચેતી માટે હંમેશા ઉત્પાદનના લેબલનો સંદર્ભ લો. ઈચ્છિત પરિણામો માટે, આપેલ સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો અને અનુસરો.

આ ઉત્પાદનનો ઉપયોગ અમારા નિયંત્રણની બહાર હોવાથી, અમે ઉત્પાદનની એકસમાન ગુણવત્તા સિવાય કોઈ ખાતરી આપતા નથી.

પાકની સંપૂર્ણ સૂચિ

 • શેરડી
 • સોયાબીન
 • મકાઈ
 • મગફળી
 • ચણા
 • ચોખા
 • તુવેર
 • અડદ
 • કપાસ
 • કોબીજ
 • મરચી
 • ટમેટા
 • રીંગણ
 • કારેલા
 • ભીંડા