5 ડિસેમ્બર, 2020 ના રોજ વિશ્વ જમીન દિન ઉજવવા માટે, એફએમસી ઇન્ડિયાએ દેશભરમાં જમીનના સ્વાસ્થ્ય માટે બહેતર પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે ઉગમ (હિન્દીમાં ઉપર તરફ વધવું) અભિયાન શરૂ કર્યું, જેનું સૂત્ર હતું ‘બહેતર સમજ, બહેતર ઊપજ’ (સારી સમજ, સારો પાક).
જમીન સ્વાસ્થ્ય દિવસ 2020 ના વિષય - માટીને જીવંત રાખો, જૈવવિવિધતાનું રક્ષણ કરો - અંતર્ગત આ અભિયાનનો ઉદ્દેશ ખેડૂતોમાં જાગૃતિ લાવવાનો, તેમને માહિતગાર કરવાનો અને તેમની જમીનનું સ્વાસ્થ્ય વધુ ટકાઉ રીતે સંચાલિત કરી શકે તેવા યોગ્ય સાધનો વડે તેમને સશક્ત બનાવવાનો છે. ઉગમ અભિયાન હેઠળ, એફએમસી નામ સાથે માટીના પરીક્ષણ માટેના આધુનિક સાધનોથી સજ્જ જમીન સ્વાસ્થ્ય વાનની યાત્રા ગુજરાત રાજ્યથી શરૂ કરવામાં આવી.
એક સુયોગ્ય કૃષિવિજ્ઞાની સાથેની જમીન સ્વાસ્થ્ય વાન ગુજરાતના ગામોમાં જઈને રોજ ખેડૂતોની સભા આયોજિત કરી રહી છે અને તત્ક્ષણ જમીનના સ્વાસ્થ્યના અહેવાલો વિના મૂલ્યે પ્રદાન કરી રહી છે. આ વાનમાં પારસ્પરિક સંવાદ કરી શકાય તેવા વિવિધ સાધનો, વર્ચ્યુઅલ રિયાલિટી સામગ્રી અને ખેડૂતો માટે રસપ્રદ રમતો પણ છે, જેનાથી આ વિષય અંગે વધુ જાણકારી મેળવી શકાય છે.
પરિસ્થિતિ અનુસાર હાલના નિયમો અને સલામતીના પગલાંઓને અનુસરીને, વાનની અંદર સામાજિક અંતર, સમર્પિત સેનિટાઇઝેશન પ્રક્રિયાઓ અને અન્ય જરૂરી પગલાંઓ પર યોગ્ય ધ્યાન આપીને નિયત જથ્થામાં પારસ્પરિક સંવાદ હાથ ધરવામાં આવે છે.
જમીન સ્વાસ્થ્ય વાનને એફએમસી ઇન્ડિયાના પ્રમુખ શ્રી પ્રમોદ થોટા દ્વારા ડિજિટલ રીતે શરૂ કરવામાં આવી હતી. શ્રી પ્રમોદ થોટાએ કહ્યું કે, "જમીનનું સ્વાસ્થ્ય કૃષિ ઉત્પાદકતા માટેના સૌથી મહત્વપૂર્ણ પરિબળોમાંથી એક છે. વિશ્વની ઝડપથી વધતી જતી વસ્તીને અન્ન પૂરું પાડવાના આધુનિક કૃષિના લક્ષ્યને ટેકો આપવા માટે જમીનની જૈવવિવિધતાનું રક્ષણ કરવું મહત્વપૂર્ણ છે. ભારતના ખેડૂતોને મદદ કરવા માટે આવા અનોખા અને ઉદ્યોગ માટે માર્ગદર્શન સમાન રાષ્ટ્રીય જમીન સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાનની કલ્પના, વિકાસ અને અમલ કરવા માટે મને ભારતની ટીમ પર ગર્વ છે.".
ઉગમ અભિયાન, તેની શરૂઆતથી અત્યાર સુધી 70+ ગામોમાં 30,000 કરતાં વધુ ખેડૂતો સુધી પહોંચ્યું છે, તેમજ ફેસબુક, વૉટ્સએપ અને યુટ્યૂબ જેવા ડિજિટલ માધ્યમો દ્વારા અન્ય ઘણાં લોકો સુધી પહોંચ્યું છે. અભિયાન શરૂ થયાના થોડા જ મહિનાઓમાં 4500+ એકર ખેતીલાયક જમીનમાંથી મેળવેલા નમૂનાઓ માટે 1400 થી વધુ જમીનના સ્વાસ્થ્ય અહેવાલો તૈયાર કરવામાં આવ્યા છે. એફએમસી ઇન્ડિયા દ્વારા ટકાઉ ખેતી પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે આ પહેલ વધુ એક પગલું છે.