મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

ભારતનું પાનોલીનું કારખાનું એ એફએમસીમાં વરસાદી પાણીનો સંગ્રહ કરતું પ્રથમ કારખાનું છે

ગુજરાત રાજ્યમાં એફએમસી ઇન્ડિયાની પાનોલી ઉત્પાદન કારખાના દ્વારા આત્મનિર્ભરતા અને ટકાઉક્ષમતા વધારવા માટે વરસાદી પાણીના સંગ્રહ માટે Rain water harvestingબે એકમો લગાવ્યા છે, જેમાં ચોમાસા દરમિયાન વાર્ષિક 2,500 કેએલથી વધુ વરસાદી પાણી એકત્રિત થાય તેવી અપેક્ષા છે. 

હવામાનશાસ્ત્રની માહિતીના આધારે દર વર્ષે સરેરાશ 970 મીમી વરસાદને ધ્યાનમાં રાખીને, એકમ -1 અને એકમ -2 વાર્ષિક અનુક્રમે ઓછામાં ઓછા 1,560 કેએલ અને 906 કેએલ પાણીનો સંગ્રહ કરશે.

આ પહેલના બે લાભ છે. પહેલો, જે પાણીનો પહેલા બગાડ થવાનો હતો તેનો હવે સંગ્રહ કરીને ફરીથી વાપરવાલાયક બનાવવામાં આવે છે. બીજો, તે કારખાનાની પાણીની જરૂરીયાતો માટે પાણીના બાહ્ય સ્રોતો પર કારખાનાની નિર્ભરતા ઓછી કરે છે.

વરસાદી પાણીના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતી છત ઉપરના 3,000 ચોરસ મીટર વિસ્તારમાં વરસાદ પડે છે, ત્યારે તે પાણીની પાઈપો દ્વારા છત પરથી સંગ્રહ કરવાની ટાંકીમાં ભરાય છે, તેને ગાળવામાં આવે છે, અને પછી ફરીથી ઉપયોગ માટે પ્રક્રિયા રહિત પાણીની ટાંકીમાં ભરવામાં આવે છે. અત્યાર સુધી 74 કેએલ પાણી એકત્રિત કરવામાં આવ્યું છે.