એફએમસી ઇન્ડિયા ખેડૂત સમુદાયની સેવા કરવા અને ભારતમાં ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપવા માટે સતત નવીનતા લાવી રહ્યું છે. 2018 ના ઉતરાર્ધમાં ભારતમાં મકાઈના પાક પર હુમલો કરનારા ફૉલ આર્મીવર્મ (એફએડબલ્યુ) ના જોખમનો સામનો કરવા માટે એમએફસી એ ભારતના વિજ્ઞાનના હિમાયતી વિચારક જૂથ - સાઉથ એશિયા બાયોટેક કોન્સોર્ટિયમ (એસએબીસી) સાથે જોડાણ કર્યું છે. નીચે જણાવેલ ઉદ્દેશો સાથે આ પ્રોજેક્ટનું નામ એફએમસી પ્રોજેક્ટ સફલ (સેફગાર્ડિંગ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર્સ અગેઇન્સ્ટ ફૉલ આર્મીવર્મ) આપવામાં આવ્યું હતું:
- વૈજ્ઞાનિક ડેટા અને અનુભવ અને પ્રતિષ્ઠિત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્રોતોના ચકાસણીપાત્ર અહેવાલોના આધારે ફૉલ આર્મીવર્મ અંગે જ્ઞાન સ્ત્રોત વિકસાવવો
- સંબંધિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (કેવીકે) ના સહયોગથી ખેતરમાં પ્રાયોગિક સમજૂતીનું આયોજન કરવું, જે એકીકૃત કીટ વ્યવસ્થાપન (આઇપીએમ) પ્રથાઓ પ્રદર્શિત કરે છે
- એફએડબલ્યુ ને સમર્પિત, માહિતી વધુ લોકો સુધી પહોંચાડવા માટે નેટવર્ક અને સંસ્થાઓની માહિતી સાથેનું વેબ આધારિત પોર્ટલ
- ક્ષમતા નિર્માણ અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમ
આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન એફએમસી એશિયા પેસિફિક પ્રદેશના પ્રમુખ સુશ્રી બેથવિન ટૉડ, એફએમસી ઇન્ડિયાના પ્રમુખ શ્રી પ્રમોદ અને એફએમસી ઇન્ડિયાનું નેતૃત્વ સંભાળતી ટીમના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ સફલ પોતે સમીક્ષાનો વિષય બની ગયો છે. તેણે વિવિધ વૈશ્વિક અને સ્થાનિક સ્તરે, જેમ કે ઇન્ટરનેશનલ પ્લાન્ટ પ્રોટેક્શન કોન્ફરન્સ, એશિયન સીડ કોંગ્રેસ, એફએડબલ્યુ કોન્ફરન્સ ઈન્ડોનેશિયા વગેરેમાં એક પાયાના સ્તર પર આધારિત આદર્શ વિસ્તરણ યોજના તરીકે ઘણી પ્રશંસા અને માન્યતા મેળવી છે.
છેલ્લા 18 મહિનાથી ચાલી રહેલા સફલ યોજનાને કારણે ખેડૂતોમાં તેમજ અન્ય હિસ્સેદારો જેમ કે સરકારી અધિકારીઓ, કૃષિ યુનિવર્સિટીઓ, કેવીકે, એનજીઓ વગેરેમાં એફએડબલ્યુ અંગે મોટા પ્રમાણમાં જાગૃતિ આવી છે. તે આ ખૂબ ત્રાસદાયક જીવાતને નિયંત્રિત કરવા માટે સારી કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપે છે અને જાગૃતિ ફેલાવીને અને ક્ષમતા નિર્માણ દ્વારા દેશને અસરકારક અને ત્વરિત રીતે જીવાતોનો સામનો કરવામાં મદદ કરે છે.
ધ એફએડબ્લ્યુ વેબસાઇટ પ્રોજેક્ટ હેઠળ વિકસિત www.fallarmyworm.org.in ભારતમાં આ કીટક માટે થતા તમામ વિકાસ માટે માનક અને સંદર્ભ બની ગઈ છે. પોસ્ટરો, પત્રિકાઓ, રમકડાં વગેરે જેવી, જાગૃતિ લાવવા માટે બનાવવામાં આવેલી સામગ્રીનો મકાઈનું ઉત્પાદન કરતાં રાજ્યોમાં કૃષિ વિભાગો અને વિશ્વવિદ્યાલયો દ્વારા વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પ્રોજેક્ટ સફલ એ કોર્પોરેટ બાબતોની ટીમો, નિયમનકારી ટીમો, સંશોધન અને વિકાસ અને કોમર્શિયલ ટીમો સાથે અદ્ભૂત પરિણામો આપવા માટે નજીકથી કામ કરીને એફએમસી કલ્ચર ઓફ એક્સેલન્સનું ઉદાહરણ આપ્યું છે. યોજનાનો વાર્ષિક અહેવાલ નવી દિલ્હીમાં હાલમાં જાહેર કરવામાં આવ્યો હતો.
અમે જ્યારે આ મહત્વની જ્ઞાન નેતૃત્વ પહેલના 2 સફળ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે સફલ ટીમ અત્યારથી જ ઘણી એવી બાબતોનો શ્રેય લઈ શકે છે જે પ્રથમ વાર જ કરવામાં આવ્યું છે.
“અમારા મુંબઈના મુખ્યાલયથી મે 2019માં યોજનાના આરંભ સમયે બેથવીએ કહ્યું કે અમને ખુશી છે કે અમારા વિશાળ વૈશ્વિક જ્ઞાન અને ટકાઉ ઉકેલો દ્વારા અમને ભારતના ખેડૂતોની સેવા કરવાની આ તક મળી છે".
“પ્રોજેક્ટ સફલ એફએમસીની એક અન્ય પહેલ છે જેનો ઉદ્દેશ ભારતીય ખેડૂતોને આવી ફૉલ આર્મીવર્મ જેવી ભયજનક જીવાતો સામે તેમના પાકનું રક્ષણ કરવા માટે સશક્ત બનાવવાનો છે, જેને પરિણામે તેઓ તેમની આવક અને ખેતીનું ટકાઉપણું વધારી શકે છે. અમને પ્રોજેક્ટ સફલ સાથે આ પ્રયત્નમાં એસએબીસીના ભાગીદાર હોવાનું ગૌરવ છે." - પ્રમોદ થોટા, એફએમસી ઇન્ડિયાના પ્રમુખ, એજીએસ બિઝનેસ ડાયરેક્ટર.
“અમે સાથે મળીને અંતરિયાળ વિસ્તારોમાં કૃષિ-વિસ્તરણ પ્રણાલીમાં નોંધપાત્ર ક્રાંતિ લાવ્યા છીએ. ભારતમાં સામાજિક-આર્થિક, ખાદ્ય અને ખોરાકની સુરક્ષા સામેના ખતરાને ટાળવા માટે અમે આઇસીએઆર સંસ્થાઓ, કેવીકે, એસએયુ અને રાજ્યના કૃષિ વિભાગો અને એનજીઓ જેવી વિવિધ એજન્સીઓને સફળતાપૂર્વક એકસાથે લાવી શક્યા" - ડૉ. સી ડી માયી, પ્રમુખ, સાઉથ એશિયા બાયોટેકનોલોજી સેન્ટર.
“આ યોજનાની સફળતા એ એફએમસી ટીમના પ્રયત્નોનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પણ છે, જેમાં સરકારી બાબતો, નિયમનકારી, સંશોધન અને વિકાસ અને કોમર્શિયલ ટીમોના દરેક સભ્યે તેમનું શ્રેષ્ઠ કાર્ય કરેલ છે. એપીએસી સ્તરે યોજના માટે આંતરિક સ્વીકૃતિ ખૂબ સંતોષકારક બાબત છે" - રાજુ કપૂર, જાહેર અને ઉદ્યોગ બાબતોના વડા.