લેબલ દ્વારા ઉત્પાદન જુઓ
ઉત્પાદનનું નામ અથવા બ્રાન્ડ દ્વારા શોધો
ઉત્પાદનની શ્રેણી
તમારી પાકની સુરક્ષા અને પોષણની આવશ્યકતા માટે યોગ્ય ઉત્પાદન શોધો.
કીટનાશકો
એફએમસી દ્વારા રિનેક્સિપીયર® અને સાયઝાપીયર® ઍક્ટિવની નવીન ટેક્નોલોજી આધારિત અગ્રણી કીટ નિયંત્રણ ઉત્પાદનો સહિતના કીટનાશકોની ઉત્કૃષ્ટ શ્રેણી ઉત્પાદકોને પ્રદાન કરાય છે. સર્વોત્તમ નિયંત્રણ માટે નવીન રસાયણોની વિશેષતા ધરાવતા, અમારા કીટનાશકો વિશે જાણો.
નીંદણનાશકો
અમારા સર્વોત્તમ નીંદણનાશકો ઊગ્યા પહેલા અને પછી બંને સ્વરૂપમાં નીંદણ પર વ્યાપક નિયંત્રણ પ્રદાન કરે છે અને વિવિધ પ્રકારના પાકમાં મોટા પાંદડા, ઘાસ અને ઝાડીઓ જેવા સૌથી વધુ પ્રતિરોધક અને નાશ કરવામાં અઘરા નીંદણના નિયંત્રણમાં મદદ કરે છે.
ફૂગનાશકો
એફએમસીના ઉત્કૃષ્ટ ફૂગનાશકો ચોખામાં શીથ બ્લાઇટ અને ફળ અને શાકભાજીઓમાં ઓમાયસીટસ અને એસ્કોમાયસીટસ જેવા સૌથી ગંભીર રોગો સામે ખૂબ જ પ્રભાવી સુરક્ષા પ્રદાન કરે છે. અમારો ઉદ્દેશ્ય અમારા ગ્રાહકો અને સમુદાયને નવીન અને ટકાઉ સમાધાન પ્રદાન કરતા ઉત્પાદનો વિતરિત કરવાનો છે.
પાકનું પોષણ
સંતોષકારક વૃદ્ધિ અને ગુણવત્તાસભર લણણી માટે પાકને પોષક તત્વોની જરૂર હોય છે. દરેક પોષક તત્વોનું યોગ્ય પ્રમાણમાં સંતુલન એકીકૃત પોષક સંચાલન (આઇએનએમ) માટે મહત્વપૂર્ણ છે. સૂક્ષ્મ પોષક તત્વો અને વનસ્પતિ વૃદ્ધિ નિયામકો એ એફએમસીની પાક પોષણની શ્રેણીઓમાં મહત્વપૂર્ણ ઘટક છે, જે ખેડૂતોને મબલખ પાકની લણણી માટે શ્રેષ્ઠ ઉત્પાદનો પ્રદાન કરે છે.
જૈવિક દ્રાવણ
જૈવિક સંસાધનો પાકની ઉત્પાદકતાના પડકારોને દૂર કરવા માટે મહત્વપૂર્ણ ઘટક છે. કુદરતી અર્ક, એસિડ આધારિત જૈવ-ઉત્તેજક, સૂક્ષ્મજીવ, બૅક્ટેરિયા, ફૂગ વગેરે એફએમસીના જૈવિક દ્રાવણનું ભવિષ્ય છે. જૈવિક દ્રાવણની મજબૂત શૃંખલા અમને આવનાર સમયમાં અત્યાધુનિકતા આપે છે.
બીજની સારવાર
સ્વસ્થ બીજ સાથે સમૃદ્ધ ઋતુની શરૂઆત થાય છે. પ્રારંભિક તબક્કામાં બીજ સારવાર કીટ અને રોગના સંક્રમણ સામે કવચનું કાર્ય કરે છે.