એફએમસી, એક અગ્રણી વૈશ્વિક કૃષિ વિજ્ઞાન કંપનીએ, ચંદીગઢમાં ગ્રાહક ઇવેન્ટમાં આગામી વાવણીની સિઝન દરમિયાન ઘઉંમાં ઉપયોગ માટે એમ્બ્રિવા™ નીંદણનાશક ની જાહેરાત કરી છે.
એમ્બ્રિવા™ નીંદણનાશકમાં આઇસોફ્લેક્સ® ઍક્ટિવ, જે 13 નીંદણનાશકનો સમૂહ છે, જે અનાજના પાકમાં કાર્યની એક નવીન પદ્ધતિ છે અને ભારતીય ખેડૂતોને પ્રતિરોધ વ્યવસ્થાપન માટે નવું સાધન પ્રદાન કરે છે. અભ્યાસ દર્શાવે છે કે એમ્બ્રિવા™ નીંદણનાશક, જે આઇસોફ્લેક્સ® ઍક્ટિવ અને મેટ્રીબુઝિન બંનેનું સંયોજન છે, તે ફાલરિસ માઇનર, જેને 'ગુલ્લી દંડા' અથવા 'મંડૂસી' તરીકે પણ ઓળખવામાં આવે છે, સામે ઉગ્યા પછીની નૉક-ડાઉન પ્રવૃત્તિ અને અવશિષ્ટ નિયંત્રણ દર્શાવે છે, જે પાક-નીંદણના સ્પર્ધાત્મક સમયગાળા દરમિયાન ઘઉંને સુરક્ષિત કરે છે.
"પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ભાગોમાં ઘઉંના ખેડૂતોએ ફલારિસ માઇનર ના નોંધપાત્ર પડકારોનો સામનો કરવો પડે છે," એફએમસી ઇન્ડિયા અને દક્ષિણ-પશ્ચિમ એશિયાના પ્રમુખ રવિ અન્નાવરપુએ જણાવ્યું. “ પાછલા કેટલાક દાયકાઓમાં, આ વિનાશક નીંદણમાં એકથી વધુ નીંદણનાશકો માટે પ્રતિરોધ વિકસિત થયું છે, જેણે પાકની ઉપજ પર અસર કરી છે, જેના કારણે ખેડૂતો મર્યાદિત વિકલ્પો ધરાવે છે. એફએમસીની એમ્બ્રિવા™ નીંદણનાશકની રજૂઆત, ભારતીય ખેડૂતોને પ્રતિરોધક પડકારોને દૂર કરવા માટે નવીન ઉકેલ લાવ્યું છે."
એમ્બ્રિવા™ નીંદણનાશક નું ભારતમાં અનેક સિઝનમાં ઘઉં પર સખત રીતે પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તેણે ફલારિસ માઇનોર અને મુખ્ય ઘાસના નીંદણ સામે નોંધપાત્ર અને સાતત્યપૂર્ણ કામગીરી પ્રદર્શિત કરી છે.
"અમે માનીએ છીએ કે આ નવું નીંદણનાશક ખેડૂતોને ખૂબ જ જરૂરી શક્તિશાળી ઉકેલ પ્રદાન કરશે, જે લાંબા સમય સુધી નીંદણનું નિયંત્રણ અને ઉત્પાદકતામાં વધારો કરશે," અન્નાવરપુએ જણાવ્યું.
એફએમસી ખેડૂતોને નવા ઉકેલો પ્રદાન કરીને સેવા આપવા માટે પ્રતિબદ્ધ છે જે તેમને તેમના પાકને સુરક્ષિત કરવામાં અને ઉપજને શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરે છે. એમ્બ્રિવા™ નીંદણનાશકની રજૂઆત પાકની સ્થિતિસ્થાપકતા અને ઉત્પાદકતાને વધારતી અત્યાધુનિક ટકાઉ તકનીકો દ્વારા ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે એફએમસીની મજબૂત સંશોધન અને વિકાસ ક્ષમતાઓને દર્શાવે છે.
એફએમસી વિશે
એફએમસી કોર્પોરેશન એક વૈશ્વિક કૃષિ વિજ્ઞાન કંપની છે, જે બદલાતા પર્યાવરણને અનુકૂળ બની વિશ્વની વધતી વસ્તી માટે ખાદ્ય, ભોજન, ફાઇબર અને ઇંધણ ઉત્પન્ન કરવામાં ખેડૂતોને મદદ કરવા માટે સમર્પિત છે. એફએમસીના નવીન પાક સંરક્ષણ ઉકેલો - જૈવિક, પાક પોષણ, ડિજિટલ અને સચોટ કૃષિ સહિત - ખેડૂતો, પાક સલાહકારો અને ઘાસ અને કીટ વ્યવસ્થાપન વ્યાવસાયિકોને પર્યાવરણનું રક્ષણ કરવાની સાથે સાથે આર્થિક રીતે તેમના સૌથી મુશ્કેલ પડકારોનો સામનો કરવા માટે સક્ષમ બનાવે છે. વિશ્વભરમાં સો કરતા વધુ સ્થળોએ આશરે 5,800 કર્મચારીઓ સાથે, એફએમસી નવા નીંદણનાશક, કીટનાશક અને ફૂગનાશક સક્રિય ઘટકો, ઉત્પાદન સિદ્ધાંતો અને અગ્રણી તકનીકો, જે સતત પૃથ્વી માટે બહેતર હોય, તે શોધવા માટે પ્રતિબદ્ધ છે. વધુ જાણવા માટે fmc.com અને ag.fmc.com/in/en ની મુલાકાત લો અને ફેસબુક® અને યુટ્યુબ પર એફએમસી ઇન્ડિયાને અનુસરો.
એમ્બ્રિવા અને આઇસોફ્લેક્સ એ એફએમસી કોર્પોરેશન અને/અથવા તેની સહયોગી કંપનીના ટ્રેડમાર્ક છે. ઉપયોગ માટે હંમેશા તમામ લેબલ પરના દિશા નિર્દેશો, પ્રતિબંધો અને સાવચેતીઓ વાંચો અને અનુસરો.