મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

ટમેટા અને ભીંડાના ખેડૂતોને સમર્થન આપવા એફએમસી ઇન્ડિયા નવી જંતુનાશક દવા રજૂ કરે છે

એફએમસી ઇન્ડિયાએ આજે જાહેરાત કરી છે કે તેણે એક નવું સંશોધન આધારિત જંતુનાશક કોરપ્રાઇમા™ લોન્ચ કર્યું છે. એફએમસીની વિશ્વની અગ્રણી રિનેક્સિપીયર® કીટ નિયંત્રણ તકનિક દ્વારા સંચાલિત, કોરપ્રાઇમા™ ફળમાં છેદ કરનાર (ફ્રુટ બોરર્સ) સામે શ્રેષ્ઠ પાક સંરક્ષણ પ્રદાન કરશે, જે ભારતીય ખેડૂતો માટે સૌથી મોટી કષ્ટદાયક ઘટનામાંની એક ઘટના છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેજિટેબલ રિસર્ચ અનુસાર, દેશભરમાં ટમેટાના ખેડૂતો દર વર્ષે તેમની ઉપજના 65 ટકા જેટલું ઉત્પાદન ઇયળ/જંતુ (ફ્રૂટ બોરર્સ)ના લીધે ગુમાવે છે. આ જંતુના ઉપદ્રવને લીધે ફૂલ ખરી પડે છે અને છોડની નબળી તંદુરસ્તી ખરાબ ગુણવત્તાવાળા ફળ આપે છે, આમ પાકની ઉપજને પ્રતિકૂળ અસર થાય છે.

નવી ઓફરનું અનાવરણ રાયપુરમાં એફએમસી ઇન્ડિયાના પ્રમુખ રવિ અન્નાવરાપુની હાજરીમાં વિક્રેતાઓ અને કંપનીના સ્થાનિક ભાગીદારોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.. ઉત્પાદનના અનાવરણ પછી સાંસ્કૃતિક પ્રદર્શન અને ઉપસ્થિત લોકો માટે જાણકારી સત્ર રાખવામાં આવ્યું હતું. 

એફએમસી ઇન્ડિયાએ ભીંડા અને ટમેટાના ખેડૂતો માટે નવી જંતુનાશક કોરપ્રાઇમા લોન્ચ કર્યું છેએફએમસી ઇન્ડિયાએ ભીંડા અને ટમેટાના ખેડૂતો માટે નવી જંતુનાશક કોરપ્રાઇમા લોન્ચ કર્યું છે

રાયપુરમાં લોન્ચ ઇવેન્ટમાં વાત કરતી વખતે, એફએમસી ઇન્ડિયાના પ્રમુખ, શ્રી રવિ અન્નાવરપુએ જણાવ્યું હતું કે, "ગત વર્ષે દેશમાં વિક્રમી બાગાયતી પાકનું ઉત્પાદન જોવા મળ્યું હતું. જો કે, દર વર્ષે, ટમેટા અને ભીંડાના ખેડૂતોને ફ્રુટ બોરર જીવાતો, રોગો અને અન્ય પરિબળો વચ્ચે લણણી પછીના નુકસાનને કારણે ભારે નુકસાન થાય છે. એફએમસી ખાતે, અમે ટકાઉ ઉત્પાદનો અને ઉકેલો રજૂ કરીને ખેડૂતોને સામનો કરવા પડતા પડકારોને ઉકેલવા માટે નવીનતાનો ઉપયોગ કરીએ છીએ. કોરપ્રાઇમા™ ની રજૂઆત એ એફએમસીની ખેડૂતોની પાક સંરક્ષણ જરૂરિયાતોને પહોંચી વળવા નવતર ઉકેલ લાવવાની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. મને વિશ્વાસ છે કે કોરપ્રાઇમા™ ટમેટા અને ભીંડાના ખેડૂતોને ઉચ્ચ ઉપજ અને સારી ગુણવત્તા દ્વારા તેમની આવક વધારવામાં મદદ કરશે.”

નવીન જંતુનાશક Corprima™ લાંબા ગાળા માટે જંતુ નિયંત્રણ તેમજ ઉન્નત ફૂલ અને ફળની જાળવણી પ્રદાન કરીને ખેડૂતોને રોકાણ પર વધુ સારું વળતર આપવા માટે સાબિત થયેલ છે, જેનાથી શ્રેષ્ઠ ગુણવત્તાનો વિપુલ પાક લઈ શકાય છે. રિનેક્સિપીયર® એક્ટિવ દ્વારા સંચાલિત, કોરપ્રાઇમા™, ફ્રુટ બોરર જીવાતોથી શ્રેષ્ઠ અને લાંબા સમય સુધી રક્ષણ પૂરું પાડવાનું વચન આપે છે જે ખેડૂતોનો સમય, ખર્ચ અને પાકને બચાવવા માટેના કરવા પડતા પ્રયત્નો બચાવે છે.

આ મહિનાની શરૂઆતમાં એક વર્ચ્યુઅલ ઇવેન્ટ દ્વારા રાષ્ટ્રીય સ્તરે કોરપ્રાઇમા™ લોન્ચ કરવામાં આવી હતી જેનું આ પાંચ ભાષામાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું - હિન્દી, મરાઠી, તમિલ, તેલુગુ અને કન્નડ અને તેમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો, છૂટક વિક્રેતાઓ અને વિતરકોએ હાજરી આપી હતી.

 

 

છત્તીસગઢમાં થયેલ આ અનાવરણ મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત ભારતના શાકભાજી કેન્દ્રમાંના ત્રણ-શહેરના રાષ્ટ્રીય લોન્ચિંગ કાર્યક્રમનો એક ભાગ હતો.. લોન્ચની ઘટનાને મીડિયાના ઘણા અગ્રણી પ્રાદેશિક પ્રકાશનો દ્વારા કવરેજ આપવામાં આવ્યું હતું.

એફએમસી ઇન્ડિયાએ ભીંડા અને ટમેટાના ખેડૂતો માટે નવું જંતુનાશક કોરપ્રાઇમા લોન્ચ કર્યું છે​

6 ગ્રામ, 17 ગ્રામ અને 34 ગ્રામના પેકમાં રજૂ કરેલ, કોરપ્રાઇમા™ નાના, સીમાંત અને મોટાં ખેડૂતોની પાક સંરક્ષણ જરૂરિયાતોને પૂરી કરશે. કોરપ્રાઇમા™ હવે અગ્રણી છૂટક માલની દુકાનો પર ઉપલબ્ધ છે.

વધુ માહિતી માટે, કૃપા કરીને કોરપ્રાઇમા™ જંતુનાશક| એફએમસી એજી ઇન્ડિયા (FMC Ag IN)ની મુલાકાત લો