મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

એફએમસી ઇન્ડિયા એ વિજ્ઞાન અગ્રણી શિષ્યવૃત્તિ કાર્યક્રમ હેઠળ કૃષિ ક્ષેત્રે ભવિષ્યના અગ્રણીઓને પ્રોત્સાહન આપવા માટે પીજેટીએસ કૃષિ વિદ્યાપીઠ સાથે સહયોગ કરે છે

એફએમસી ઇન્ડિયા, અગ્રણી કૃષિ વિજ્ઞાન કંપનીએ ભારતના આઠ રાજ્યોમાં મુખ્ય કૃષિ શાળાઓ માટેના તેના બહુ-વર્ષીય શિષ્યવૃત્તિ કાર્યક્રમ હેઠળ આજે હૈદરાબાદમાં પ્રોફેસર જયશંકર તેલંગાણા રાજ્ય કૃષિ વિદ્યાપીઠ (પીજેટીએસએયુ) સાથે એક સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. આ એમઓયુ પર એફએમસી ઇન્ડિયાના પ્રમુખ ડૉ. રવિ અન્નાવરપુ અને પીજેટીએસએયુના ઉપ-કુલપતિ ડૉ. વી. પ્રવીણ રાવ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ કરાર હેઠળ, એફએમસી વિદ્યાપીઠમાં કૃષિ વિજ્ઞાનના ક્ષેત્રે ડૉક્ટરેટ અને માસ્ટરની પદવીનો અભ્યાસક્રમ કરનાર વિદ્યાર્થીઓને વાર્ષિક બે શિષ્યવૃત્તિઓ પ્રદાન કરશે. એફએમસી વિદ્યાપીઠના સૌથી ઉજ્જવળ વિદ્યાર્થીઓને નોખા તારવવા અને વિજ્ઞાન અને સંશોધન માટે તેમનું ઉત્સાહવર્ધન કરવા માટે વિદ્યાપીઠ સાથે કાર્ય કરશે. ભારતમાં કૃષિ વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે વધુ મહિલાઓ કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત થાય તે માટે પચાસ ટકા શિષ્યવૃત્તિઓ મહિલા ઉમેદવારો માટે અલગ રાખવામાં આવી છે. આ શિષ્યવૃત્તિઓ ઉપરાંત, એફએમસી વિદ્યાપીઠ સાથે તેના સહયોગી સંશોધન કાર્યને આગળ વધારશે.

"એફએમસી કૃષિ સંશોધનમાં યુવા પ્રતિભાને ભવિષ્યના અગ્રણીઓ તરીકે આકાર આપવા માટે કાર્યરત છે. અમારી પ્રતિભાઓને ઓળખવાની વ્યૂહરચનાના ભાગ રૂપે, અમે એફએમસીમાં સ્થાનિક વૈજ્ઞાનિકોની મજબૂત ટીમ સાથે સમૃદ્ધ વિવિધતાસભર આંતરરાષ્ટ્રીય સંશોધકોની ટીમ તૈયાર કરવાનું લક્ષ્ય ધરાવીએ છીએ, જેઓ ભારતમાં, ભારત અને વિશ્વ માટે ટેકનોલોજીની નવીનતાઓને આગળ ધપાવશે. વિદ્યાપીઠ સાથેની અમારી ભાગીદારી ઈચ્છુક ઉમેદવારોની ક્ષમતાને ઉજાગર કરશે અને તેમને ઉદ્યોગના નિષ્ણાતો અને શિક્ષણવિદો પાસેથી માર્ગદર્શન સાથે સફળતાનો માર્ગ તૈયાર કરવામાં મદદ કરશે," એફએમસી ઇન્ડિયાના પ્રમુખ રવિ અન્નાવરપુએ જણાવ્યું હતું. "ભારતમાં સંશોધન અને વિકાસને સંબંધિત રોકાણો નોંધપાત્ર રીતે વધી રહ્યા છે અને નવીનતાઓ વૈશ્વિક માન્યતા મેળવી રહી છે. એફએમસી વિજ્ઞાન અગ્રણી શિષ્યવૃત્તિ કાર્યક્રમ દ્વારા, અમારું લક્ષ્ય યુવા પ્રતિભાને આ વૃદ્ધિ રેખામાં આગળ રહેવા માટે સશક્ત બનાવવાનું છે.”

ભાગીદારી વિશે બોલતા, પીજેટીએસએયુના ઉપ-કુલપતિ ડૉ. વી. પ્રવીણ રાવે કહ્યું: "અમે વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તરે કૃષિના પડકારોના સમાધાન માટે ટકાઉ તકનીકોના ક્ષેત્રમાં એફએમસી દ્વારા હાથ ધરેલ નવીન પહેલની પ્રશંસા કરીએ છીએ. ગ્રામીણ ભારતમાં સુરક્ષિત પાણી, બહેતર સ્વાસ્થ્ય, જીએપી, કૃષિ ક્ષેત્રે મહિલાઓનું સશક્તિકરણ અને યુવાનોમાં વિજ્ઞાનને પ્રોત્સાહન આપવા જેવી અનેક પહેલ મારફત પ્રોજેક્ટ સફલ અને પ્રોજેક્ટ સમર્થ જેવી પ્રસાર પ્રવૃત્તિઓ એ એફએમસી દ્વારા કરવામાં આવેલ નોંધપાત્ર પ્રયત્નો છે." વિજ્ઞાન અગ્રણી શિષ્યવૃત્તિ કાર્યક્રમની પ્રશંસા કરતા, ડૉ. રાવ ઉમેરે છે, "એફએમસી સાથેની અમારી ભાગીદારી એ કૃષિ ક્ષેત્રે મૂલ્યવર્ધન કરવા ઈચ્છુક ભારતીય યુવા પ્રતિભાને ખૂબ જ જરૂરી ઉત્સાહ પ્રદાન કરશે અને વર્તમાન અને ભવિષ્યની પ્રતિભાઓની જરૂરિયાતો માટે સક્ષમ પ્રતિભા શ્રૃંખલાનું નિર્માણ કરશે. પીજેટીએસએયુ એ સમગ્ર તેલંગાણા રાજ્યમાં પીજેટીએસએયુના દત્તક લીધેલ ગામોમાં ચોકસાઈપૂર્વકની કૃષિ, કૃષિ-તકનીકી સાહસ મૂડી, ટકાઉ કીટ વ્યવસ્થાપન ઉકેલો અને ખેડૂત જોડાણ કાર્યક્રમ જેવા સામાન્ય લક્ષ્યો પર કામ કરવા માટે એફએમસી સાથે સહયોગ કરવા માટે આતુર છે.”

એફએમસી, કૃષિ ઉદ્યોગની સૌથી વધુ મજબૂત સંશોધન અને વિકાસ શ્રૃંખલાને માર્ગદર્શન આપવા 800 કરતાં વધુ વૈજ્ઞાનિકો અને સહયોગીઓના વિશ્વ-સ્તરીય આંતરિક સંશોધન અને વિકાસ સંગઠન સાથે, કૃષિ ઇકોસિસ્ટમમાં વૈજ્ઞાનિક સમુદાય અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સહયોગને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. એફએમસીએ તાજેતરમાં પંતનગર, ઉત્તરાખંડ ખાતે સ્થિત જીબી પંત કૃષિ અને તકનીકી વિદ્યાપીઠ અને ગુંટૂરમાં આચાર્ય એન.જી.રંગા કૃષિ વિદ્યાપીઠ સાથે સમાન એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.

એફએમસી તેના બહુ-વર્ષીય શિષ્યવૃત્તિ કાર્યક્રમ દ્વારા સમગ્ર ભારતમાં આઠ વિદ્યાપીઠોમાં કૃષિ વિજ્ઞાન, કીટ વિજ્ઞાન, રોગ વિજ્ઞાન, માટી વિજ્ઞાન અને બાગ વિજ્ઞાન જેવી વિદ્યા-શાખાઓમાં 10 પીએચડી (એજી) અને 10 એમએસસી (એજી) શિષ્યવૃત્તિઓ પ્રદાન કરવા માટે વચનબદ્ધ છે. શિષ્યવૃત્તિ કાર્યક્રમ હેઠળ, પુરસ્કાર પ્રાપ્તકર્તાઓને કંપનીમાં સંપૂર્ણ સમયની રોજગારની તકોમાં પ્રાધાન્યતા ઉપરાંત, તેમના સમગ્ર વિકાસ માટે ઇન્ટર્નશિપ અને ઉદ્યોગ માર્ગદર્શન પણ આપવામાં આવશે.

FMC India collaborates with PJTS Agricultural University to foster future leaders in agriculture under the Science Leaders Scholarship programFMC India collaborates with PJTS Agricultural University to foster future leaders in agriculture under the Science Leaders Scholarship program