મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

એફએમસી કોર્પોરેશનના પ્રમુખ અને સીઇઓ માર્ક ડગલાસએ ઇન્ડિયા – યુ.એસ. ઇનોવેશન હેન્ડશેક રાઉન્ડટેબલમાં ભારતના પ્રધાનમંત્રી મોદી અને યુ.એસ.ના રાષ્ટ્રપતિ બાઇડેન સાથે ભાગ લીધો હતો

રાષ્ટ્રીય, 26 જૂન, 2023: એફએમસી કોર્પોરેશનના પ્રમુખ અને મુખ્ય કાર્યકારી અધિકારી માર્ક ડગલાસ, ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઇન્ડિયા - યુ.એસ. ઇનોવેશન હેન્ડશેકમાં મળ્યાં હતાં, જે ટેક્નોલોજી રાઉન્ડટેબલ હતી અને વૉશિંગટન ડી.સી.માં વાઇટ હાઉસમાં પ્રધાનમંત્રીની ચાર દિવસની દેશની મુલાકાતના ભાગ રૂપે શુક્રવારે આયોજિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન બે દેશો વચ્ચે પરસ્પર હિતો અને સહયોગના ટેક્નોલોજી ક્ષેત્રો પર ચર્ચા કરવા માટે કરવામાં આવ્યું હતું અને અને આ રાઉન્ડટેબલમાં અગ્રણી યુ.એસ. અને ભારતીય કંપનીઓના સીઇઓ શામેલ થયા હતા. એફએમસી એકમાત્ર કૃષિ-કેન્દ્રિત કંપની હતી જેને પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ બાઇડેન સાથે રાઉન્ડટેબલમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન, સહભાગીઓએ વિવિધ ક્ષેત્રોમાં એક સહિયારા ટેક્નોલોજી ઇકોસિસ્ટમમાં નવીનતાની તકો પર ચર્ચા કરી હતી. શ્રી ડગલાસએ પાક રક્ષણ ઉદ્યોગના દ્રષ્ટિકોણ શેર કર્યા, ટિપ્પણી કરી કે ટેક્નોલોજી પહેલેથી જ આ ક્ષેત્રમાં નવીનતાઓને કેવી રીતે ચલાવી રહી છે, અને ડિજિટલ અને ચોક્કસાઈ કૃષિના સાધનોથી લઈને ડ્રોન સુધી તેમજ નવા અણુઓની શોધ વિશે પણ જણાવ્યું. આનાથી પાકનું રક્ષણ કરવા અને ખાદ્ય ઉત્પાદન વધારવા માટે વધુ અસરકારક, કાર્યક્ષમ અને ટકાઉ પદ્ધતિઓ પ્રાપ્ત થઈ છે. તેમને ભારતભરના, અમેરિકા અને વિશ્વભરના ખેડૂતોને સૌથી વધુ આધુનિક પાક રક્ષણ ટેક્નોલોજીની ઝડપી ઍક્સેસને સુનિશ્ચિત કરવા માટે વધુ કાર્યક્ષમ નિયમનકારી અને નોંધણી પ્રણાલીની જરૂરિયાત પર પણ જોર આપ્યો હતો.

Mark with Modi



“કૃષિ, અન્ય ઉદ્યોગોમાંથી તકનીકી પ્રગતિના લાભાર્થી રહી છે અને લાભાર્થી હોવાનું ચાલુ રાખ્યું છે. ટેક્નોલોજી એકીકરણ એ ભારત અને વિશ્વભરના ખેડૂતો માટે ટકાઉક્ષમતા અને સુરક્ષાને મોખરે રાખીને કૃષિને આગળ વધારવા માટે નિર્ણાયક છે. શ્રી ડગલાસએ કહ્યું કે "આ રાઉન્ડટેબલએ અમને જ્ઞાનના સહકાર અને વિનિમય દ્વારા સરકારો અને કંપનીઓને એકસાથે લાવવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કર્યું,". “ભારત એ વૈશ્વિક સ્તરે એફએમસી માટે ટોચના ત્રણ બજારોમાંથી એક છે. આખી દુનિયામાં એગ્રીટેક ઉદ્યોગના ઝડપી વિકાસ સાથે, ભારતીય કૃષિ ઇકોસિસ્ટમ માટે વધુ અનુકૂલનશીલ બનવું અને નીતિ નિર્માતાઓ માટે કૃષિ રાસાયણિકની નિયમનકારી અને નોંધણી પ્રણાલીની કાર્યક્ષમતાને કેમ શ્રેષ્ઠ રીતે વધારવી તે ધ્યાનમાં લેવું તે સુસંગત અને નિર્ણાયક છે. આ ભારતીય ખેડૂતો માટે માઇક્રોબિયલ અને સ્પ્રે કરી શકાય તેવા ફેરોમોન્સ જેવી નવીનતમ, વધુ ટકાઉક્ષમ ટેકનોલોજીને ઝડપથી બજારમાં લાવવા માટે એફએમસી જેવી કૃષિ કંપનીઓને સમર્થન આપશે, જેના પરિણામે વર્તમાન અને ભવિષ્ય માટે વધુ લવચીક ખાદ્ય પ્રણાલીઓ અને ખાદ્ય સુરક્ષા મળશે.”



એફએમસી એ હંમેશા ઉત્પાદકો માટે કૃત્રિમ અને જૈવિક પાક રક્ષણથી માંડીને અને પોષણના ઉત્પાદનો અને અનન્ય પ્રયોગની પ્રણાલીઓ સુધી નવીન ઉકેલો રજૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. શ્રી ડગલાસ તાજેતરમાં ભારતમાં મધ્યપ્રદેશમાં ખેડૂતો માટે ડ્રોનથી સ્પ્રેની સેવા શરૂ કરવા માટે હાજર રહ્યા હતા. ખેતીની કાર્યક્ષમતા તેમજ ઉપજમાં સુધારો કરવામાં ડ્રોન અને અન્ય ઉન્નત અમલની પ્રણાલીઓની ઉપયોગિતા મહત્વપૂર્ણ છે. જેમ કે ડ્રોન ખેતરને સ્પ્રે કરવાના જરૂરી સમયને ઘણો ઘટાડે છે, તેમ જ તે ભારતીય ખેડૂતોની આબોહવાને લગતા જોખમો સામેની સુરક્ષાને પણ સુનિશ્ચિત કરે છે જેના કારણે ડિહાઇડ્રેશન થઈ શકે છે અને લૂ લાગી શકે છે.



જેમકે ભારત સરકારે કૃષિ ઉદ્યોગના આધુનિકીકરણ તરફ પ્રગતિ કરવાનું ચાલુ રાખ્યું છે, ત્યારે એફએમસીએ દેશ અને તેની પ્રગતિ માટે તેની સતત પ્રતિબદ્ધતાને સ્પષ્ટ કરી છે, જેવી રીતે તેણે ત્રણ દાયકાથી વધુ સમયથી કરી છે.



શ્રી ડગલાસએ ઉમેર્યું, "આ ઐતિહાસિક મીટિંગમાં ભાગ લેવો અને કૃષિ ઉદ્યોગના અવાજ તરીકે સેવા આપવી એ સન્માનની વાત હતી. અમે એફએમસીના આમંત્રણ માટે રાષ્ટ્રપતિ બાઇડેન, પ્રધાનમંત્રી મોદી, મંત્રી જયશંકર, સચિવ કવાત્રા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોવાલ, સચિવ સિંહ, એમ્બેસેડર સંધુ અને ભારત અને અમેરિકાની સરકારોના આભારી છીએ.”



રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન, રાષ્ટ્રીય વિજ્ઞાન સંસ્થાના નિયામક સેતુરમન પંચનાથન અને નેશનલ એરોનોટિક્સ અને સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેટર (નાસા) ના બિલ નેલ્સનની ભાગીદારી સાથે ભારત સરકારના અધિકારીઓ સાથે વાણિજ્ય સચિવ જીના રાઇમોન્ડો દ્વારા આ ઇન્ડિયા- યુ.એસ. ઇનોવેશન હેન્ડશેક રાઉન્ડટેબલની મધ્યસ્થી કરવામાં આવી હતી. વિશ્વના બે સૌથી મોટા લોકતાંત્રિક રાષ્ટ્રો વચ્ચેની સતત મજબૂત ભાગીદારીથી ટકાઉ ભારતીય કૃષિ ઉદ્યોગ માટે અપાર ક્ષમતા અને સંભાવનાઓનું સહિયારું ભવિષ્ય ખુલવાની અપેક્ષા છે.



એફએમસી વિશે

એફએમસી કોર્પોરેશન એક વૈશ્વિક કૃષિ વિજ્ઞાન કંપની છે, જે બદલાતા પર્યાવરણને અનુકૂળ બનીને વિશ્વની વધતી વસ્તી માટે ખાદ્ય, ચારા, ફાઇબર અને ઇંધણ ઉત્પન્ન કરવામાં ઉત્પાદકોને મદદ કરવા માટે સમર્પિત છે. એફએમસીના નવીન પાક સંરક્ષણ દ્રાવણ - જૈવિક, પાક પોષણ, ડિજિટલ અને ચોકસાઈપૂર્વક કૃષિ સહિત - ઉત્પાદકો, પાક સલાહકારો અને ઘાસપાટ અને કીટ વ્યવસ્થાપન વ્યાવસાયિકોને, પર્યાવરણનું રક્ષણ કરતી વખતે આર્થિક રીતે તેમના સૌથી મુશ્કેલ પડકારોનો સામનો કરવા સક્ષમ બનાવે છે. વિશ્વભરમાં સૌ કરતા વધુ સ્થળોએ આશરે 6,600 કર્મચારીઓ સાથે, એફએમસી નવા નીંદણનાશક, કીટનાશક અને ફૂગનાશક સક્રિય ઘટકો, ઉત્પાદન સિદ્ધાંતો અને અગ્રણી તકનીકો, જે સતત પૃથ્વી માટે બહેતર હોય, તે શોધવા માટે પ્રતિબદ્ધ છે. વધુ જાણવા માટે fmc.com અને ag.fmc.com/in/en ની મુલાકાત લો અને એફએમસી ઇન્ડિયાને Facebook® અને YouTube® પર ફોલો કરો.