ઓક્ટોબર 10, 2023: જીબી પંત યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેક્નોલોજી (જીબીપીયુએટી), પંત નગર, ઉત્તરાખંડ ખાતે કીટવિજ્ઞાન વિભાગમાં પ્રથમ વર્ષની પીએચડીની વિદ્યાર્થી કાવ્યા નર્ને, કૃષિ વિજ્ઞાન કંપની એફએમસી ઇન્ડિયા દ્વારા પ્રતિષ્ઠિત વિજ્ઞાન અગ્રણી સ્કોલરશીપ પ્રાપ્તકર્તા છે. ખેડૂતોને મદદ કરવાની તેમની ઇચ્છા દ્વારા પ્રેરિત, અને એફએમસી ઇન્ડિયાના સમર્થનથી, કાવ્યા સંશોધન અને નવીનતામાં રક્ષક બનવા માંગે છે જે ખેતીમાં પાક સંરક્ષણ અને ટકાઉક્ષમતાને આગળ વધારી શકે છે.
હાલનો ચાલુ એફએમસી વિજ્ઞાન અગ્રણી શિષ્યવૃત્તિ કાર્યક્રમ, 2021 માં શરૂ કરવામાં આવ્યો, જે કૃષિ વિજ્ઞાન ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દર વર્ષે વીસ શિષ્યવૃત્તિ પ્રદાન કરે છે. કૃષિ વિજ્ઞાનમાં પીએચડી કરતા વિદ્યાર્થીઓને દસ અને એમએસસી કરતા વિદ્યાર્થીઓને દસ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આમાંથી પચાસ ટકા શિષ્યવૃત્તિઓ કૃષિ વિજ્ઞાનમાં સફળ કારકિર્દી ઘડવા માંગતી મહત્વાકાંક્ષી અને પ્રતિભાશાળી મહિલાઓ માટે નિર્ધારિત કરવામાં આવે છે. આ કાર્યક્રમ દ્વારા, એફએમસી ઇન્ડિયાનો હેતુ કૃષિ સંશોધન અને નવીનતામાં તેમની યોગ્યતા વિકસિત કરીને મહત્વાકાંક્ષી વૈજ્ઞાનિકો માટે તકો ઊભી કરવાનો છે. આ શિષ્યવૃત્તિ કાર્યક્રમની રચના ઉદ્યોગ કાર્યબળમાં પ્રવેશવાનું આયોજન કરતા યુવાનો માટે ક્ષમતા અને કુશળતા નિર્માણ, સંશોધન અને નવીનતાના ઉદ્દેશ સાથે કરવામાં આવી છે.
એફએમસી ઇન્ડિયાના પ્રમુખ રવિ અન્નાવરપુ કહે છે, "એફએમસી ખાતે અમે કૃષિના સર્વાંગી વિકાસ માટે વૈવિધ્યસભર અને સર્વસમાવેશી કામકાજી વાતાવરણ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે પ્રતિભાશાળી યુવા વૈજ્ઞાનિકોને કૃષિ વિજ્ઞાનમાં કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે તત્પર છીએ. કૃષિક્ષેત્રે મોટો સુધારો મેળવવા માટે, સંશોધન અને નવીનતા માટે પ્રતિભાશાળી યુવા વૈજ્ઞાનિકોની એક મજબૂત શ્રૃંખલાનું નિર્માણ અને સશક્તિકરણ કરવું એ સમયની તાતી જરૂરિયાત છે, જે તમામ માટે ટકાઉ ભવિષ્યમાં યોગદાન આપે છે."
“અમારા અનુસ્નાતક અને પીએચડી વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને ઇન્ટર્નશિપની તકો દ્વારા તેમની વિચારસરણીને વિસ્તૃત કરવામાં મદદ કરવા માટે જીબીપીયુએટીનું એફએમસી સાથે સમજૂતી-પત્ર સહાયક બને છે. વિદ્યાર્થીઓ, એફએમસી કર્મચારીઓ તેમજ સલાહકાર સમિતિ વચ્ચેનો સંવાદ પણ વિદ્યાર્થીઓને મજબૂત સંશોધન નિવેદન વિચારવા અને તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આ બદલામાં તેમને ઉદ્યોગ સંબંધિત સંશોધન કાર્યને આગળ વધારવા અને હાથ ધરવા માટે પ્રોત્સાહિત કરે છે. આ શિષ્યવૃત્તિઓ વિદ્યાર્થીઓને સંબંધિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસંવાદો, કાર્યશાળાઓ અને અન્ય કાર્યક્રમોમાં હાજરી આપીને વિશેષ તાલીમ દ્વારા તેમની સંવાદ કુશળતા અને વિવેચનાત્મક વિચારસરણીને સુધારવામાં સહાયક બને છે. મને ખાતરી છે કે આ ઔદ્યોગિક-શૈક્ષણિક ભાગીદારી મોટા પાયે કૃષિ ઉદ્યોગની ટકાઉક્ષમતાને હાંસલ કરવામાં મદદ કરવા માટે મોટા કામ કરશે." જીબીપીયુએટીના પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડીઝના ડીન ડૉ. કિરણ પી. રાવરકર જણાવે છે.
આ તક વિશે વાત કરતા, કાવ્યા જણાવે છે, "બાળપણથી, મને છોડ અને કૃષિ પ્રત્યે આકર્ષણ રહ્યું છે, જેના કારણે મને કૃષિ ક્ષેત્રે કારકિર્દી ઘડવાની પ્રેરણા મળી. જીબી પંત કૃષિ વિદ્યાપીઠમાં નોંધણી કરાવ્યા પછી, મને એફએમસી વિજ્ઞાન અગ્રણી શિષ્યવૃત્તિ કાર્યક્રમ વિશે જાણવા મળ્યું. મને ખરેખર આ પ્રતિષ્ઠિત શિષ્યવૃત્તિ મળવાનો એક વિશેષ આનંદ છે, જેના કારણે મને કૃષિ પ્રત્યેની મારી ઉત્કંઠાને આગળ ધપાવવા માટે પીઠબળ મળ્યું. હું આ ક્ષેત્ર વિશે વધુ જ્ઞાન મેળવવા અને કૃષિ ક્ષેત્રે એક સફળ મહિલા ઉદ્યોગસાહસિક બનવાના મારા સપનાના સાકાર થવા પ્રત્યે આશાવાન છું. આ તક માટે હું એફએમસી ઇન્ડિયાનો આભાર માનું છું તેમજ મારા વિકાસને સુનિશ્ચિત કરવા મારા જ્ઞાન અને અનુભવમાં વધારો કરવા આતુર છું.”
કાવ્યાએ આંધ્રપ્રદેશમાં પોતાનું શાળાકીય અને મધ્યવર્તી શિક્ષણ પૂર્ણ કર્યું અને કોલેજ ઑફ એગ્રીકલ્ચર બાપટલા, અંગ્રાઉમાં સ્નાતક પદવીનો અભ્યાસ કર્યો, જ્યાં તેમનો કૃષિ પ્રત્યેનો પ્રેમ વધુ ગાઢ બન્યો. કાવ્યાના કૃષિ પ્રત્યેના સમર્પણને કારણે તેમણે મેરઠ, ઉત્તર પ્રદેશમાં સરદાર વલ્લભભાઈ પટેલ કૃષિ અને ટેક્નોલોજી વિદ્યાપીઠમાં કીટવિજ્ઞાન વિભાગમાં અનુસ્નાતકની પદવી મેળવવા માટે અભ્યાસ કર્યો. તેમના શિક્ષણને કારણે તેમને કૃષિ સિદ્ધાંતો અને પ્રથાઓની વ્યાપક સમજણ પ્રાપ્ત થઈ.
દર વર્ષે, કૃષિ વિજ્ઞાનમાં પીએચડી/એમએસસી કરતા વીસ વધુ વિદ્યાર્થીઓને દેશભરમાંથી એફએમસી વિજ્ઞાન અગ્રણી શિષ્યવૃત્તિનો પહેલેથી જ લાભ મેળવતા વિદ્યાર્થીઓના સમૂહમાં ઉમેરવામાં આવે છે.
એફએમસી વિશે
એફએમસી કોર્પોરેશન એક વૈશ્વિક કૃષિ વિજ્ઞાન કંપની છે, જે બદલાતા પર્યાવરણને અનુકૂળ બનીને વિશ્વની વધતી વસ્તી માટે ખાદ્ય, ચારા, ફાઇબર અને ઇંધણ ઉત્પન્ન કરવામાં ઉત્પાદકોને મદદ કરવા માટે સમર્પિત છે. એફએમસીના નવીન પાક સંરક્ષણ દ્રાવણ - જૈવિક, પાક પોષણ, ડિજિટલ અને ચોકસાઈપૂર્વક કૃષિ સહિત - ઉત્પાદકો, પાક સલાહકારો અને ઘાસપાટ અને કીટ વ્યવસ્થાપન વ્યાવસાયિકોને, પર્યાવરણનું રક્ષણ કરતી વખતે આર્થિક રીતે તેમના સૌથી મુશ્કેલ પડકારોનો સામનો કરવા સક્ષમ બનાવે છે. વિશ્વભરમાં સૌ કરતા વધુ સ્થળોએ આશરે 6,400 કર્મચારીઓ સાથે, એફએમસી નવા નીંદણનાશક, કીટનાશક અને ફૂગનાશક સક્રિય ઘટકો, ઉત્પાદન સિદ્ધાંતો અને અગ્રણી તકનીકો, જે સતત પૃથ્વી માટે બહેતર હોય, તે શોધવા માટે પ્રતિબદ્ધ છે. મુલાકાત લો fmc.com અને ag.fmc.com/in/en અને વધુ જાણો અને એફએમસી ઇન્ડિયાને અહીં અનુસરો ફેસબુક® અને યુટ્યૂબ®.