ફળો અને શાકભાજી (એફ અને વી) ની ખેતી ભવિષ્યમાં ભારતીય કૃષિના વિકાસને આગળ ધપાવનાર એન્જિન બની રહેશે. હાલની 2.6% ની કૃષિ વૃદ્ધિની સરખામણીમાં છેલ્લા દાયકાથી શાકભાજીનું ઉત્પાદન 4.6% ના સીએજીઆર (ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર) દરે વધી રહ્યું છે. આ વૃદ્ધિનો શ્રેય નવીન રીતોને જાય છે, અને ઉત્પાદકતામાં વધુ વધારો થવાની ઘણી સંભાવનાઓ છે. ખાદ્ય સુરક્ષાના અને વધતી વસ્તીની પોષણની જરૂરિયાતોને પહોંચી વળવાના દ્રષ્ટિકોણથી, ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો અને તંદુરસ્ત અને રોગમુક્ત જીવન જાળવવા માટે, આગળ જતાં ફળો અને શાકભાજી જ એક વિકલ્પ છે.
આજે, એફ અને વી પાક કુલ કૃષિ યોગ્ય વિસ્તારના 17% (અને વધતા) માં ઉગાડવામાં આવે છે અને તેનું યોગદાન કૃષિ જીડીપીના લગભગ 30% જેટલું છે. ઈચ્છિત પરિણામો પ્રાપ્ત કરવામાં કેટલાક પડકારો છે, કારણ કે ખેડૂતો પાસે પાકની લણણી, બજાર સાથે જોડાણ, નાણાં વગેરે સંબંધિત માહિતી પ્રાપ્ત કરવાની સુવિધાઓ મર્યાદિત છે. પરંતુ ડિજિટલ નવીનતા અને ટેક્નોલોજીને કારણે હવે માહિતી ઉપલબ્ધ થઈ શકે છે. ભારત સરકારનો ધ્યેય પણ 2022 સુધીમાં ખેડૂતોની આવકને બમણી કરવાનો છે. આ માત્ર ટકાઉ ભવિષ્ય માટે શ્રેષ્ઠ રીતો અપનાવતી પાકની ખેતી દ્વારા જ શક્ય છે.
અમે, એફએમસીમાં ખેડૂતોને નવીન, નવીનતમ તકનીકીઓ અને અનુકૂળ ઉકેલો અપનાવવામાં મદદ કરી રહ્યા છીએ જે ખેડૂતોને તેમની આવક અને આજીવિકા સુધારવામાં મદદ કરશે. આ સેગમેન્ટ પર સતત ધ્યાન કેન્દ્રિત કરવા માટે, એફએમસી ઇન્ડિયાએ 2020 માં ઉકેલલક્ષી અભિગમ પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરીને પાક ટીમની રચના કરી છે, પાક ટીમ વિવિધ પાકોમાં શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટેનું લક્ષ્ય ધરાવે છે. આ ટીમ ખેડૂતોને શ્રેષ્ઠ ખેતી પદ્ધતિઓ શીખવામાં અને શ્રેષ્ઠ પરિણામો માટે ઉકેલ સંચાલિત સંકલિત જંતુ વ્યવસ્થાપન અભિગમ અમલમાં મૂકવામાં મદદ કરશે.
અત્યાર સુધી એફએમસી હરોળબદ્ધ પાક માટેના ઉકેલો પ્રદાન કરતી કંપની તરીકે ઓળખાય છે અને અમે નવીન અભિગમ સાથે ફળો અને શાકભાજીઓના ખેડૂતોનો સંપર્ક કરી રહ્યા છીએ. અમે તેમને તેમની ઉત્પાદકતા વધારવા અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટેના ટકાઉ ઉકેલો પ્રદાન કરીને તેમના સપનાઓને પૂર્ણ કરવામાં મદદ કરી રહ્યા છીએ.