તાજેતરમાં ખેડૂતો માટેની એક એપ્લિકેશન, જે એન્ડ્રોઇડ અને એપલ બંને એપ સ્ટોર્સ દ્વારા મોબાઇલ ફોન પર ઉપલબ્ધ છે, તે શરૂ કરીને એફએમસી ઇન્ડિયા તેના ડિજિટલ પરિવર્તનમાં એક વધુ સીમાચિહ્ન પર પહોંચી ગઈ છે.
એફએમસી ઇન્ડિયા ફાર્મર એપ દ્વારા ખેડૂતો તેમના પાક સામેના પડકારો અને પાકની પોષણ જરૂરિયાતો માટે એફએમસીના ઉત્પાદનો સહિત પાક સંબંધિત માહિતી, નજીકના અધિકૃત વિક્રેતાનું સ્થાન, કૃષિ પેદાશોનો પ્રવર્તમાન બજાર ભાવ અને સ્થાનિક હવામાનની આગાહી, આ તમામ માહિતી એક જ સ્થળેથી મેળવી શકે છે. 24x7 વિવિધ ભાષાઓમાં સહાય માટે નિઃશુલ્ક હેલ્પડેસ્ક સાથેની આ એપ હાલમાં અંગ્રેજીમાં ઉપલબ્ધ છે, જોકે 2021 ના ત્રીજા ત્રિમાસિક સમયગાળા દરમ્યાન સ્થાનિક ભાષાઓ માટે તેને ઉપલબ્ધ કરાવવાની યોજના ચાલી રહી છે. ભારત ખાતેની ટીમ આગામી તબક્કો વિકસાવવાના ભાગ રૂપે નિષ્ઠાવાન ગ્રાહકોનો કાર્યક્રમ અને અધિકૃતતા માન્યતા જેવી અતિરિક્ત સુવિધાઓ પર પણ કામ કરી રહી છે.
Fએફએમસી ઇન્ડિયા ફાર્મર એપને ફેસબુક અને યુટ્યૂબ પર તેની વધતી સોશિયલ મીડિયાની હાજરી તેમજ તેની નવી વેબસાઇટ (ag.fmc.com/in), જેનું તાજેતરમાં નવીનીકરણ કરીને ફરીથી લૉન્ચ કરવામાં આવી હતી, તેના એક યોગ્ય પૂરક તરીકે જોઈ રહ્યું છે.
આ ટીમ હાલમાં તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા અને મૌખિક પ્રચારની જૂની રીત દ્વારા એપને ખેડૂત સમુદાયમાં લોકપ્રિય બનાવવા માટે કામ કરી રહી છે.
ડાઉનલોડ કરવા માટે લિંક્સ નીચે મુજબ છે:
એન્ડ્રોઇડ: https://play.google.com/store/apps/details?id=com.fmc.corporate.ind
આઇઓએસ: https://apps.apple.com/in/app/fmc-india-farmer-app/id1542979156